શું દૂધ પીવાથી વજન ઘટી શકે છે? જાણો સ્નાયુઓ પર કેવી રીતે કરે છે અસર

Milk For Weight Loss : દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી નો સારો સ્ત્રોત છે. જે પાચનમાં સુધારો કરવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે

Written by Ashish Goyal
December 02, 2025 23:16 IST
શું દૂધ પીવાથી વજન ઘટી શકે છે? જાણો સ્નાયુઓ પર કેવી રીતે કરે છે અસર
Milk For Weight Loss: દૂધ પીવાથી સ્વાસ્થ્યને એક સાથે ઘણા ફાયદા થાય છે (તસવીર - ફ્રીપિક)

Milk For Weight Loss : દૂધ પીવાથી સ્વાસ્થ્યને એક સાથે ઘણા ફાયદા થાય છે. આ જ કારણ છે કે આપણને નાનપણથી જ દરરોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ પીવાનું કહેવામાં આવે છે. દૂધ મજબૂત હાડકાં માટે જરૂરી કેલ્શિયમ પ્રદાન કરે છે. આ સિવાય તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.

આ સિવાય દૂધમાં શરીર માટે જરૂરી ઘણા મિનરલ્સ અને વિટામિન સારી માત્રામાં મળી આવે છે. હૈદરાબાદના ડો.મોહન ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટરના ડાયાબિટોલોજિસ્ટ ડો.ચંદ્રકાંતાએ જણાવ્યું હતું કે દૂધનું સેવન કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે. આ સાથે દૂધના સેવનના ફાયદા પણ જણાવ્યા હતા.

ડો.ચંદ્રકાંતાએ જણાવ્યું હતું કે દૂધમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક અને મેગ્નેશિયમ ખૂબ જ વધારે માત્રામાં મળી આવે છે. આ સિવાય દૂધમાં વિટામિન એ, ડી અને વિટામિન બી12 પણ હોય છે. દૂધનું નિયમિત સેવન હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

દૂધમાં વ્હે અને કેસિઇન પ્રોટીન

વ્હે પ્રોટીન ઝડપથી પચે છે. તે ઝડપથી શોષાઈ જાય છે. લગભગ 30 થી 60 મિનિટની અંદર, જે વર્કઆઉટ પછી રિકવરી માટે યોગ્ય બનાવે છે. વર્કઆઉટ પછી વ્હે પ્રોટીન સ્નાયુઓની રિકવરી અને પ્રોટીન સંશ્લેષણને વેગ આપવા માટે મદદ કરે છે. તે એક પ્રકારના એમિનો એસિડથી સમૃદ્ધ છે, જે આ પ્રક્રિયાને વેગ આપે છે.

કેસિઇન પ્રોટીન

કેસિઇન પ્રોટીનને ધીરે ધીરે પચાવે છે અને છ થી આઠ કલાકમાં એમિનો એસિડ રિલીઝ કરે છે. સ્નાયુઓને સુધારવા અને આખી રાત પ્રોટીનના સ્તરને સ્થિર રાખવા માટે ઊંઘવાના સમય પહેલાં તેને લેવું શ્રેષ્ઠ છે.

શું ડેરી પ્રોટીન ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે?

ડો.ચંદ્રકાંતાએ કહ્યું કે એ વાત સાચી છે ડેરી પ્રોટીન, ખાસ કરીને કેસિઇન, તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ કરી શકે છે, જે વજન કંટ્રોલ કરવામાં અસરકારક છે. દૂધમાં રહેલું કેલ્શિયમ ચરબી-સંગ્રહિત હોર્મોન્સને દબાવી દે છે. તે સ્નાયુઓની સુરક્ષા પણ કરે છે. આ સાથે, તે ઝિંક, કેલ્શિયમ અને વિટામિન ડી જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો પ્રદાન કરે છે, જે હોર્મોનલ સ્વાસ્થ્ય અને હાડકાની મજબૂતી માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો – રુમ હિટર કે બ્લોઅર વગર રુમને કેવી રીતે ગરમ રાખવો? વીજળીની બચત માટે અપનાવો આ દેશી જુગાડ

દૂધ, દહીં અને ચીઝ જેવા સંપૂર્ણ ડેરી ફુડ્સમાં પ્રોબાયોટિક્સ, તંદુરસ્ત ચરબી અને આવશ્યક પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને પાચનક્રિયા સારી રહે છે. દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી નો સારો સ્ત્રોત છે. જે પાચનમાં સુધારો કરવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પનીર પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે સ્નાયુઓનું નિર્માણ અને હાડકાના વિકાસમાં મદદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ