નકલી હળદરની ઓળખ કેવી રીતે કરવી? આ 5 રીતથી તરત ખબર પડી જશે

બજારમાં મોટા પાયે ભેળસેળવાળી હળદર જોવા મળી રહી છે, જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહી છે. આવી સ્થિતિમાં અસલી અને નકલી હળદરને ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

Written by Ashish Goyal
Updated : August 23, 2025 21:01 IST
નકલી હળદરની ઓળખ કેવી રીતે કરવી? આ 5 રીતથી તરત ખબર પડી જશે
how to identify fake turmeric powder : નકલી હળદર ઓળખ કરવાની રીત (ફોટો: પિન્ટરેસ્ટ)

how to identify fake turmeric powder : ભારતીય રસોડામાં રોજ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ભોજનનો રંગ તો વધે જ છે, સાથે સાથે સ્વાદ પણ સુધરે છે. આમ પણ હળદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલું કર્ક્યુમિન તત્વ શરીરને રોગોથી બચાવવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ સાથે જ મોટા પાયે ભેળસેળવાળી હળદર બજારમાં જોવા મળી રહી છે, જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહી છે. હળદરમાં પીળા રંગ માટે, ચાક પાવડર કે સ્ટાર્ચ જેવી વસ્તુઓ મોટા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. આવી સ્થિતિમાં અસલી અને નકલી હળદરને ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ લેખમાં અમે તમને અસલી-નકલી હળદરની ઓળખ વિશે જણાવીશું.

નકલી હળદરની ઓળખ કેવી રીતે કરવી

પાણીથી ટેસ્ટ કરો

તમે પાણીના પરીક્ષણથી હળદરના પાવડરને પણ ઓળખી શકો છો. આ માટે સૌ પ્રથમ એક ગ્લાસ પાણીમાં હળદર પાવડર નાખીને થોડો સમય રહેવા દો. હળદર શુદ્ધ હશે તો પાણીની નીચે બેસી જશે. સાથે જ જો પાણીનો રંગ ઘાટો પીળો હોય તો તેમાં ભેળસેળ થઈ શકે છે.

સૂંઘીને ઓળખ કરો

હળદરની સુગંધથી તમે તેને સરળતાથી ઓળખી શકો છો. અસલી હળદરમાં એકદમ તાજી હળદરની ગંધ આવશે. જ્યારે નકલી હળદરમાં બિલકુલ પણ ગંધ આવતી નથી.

હાથ પર મસળીને જોવો

તમારા હાથ પર થોડી માત્રામાં હળદર ઘસો. હળદર શુદ્ધ હશે તો સરળતાથી હાથમાંથી નીકળી જશે. નકલી હળદર હાથ પર ડાઘ છોડશે.

આ પણ વાંચો – વરસાદની સિઝનમાં આદુને કેવી રીતે સ્ટોર કરવું? આ રીતથી ઘણા દિવસો સુધી ખરાબ નહીં થાય

આયોડિન ચકાસણી

તમે હળદરને આયોડિન ટેસ્ટથી પણ ઓળખી શકો છો. હળદરમાં જો સ્ટાર્ચ જોવા મળે તો તેને આયોડિન દ્વારા જાણી શકાશે. હળદરમાં આયોડિનના થોડા ટીપાં નાખ્યા બાદ હળદરનો રંગ વાદળી કે કાળો થઈ જાય તો તેમાં સ્ટાર્ચ મિક્સ છે, જે નકલી હોવાની નિશાની છે.

સાબુના ટેસ્ટથી હળદરની ચકાસણી કરો

હળદરને સાબુના ટેસ્ટ દ્વારા પણ ઓળખી શકાય છે. આ માટે સૌથી પહેલા હળદરનો પાવડર તમારા હાથ પર લગાવો. તેને થોડા સમય માટે તમારા હાથ પર ઘસો. હવે તેને સાબુથી ધોઈ લો. હળદરનો રંગ હાથમાંથી સહેલાઈથી ઉતરી રહ્યો હોય તો તે નકલી હળદર હોઈ શકે છે. સામાન્ય રીતે અસલી હળદરનો રંગ ઝડપથી ઉતરતો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ