How to identify real vs fake Apples: સફરજન એકદમ સ્વાદિષ્ટ ફળ છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. આમ તો બજારમાં સફરજનની ઘણી જાતો ઉપલબ્ધ છે, પરંતુ આજકાલ અલગ વેરાયટી મળે છે. સફરજનને ચમકદાર બનાવવા માટે ઘણા દુકાનદારો તેના પર મીણનું લેયર લગાવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવી સ્થિતિમાં સફરજન ખાતા પહેલા તે જાણવું મહત્વપૂર્ણ છે કે તે નકલી તો નથીને અને તેના પર કોઈ પણ પ્રકારનો રંગ લગાવવામાં આવ્યો છે કે નહીં.
મીણવાળા સફરજનને કેવી રીતે ઓળખવા?
તેને ગરમ પાણીથી સાફ કરો
બજારમાંથી સફરજન ખરીદ્યા બાદ તેને નવશેકા પાણીથી સાફ કરી લો. આ માટે પાણી ગરમ કરી તેમાં સફરજનને થોડી વાર માટે મૂકી દો. સફરજનની સપાટી પરથી ચીકણું કે મીણજેવું આવરણ આવવાનું શરૂ થાય તો સમજી જવું કે તેના પર મીણનું આવરણ ચડાવવામાં આવ્યું છે.
છરી વડે સ્ક્રેપ કરો
બજારમાંથી સફરજન ખરીદ્યા પછી તમે તેને હળવા હાથે છરીથી સ્ક્રેપ કરીને ચકાસી શકો છો. ઉપરથી કોઈ પણ પ્રકારનું સફેદ પડ નીકળે તો સમજી લેવું કે તેના પર મીણનું કોટિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – ફિટનેસ ટ્રેનરે દરરોજ ભાત ખાઈને 18 કિલો વજન ઘટાડ્યું, ડાયેટિશિયને રહસ્ય ખોલ્યું
ચળકતા સફરજન ખરીદશો નહીં
જો સફરજન વધુ ચમકદાર હોય તો તેના પર કેમિકલ્સ વાળો કલર ચડાવવામાં આવ્યો હોઇ શકે છે. ક્યારેક સફેદ મીણના કારણે પણ સફરજનની ચમક વધારે થઈ જાય છે. કુદરતી સફરજનની ચમક હળવી હોય છે.
મીણવાળા સફરજન સ્વાસ્થ્ય માટે જોખમી છે
મીણવાળા સફરજન ખાવાથી ઘણા પ્રકારના નુકસાનનો ખતરો રહે છે. ઘણી વખત સફરજન પર ખતરનાક કેમિકલ્સ ધરાવતા મીણનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે. તેના સેવનથી પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.





