/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/foods.jpg)
સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે દિવસની શરૂઆત સ્વસ્થ હોવી ખૂબ જ જરૂરી છે (તસવીર - ફ્રીપિક)
Health News Gujarati : સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે દિવસની શરૂઆત સ્વસ્થ હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આખો દિવસ કામ કરવા માટે શરીરને ઊર્જાની જરૂર હોય છે. દિવસની શરૂઆત હેલ્ધી થાય તે માટે તમે ખાલી પેટે શું ખાઈ રહ્યા છો તે સૌથી મહત્વનું છે. સવારે પેટ ખાલી હોય ત્યારે શરીરનું પાચનતંત્ર અત્યંત સંવેદનશીલ હોય છે.
આવી સ્થિતિમાં ખાલી પેટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તેની ખૂબ કાળજી લેવી જોઈએ, કારણ કે જો તમે ખાલી પેટે કંઈપણ ખોટું ખાવ છો તો એસિડિટી, ગેસ, કબજિયાત, પેટનું ફૂલવું અને મેટાબોલિઝમને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. ડાયટિશિયન પ્રિયા મિત્તલે કેટલાક એવા ફૂડ્સ જણાવ્યા છે જે ખાલી પેટે ન ખાવા જોઈએ.
ડાયટિશિયન પ્રિયા મિત્તલના જણાવ્યા અનુસાર કેટલાક સામાન્ય ખોરાક કે જેને આપણે હેલ્ધી માનીએ છીએ. જોકે તેને જો ખાલી પેટે ખાવામાં આવે તો તે નુકસાનકારક બની શકે છે. કારણ કે, આપણે જે પણ ખાઈએ છીએ તે પહેલા પેટને અસર કરે છે. આજના સમયમાં ખરાબ ખાનપાનની આદતો અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે પેટની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં, ખાલી પેટે ખાવાની ખાસ કાળજી લેવી જોઈએ.
ફળો
નારંગી, સંતરા અને અનાનસ જેવા ખાળા ફળોનું સેવન વહેલી સવારે ખાલી પેટે ટાળવું જોઈએ. ખાટા ફળોમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેને ખાલી પેટે ખાવાથી ગેસ, છાતીમાં બળતરા અને પેટના અસ્તરને નુકસાન થઈ શકે છે.
ટામેટા
ખાલી પેટ હોય ત્યારે ટામેટા ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. ટામેટાંમાં ટેનિક એસિડ હોય છે, જે પેટની એસિડિટી વધારી શકે છે અને અલ્સરનો ખતરો પણ પેદા કરે છે.
કેળા
આમ તો કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ખાલી પેટે કેળા ખાવાથી બચવું જોઈએ. તેને ખાલી પેટે ખાવાથી શરીરમાં અચાનક મેગ્નેશિયમની માત્રા વધી જાય છે, જે હૃદયને અસર કરી શકે છે.
ઠંડી વસ્તુઓ
સવારે ખાલી પેટ ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો. ફ્રિજનું પાણી કે જ્યૂસ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ખાલી પેટે ઠંડી વસ્તુઓ લેવાથી પાચનક્રિયા નબળી પડે છે અને પાચનક્રિયા બાધિત થઇ શકે છે.
આ પણ વાંચો - શ્રાવણ મહિનામાં કીડીઓને મારશો નહીં, આ ઘરેલું ઉપાયથી કિચન કે ઘરમાંથી દૂર કરો
મીઠાઈ કે શુગરથી ભરેલા ફુડ
સવારે ખાલી પેટે મીઠાઈ કે શુગરથી ભરેલા ખોરાક ખાવાનું ટાળો. વહેલી સવારે ખાલી પેટે ખાંડનું સેવન કરવાથી લોહીમાં શુગરના સ્તરમાં અચાનક વધારો થઈ શકે છે, જેના કારણે ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડરનું જોખમ વધી શકે છે.
કોફી અથવા ચા
ખાલી પેટે ચા કે કોફી પીવાનું ટાળો. આનાથી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે. ચા માં રહેલું ટેનિક એસિડ પેટના અસ્તરને નુકસાન પહોંચાડે છે.
દહીં
ખાલી પેટે દહીંનું સેવન ન કરવું જોઈએ. ખાલી પેટે દહીં ખાવાથી પેટમાં રહેલા એસિડને નુકસાન થાય છે અને ફાયદાકારક બેક્ટેરિયાનો નાશ થાય છે.
મસાલેદાર અથવા તૈલી ખોરાક
તીખી કે તળેલી વસ્તુઓને સવારે ખાલી પેટે ટાળવી જોઇએ, કારણ કે તેનાથી પેટના પટલ પર ખરાબ અસર પડે છે અને એસિડ રિફ્લક્સ કે ગેસની સમસ્યા થઇ શકે છે.
સોડા અથવા ઠંડા પીણા
ખાલી પેટ સોડા અથવા ઠંડા પીણા પીવાનું ટાળો. તેમાં રહેલ કાર્બન ડાયોક્સાઈડ અને એસિડ પેટની અંદર એસિડનું સ્તર વધારી દે છે અને પેટમાં દુખાવો, સોજો કે અલ્સર થવાની સંભાવના પણ હોઈ શકે છે.
કાચી શાકભાજી
કાચા શાકભાજી ખાલી પેટે ન ખાવા જોઈએ. કાચા શાકભાજીમાં એવા ઘટકો હોય છે જે ખાલી પેટ પર પચવામાં મુશ્કેલ હોય છે અને ગેસ અથવા પેટ ફૂલવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us