/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Never-Reheat-These-5-Foods.jpg)
આ ફુડ્સને ફરીથી ગરમ કરી ના ખાવા જોઈએ (તસવીર - ફ્રીપિક)
Never Reheat These 5 Foods : કામની વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. ભાગદોડ ભર્યા જીવનમાં તમે તમારા દિવસની શરૂઆત સવારના નાસ્તામાં બ્રેડ, બટર, મેગી, સેન્ડવિચ જેવા રેડીમેડ ફૂડ્સ ખાવાથી કરો છો. આ સિવાય દિવસ દરમિયાન વારંવાર રસોઈ બનાવવાને બદલે તેઓ એક સમયે વધુ ખોરાક બનાવી લે છે અને વધેલા ખોરાકને ફરીથી ગરમ કરીને ભૂખ લાગે ત્યારે ખાઇ લેશે. પરંતુ કેટલાક એવા ખોરાક છે જે વારંવાર ગરમ કરવાથી લાભ મેળવવાને બદલે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
સામાન્ય રીતે જ્યારે ખાવાનું બચે ત્યારે લોકો તેને ફેંકવાના બદલે ફરીથી ગરમ કરીને ખાઈ જાય છે. આ આદત સ્વાદ તો બગાડે જ છે સાથે જ સ્વાસ્થ્ય ઉપર પણ તેની ગંભીર અસર પડી શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેટલાક ખોરાક એવા છે જેને ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં એવા કંપાઉન્ડ્સ બને છે જે ફૂડ પોઇઝનિંગ, પેટમાં ગરબડ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધારી શકે છે. ગાઝિયાબાદની મણિપાલ હોસ્પિટલના ન્યૂટ્રિશન એન્ડ ડાયેટિક્સના હેડ ડો.અદિતિ શર્માએ જણાવ્યું હતું કે કે કયા ફુડ્સને ગરમ કરીને ના ખાવો જોઈએ અને જો તમે તેમ ન કરો તો સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે.
પાલક
પાલકને ફરીથી ગરમ કરીને ખાવી જોઈએ નહીં. પાલકમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે પાલકને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે નાઇટ્રેટ નાઇટ્રાઇટમાં ફેરવાય છે, જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે. નાઇટ્રાઇટ શરીરમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. પાલક હંમેશા તાજા બનાવીને જ ખાવા જોઈએ.
ઈંડા
ઇંડાને પણ વારંવાર ગરમ ન કરવા જોઈએ. ઈંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે બાફેલા કે તળેલા ઈંડાને ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા પ્રોટીનની સંરચના બદલાઈ જાય છે અને તે ટોક્સિન્સમાં ફેરવાઈ શકે છે. ફરી ગરમ કરેલા ઈંડા ખાવાથી પેટમાં ગેસ, એસિડિટી અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો - ખાલી પેટ ક્યારેય ના ખાવ આ 10 વસ્તુઓ, પડી શકે છે ખતરનાક સાઇડઇફેક્ટ, જાણો કેવી રીતે
ચોખા
રાંધેલા ચોખાને ફરીથી ગરમ ન કરવા જોઈએ, કારણ કે જો ચોખાને ફરીથી ગરમ કરવામાં આવે તો તે બેસિલસ સેરસ નામના બેક્ટેરિયાને પનપી શકે છે. આ બેક્ટેરિયા ચોખાને ગરમ કર્યા પછી પણ ટકી શકે છે અને પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.
બટાટા
બટાકાને વારંવાર ગરમ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. બટાકાને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલ સ્ટાર્ચ ખરાબ થઈ શકે છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. બટાટાને ફરીથી ગરમ કરીને ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. આ સિવાય પેટ સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
મશરુમ
જો ફ્રેશ મશરૂમનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મશરૂમને ફરીથી ગરમ કરીને ના ખાવી જોઈએ, કારણ કે મશરૂમ પ્રોટીન અને મિનરલ્સનો ઉત્તમ સ્રોત છે, પરંતુ જ્યારે તેને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના પોષક તત્વો તૂટી જાય છે અને શરીર માટે હાનિકારક બની શકે છે. જો મશરૂમને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે અને પછી તેને ફરીથી ગરમ કરવામાં આવે તો તેનાથી પાચનની સમસ્યા અને એલર્જીક રિએક્શન આવી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us