/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/raspberry-health-benefits.jpg)
Strawberry Benefits : સ્ટ્રોબેરીના ફાયદા જાણો
Strawberry Benefits : સ્ટ્રોબેરી તેના ચમકીલા રંગ અને ખાટા-મીઠા સ્વાદને કારણે દરેકને પસંદ આવે છે. તે માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ ફળ છે. પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર સ્ટ્રોબેરી શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ ફળ હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા, પાચન, વજન કંટ્રોલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સ્ટ્રોબેરીને તાજા, ફ્રોઝન અથવા મીઠાઈઓ અને સ્મૂધીઝના રૂપમાં આહારમાં સામેલ કરી શકાય છે. આ જ કારણ છે કે ન્યૂટિયન નિષ્ણાતો તેને સંતુલિત આહારનો આવશ્યક ભાગ માને છે. ચાલો સ્ટ્રોબેરી ખાવાના ફાયદા જાણીએ.
સ્ટ્રોબેરી શું છે?
સ્ટ્રોબેરી નાના, ગોળાકાર અને રસદાર ફળો છે, જે સામાન્ય રીતે લાલ રંગમાં દેખાય છે. જોકે તે કાળા, જાંબલી અને પીળા રંગમાં પણ મળે છે. આ ગુલાબ પરિવારના છોડ પર ઉગે છે અને તે ઘણા નાના દાણાથી મળીને બને છે, જેમાં બીજ હોય છે. સ્ટ્રોબેરીમાં પોષક તત્વો ભરપૂર હોય છે. તેમાં સારી માત્રામાં ફાઇબર, વિટામિન સી, વિટામિન કે, એન્ટીઓકિસડન્ટ અને મેંગેનીઝ હોય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
એન્ટીઓકિસડન્ટથી ભરપૂર ફળ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્ટ્રોબેરી માં વિટામિન સી, વિટામિન ઇ, એન્થોસાયનિન અને એલાજિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઓકિસડન્ટો હોય છે. તેઓ શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે, જે કોશિકાઓને નુકસાન પહોંચાડે છે અને ગંભીર રોગોનું કારણ બની શકે છે. એન્થોસાયનિન સ્ટ્રોબેરી ને તેનો સુંદર લાલ રંગ આપે છે અને આરોગ્યનું રક્ષણ કરે છે.
પાચન અને પેટ માટે ફાયદાકારક
સ્ટ્રોબેરી ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. એક કપ સ્ટ્રોબેરી માં લગભગ 8 ગ્રામ ફાઇબર જોવા મળે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે, કબજિયાતથી રાહત આપે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેમના માટે સ્ટ્રોબેરી એક હેલ્ધી નાસ્તો હોઈ શકે છે.
હૃદયની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે
સ્ટ્રોબેરી ને હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ્સ હૃદય રોગોનું જોખમ ઘટાડે છે. ફાઇબર ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જ્યારે પોટેશિયમ બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે. સ્ટ્રોબેરી નિયમિતપણે ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે.
આ પણ વાંચો - ભોજન પછી 15 મિનિટ ચાલવું કેમ છે જરુરી? સ્વાસ્થ્યને મળે છે આ જોરદાર ફાયદા
ત્વચાને સુંદર અને યુવાન રાખે
રાસબેરી ત્વચા માટે પણ વરદાનથી ઓછી નથી. તેમાં હાજર વિટામિન સી કોલેજન વધારવામાં મદદ કરે છે, જેનાથી ત્વચામાં ચમક આવે છે અને કરચલીઓ ઘટાડે છે. આ ઉપરાંત એન્ટીઓકિસડન્ટ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી પણ સુરક્ષિત રાખે છે.
વજન અને મગજ બંને માટે ફાયદાકારક છે
ઓછી કેલરી અને હાઈ ફાઇબરને કારણે સ્ટ્રોબેરી વજન ઘટાડવામાં મદદ કરે છે. તે મીઠા ખાવાની ક્રેવિંગને હેલ્ધી રીતે પૂર્ણ કરે છે. આ સિવાય સ્ટ્રોબેરીમાં હાજર એન્ટીઓકિસડન્ટ્સ મગજના કોષોનું રક્ષણ કરે છે, જે યાદશક્તિ અને વિચારવાની ક્ષમતામાં સુધારો કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us