સારા અલી ખાને આ રીતે ઘટાડ્યું હતું 45 કિલો વજન, આ 2 વસ્તુઓથી બનાવી હતી દૂરી, જાણો ડેઇલી રુટિન

Sara Ali Khan Secret Diet : સારા અલી ખાને પોતાનું વજન 96 કિલોથી ઘટાડીને 51 કિલો કરી દીધું છે. આજે તેના વજન ઘટાડવાની કહાની અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. સારાએ પોતાની લાઈફસ્ટાઈલથી લઈને ડાયટમાં ઘણા ફેરફઆર કર્યા અને સખત મહેનત કરીને વજન ઓછું કર્યું છે

Written by Ashish Goyal
Updated : July 31, 2025 23:28 IST
સારા અલી ખાને આ રીતે ઘટાડ્યું હતું 45 કિલો વજન, આ 2 વસ્તુઓથી બનાવી હતી દૂરી, જાણો ડેઇલી રુટિન
અભિનેત્રી સારા અલી ખાનની વેઇટ લોસ જર્ની (Source: Sara Ali Khan/@saraalikhan95)

Sara Ali Khan Secret Diet : પ્રશંસકોની નજરમાં કોઇ પણ અભિનેત્રીની સુંદરતા, સ્ટાઇલ અને ફિટનેસ ચર્ચાનો વિષય હોય છે, પરંતુ આ બધાની પાછળ કેટલો સંઘર્ષ, મહેનત અને શિસ્ત છુપાયેલી છે તેનો અંદાજો આપણે લગાવી શકતા નથી. થોડા વર્ષો પહેલા સારા અલી ખાન પોતાના વધતા વજનના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હતી. તેનું વજન વધીને 96 કિલો થઈ ગયું હતું અને આ કારણે તે માત્ર શારીરિક પીડા જ નહીં પરંતુ માનસિક દબાણનો પણ સામનો કરી રહી હતી. પરંતુ સારા અલી ખાને ક્યારેય હાર ન માની અને ડોક્ટર્સ અને ફિટનેસ ટ્રેનર્સની મદદથી વજન પણ ઘટાડ્યું હતું.

એકસમયે સારા અલી ખાનનો વજન 96 કિલો હતો. જે તેણે ઘટાડીને 51 કિલો કરી દીધું હતું. આજે તેના વજન ઘટાડવાની કહાની અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. સારાએ પોતાની લાઈફસ્ટાઈલથી લઈને ડાયટમાં ઘણા ફેરફઆર કર્યા અને સખત મહેનત કરીને વજન ઓછું કર્યું છે.

યોગ અને પિલેટ્સની મદદથી મેળવ્યો ટોન્ડ લુક

સારા અલી ખાને વજન ઘટાડવા માટે યોગ અને પિલેટ્સને પોતાના વર્કઆઉટ રૂટિનમાં સામેલ કર્યા હતા. આ બંને કસરતોએ તેમની ફેક્સિબિલિટીમાં સુધારો કર્યો અને તેના સ્નાયુઓને ટોન કર્યા છે. પિલેટ્સે તેની કોર સ્ટ્રેન્થમાં પણ સુધારો કર્યો છે, જેના કારણે વર્કઆઉટ દરમિયાન થાક ઓછો થયો છે. સારાનું કહેવું છે કે નિયમિત યોગાભ્યાસથી તેને માનસિક શાંતિ પણ મળી છે, જે તેની વજન ઘટાડવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું રહ્યું છે.

આ પણ વાંચો – ખુશી મુખર્જી કાસ્ટિંગ કાઉચ; આવી ઘણી ઓફર આવતી રહે છે, પરંતુ બધું આપણી ઉપર છે…

સકારાત્મક વિચાર

સારા અલી ખાનના મતે તેની ફિટનેસ જર્નીમાં પોઝિટિવ થિન્કિંગ ખૂબ જ જરૂરી છે. શરૂઆતમાં તેને વજન ઉતારવું લગભગ અશક્ય લાગતું હતું, પરંતુ તે રોજ નાના-નાના ગોલ નક્કી કરતી હતી. તે દરરોજ પોતાને થોડી-થોડી બહેતર બનાવી હતી અને આ સકારાત્મક વલણથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. સારાનું માનવું છે કે જો મન મજબૂત હોય તો શારીરિક બદલાવ લાવવો મુશ્કેલ નથી.

જંક ફૂડ અને ખાંડથી દૂરી બનાવી

સારા અલી ખાનના ડાયટમાં પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ્સે ખાસ ભૂમિકા ભજવી હતી. તેણે વજન ઘટાડતી વખતે જંક ફૂડ અને ખાંડથી સંપૂર્ણપણે દૂર રહેવાનું નક્કી કર્યું હતું. સવારના નાસ્તામાં તે ઈંડાં કે ઈડલી ખાતી હતી, જ્યારે લંચમાં સાદાં દાળ-ભાત અને રાત્રે હળવું ભોજન એ તેનો નિયમ હતો. આ સંતુલિત આહારને કારણે તેનું વજન તો ઘટ્યું જ પણ સાથે સાથે તેને જરૂરી ઊર્જા અને પોષણ પણ મળ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ