શાહરુખ ખાન 59 વર્ષની ઉંમરે પણ હેલ્ધી અને યંગ દેખાવવા માટે આ 4 વસ્તુઓનું કરે છે સેવન, જાણો ફાયદા

Health News Gujarati : બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ ખાન 59 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ અને યંગ લુકથી લાખો ચાહકોને આશ્ચર્યચકિત કરી દે છે. શાહરૂખે પોતાનો ડાયેટ પ્લાન જાહેર કર્યો

Written by Ashish Goyal
Updated : September 27, 2025 20:01 IST
શાહરુખ ખાન 59 વર્ષની ઉંમરે પણ હેલ્ધી અને યંગ દેખાવવા માટે આ 4 વસ્તુઓનું કરે છે સેવન, જાણો ફાયદા
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન 59 વર્ષ પણ એકદમ ફિટ છે (તસવીર - ફ્રીપિક)

Health News Gujarati : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન 59 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ અને યંગ લુકથી લાખો ચાહકોને આશ્ચર્યચકિત કરી દે છે. શાહરૂખે પોતાનો ડાયેટ પ્લાન જાહેર કર્યો હતો. તેણે કહ્યું કે તે તેના ડેઇલી ભોજનમાં સ્પ્રાઉટ્સ, ગ્રિલ્ડ ચિકન, બ્રોકોલી અને થોડી માત્રામાં દાળનો સમાવેશ કરે છે. આ એક સરળ ખોરાક છે અને આ આહારની પેટર્ન તેની ત્વચા અને ઉર્જાનું રહસ્ય છે.

ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ ડો.પોલ મણિક્કમના જણાવ્યા અનુસાર શાહરૂખ ખાનનો આહાર પોષણથી ભરપૂર છે, જે તેને સ્વસ્થ, ફિટ અને યુવાન રાખવામાં મદદ કરે છે. ગ્રિલ્ડ ચિકન, બ્રોકોલી, સ્પ્રાઉટ્સ અને દાળ જેવી વસ્તુઓ માત્ર ઊર્જા જ આપતી નથી, પરંતુ આંતરડાના સ્વાસ્થ્ય, સ્નાયુઓની મજબૂતી અને ત્વચાની ચમક માટે પણ અસરકારક છે.

ગ્રિલ્ડ ચિકન

પાલના જણાવ્યા અનુસાર શાહરૂખના આહારમાં ગ્રીલ્ડ ચિકન સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તે લીન પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે. આપણી ઉંમર સાથે સ્નાયુઓને સુધારવા અને મજબૂત કરવા માટે પ્રોટીન જરૂરી છે. 100 ગ્રામ ગ્રિલ્ડ ચિકનમાં લગભગ 30 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને ઉર્જાનું સ્તર જાળવી રાખે છે. ચિકન સરળતાથી પચી જાય છે અને સંતુલિત આહારમાં બંધબેસે છે, શરીરને તાકાત પૂરી પાડે છે અને ઉંમર સાથે થતી સ્નાયુઓની નબળાઈને ઘટાડે છે.

બ્રોકોલી

શાહરૂખની પ્લેટમાં સામેલ બ્રોકોલીમાં ફાઇબર, વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. તેમાં હાજર ફાઇબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને અટકાવે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ શરીરમાં સજુન ઘટાડે છે અને ત્વચાને સ્વસ્થ ચમક આપે છે. આંતરડાની વધુ સારી તંદુરસ્તી શરીરમાં બળતરા ઘટાડે છે અને ઉંમર વધવાના લક્ષણ મોડેથી દેખાય છે.

આ પણ વાંચો – શું 3 અઠવાડીયાનું વાસી પાણી પીવું જોઈએ કે નહીં? જાણો તેની શરીર પર શું પડે છે અસર

ફણગાવેલા કઠોળ

પાલના જણાવ્યા અનુસાર ફણગાવેલા કઠોળ વિટામિન્સ, મિનરલ્સ અને ડાઇજેસ્ટિવ એેંઝાઇમ્સથી ભરપૂર હોય છે. તે સરળતાથી પચી જાય છે અને શરીરને જરૂરી પોષણ આપે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ કોષોને ફ્રી-રેડિકલ નુકસાનથી બચાવીને એન્ટિ-એજિંગમાં મદદ કરે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી ઉર્જાનું સ્તર વધે છે અને શરીર લાંબા સમય સુધી સક્રિય રહે છે.

દાળ

શાહરૂખ તેના આહારમાં થોડી માત્રામાં દાળનો સમાવેશ કરે છે. દાળમાં પ્લાન્ટ પ્રોટીન, ફાઇબર અને મિનરલ્સ હોય છે, જે સંતુલિત આહાર માટે જરૂરી છે. તે આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને પાચનને સ્વસ્થ રાખે છે. એનિમલ પ્રોટીન ઓછું કરવા માંગતા લોકો માટે દાળ એ એક તંદુરસ્ત અને ટકાઉ વિકલ્પ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ