સ્માર્ટફોન આંખો સાથે મગજ ઉપર પણ કરે છે અસર, જાણો કેટલા દૂરથી ફોન ચલાવવો સુરક્ષિત

Health News Gujarati : નિષ્ણાતોના મતે ફોન ઓપરેટ કરવાનું અંતર અને સમયનું યોગ્ય ધ્યાન ન લેવાથી ઊંઘની સમસ્યા, તણાવ, યાદશક્તિની નબળાઈ અને દૃષ્ટિ પર ખરાબ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે

Written by Ashish Goyal
Updated : October 28, 2025 22:07 IST
સ્માર્ટફોન આંખો સાથે મગજ ઉપર પણ કરે છે અસર, જાણો કેટલા દૂરથી ફોન ચલાવવો સુરક્ષિત
ફોનનો વધુ પડતો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડે છે (તસવીર - ફ્રીપિક)

Health News Gujarati : આજના સમયમાં મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. સવારે ઉઠતાની સાથે જ અને રાત્રે ઊંઘતા પહેલા પણ છેલ્લી વાર લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે, પરંતુ ફોનનો ઉપયોગ આંખોની સાથે સાથે શરીરના અન્ય ભાગો માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે. સ્માર્ટફોનના કારણે આજના સમયમાં લોકોની આંખો વધુને વધુ નબળી પડી રહી છે. આવી સ્થિતિમાં દરેકને ખબર હોવી જોઈએ કે આંખ અને સ્માર્ટફોન વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ અને જો તમે આવું ન કરો તો તેની સ્વાસ્થ્ય પર શું અસર પડે છે.

અભ્યાસ હોય, ઓફિસનું કામ હોય કે મનોરંજન દરેક જગ્યાએ સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો છે, પરંતુ ફોનનો વધુ પડતો ઉપયોગ માત્ર આંખોને જ નહીં પરંતુ મગજને પણ નુકસાન પહોંચાડે છે. પ્રસાદ નેત્રાલયના એક અહેવાલ અનુસાર મોબાઇલ ફોનમાંથી નીકળતી બ્લુ લાઇટ આંખો અને રેટિના માટે જોખમી હોઈ શકે છે, કારણ કે તે કોર્નિયા અને લેન્સ દ્વારા અવરોધિત નથી, તેથી તે એકદમ હાનિકારક છે.

નિષ્ણાતોના મતે ફોન ઓપરેટ કરવાનું અંતર અને સમયનું યોગ્ય ધ્યાન ન લેવાથી ઊંઘની સમસ્યા, તણાવ, યાદશક્તિની નબળાઈ અને દૃષ્ટિ પર ખરાબ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આંખો પર અસર

લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી આંખો પર સીધી અસર પડે છે. ફોનની સ્ક્રીનને ધ્યાનથી જોવાથી આંખો પર દબાણ આવે છે. ફોનથી નીકળતી બ્લૂ લાઈટના કારણે આંખોમાં ડ્રાયનેસ, બળતરા, ઝાંખાપણું અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ વધી જાય છે. જેના કારણે આંખો નબળી પડવા લાગે છે.

આ પણ વાંચો – મન શાંત થશે, ગાઢ ઊંઘ આવશે, રાત્રે શાંતિથી સૂવા માંગો છો તો સદગુરુના આ 3 ફોર્મ્યુલા ફોલો કરો

કેટલા દૂરથી ફોનને ઓપરેટ કરવો સુરક્ષિત?

સામાન્ય રીતે લોકો ફોનને નજીકથી જુએ છે. લોકો તેને ચહેરાથી લગભગ 8 ઇંચ દૂર રાખે છે. ફોનનો નજીકથી ઉપયોગ કરવો આંખો માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. આંખના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મોબાઈલનો ઉપયોગ હંમેશા 40થી 50 સેન્ટીમીટર એટલે કે લગભગ 16-20 ઈંચથી દૂર જ કરવો જોઈએ.

મગજ પર અસરો

ફોનનો વધુ પડતો ઉપયોગ આંખો તેમજ મગજ માટે હાનિકારક છે. સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયેશન અને સતત સ્ક્રીનને જોતા મગજને અસર કરે છે. આ મગજની કામગીરી અને ન્યુરોલોજીકલ આરોગ્યને અસર કરે છે. આ સાથે ફોનનો વધુ પડતો ઉપયોગ ઊંઘમાં ખલેલ, ચીડિયાપણું અને તણાવ, એકાગ્રતા અને યાદશક્તિની કમી વગેરેનું કારણ બની શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ