નાળિયેર પાણી પીધા પછી ભૂલથી પણ આ 5 વસ્તુઓ ના ખાવ, શરીર પર ઝેરની જેમ થઇ શકે છે અસર

Health News Gujarati : ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહના જણાવ્યા અનુસાર નાળિયેર પાણી પીધા બાદ તરત જ અમુક ફૂડનું સેવન કરવાથી પાચનક્રિયા અને બ્લડ શુગર લેવલ ખરાબ થઈ શકે છે

Health News Gujarati : ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહના જણાવ્યા અનુસાર નાળિયેર પાણી પીધા બાદ તરત જ અમુક ફૂડનું સેવન કરવાથી પાચનક્રિયા અને બ્લડ શુગર લેવલ ખરાબ થઈ શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
coconut water, નાળિયેર પાણી

તુ નાળિયેર પાણી બાદ તરત જ કેટલીક વસ્તુઓથી ખાવાથી બચવું જોઇએ (તસવીર - ફ્રીપિક)

Health News Gujarati : નાળિયેરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ નાળિયેર પાણી બાદ તરત જ કેટલીક વસ્તુઓથી ખાવાથી બચવું જોઇએ. જો તમે આમ ન કરો તો તે શરીર પર ઝેરની જેમ કામ કરી શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ વધી શકે છે.

Advertisment

હાઇડ્રેશન અને એનર્જી માટે નાળિયેર પાણીને બેસ્ટ ડ્રિંક માનવામાં આવે છે. ડોકટરો પણ ઘણા રોગોમાં નાળિયેર પાણી પીવાની ભલામણ કરે છે. વરસાદની ઋતુમાં મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયા વગેરે વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં નાળિયેર પાણી પીવાથી ખૂબ જ લાભ થાય છે અને આ બીમારીઓમાંથી બહાર નીકળવામાં પણ મદદ મળે છે.

નાળિયેર પાણીના પોષકતત્વો

નાળિયેર પાણીમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ શરીરને તરત જ તાજગી અને ઊર્જાવાન બનાવે છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. નાળિયેર પાણીમાં વિટામિન સી, વિટામિન ઇ, આયર્ન, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય એમિનો એસિડ, સોડિયમ, એન્ટિઓક્સિડન્ટ્સ પણ સારી માત્રામાં હોય છે.

પરંતુ જો તેને પીધા પછી કેટલીક ખોટી વસ્તુઓ ખાવામાં આવે તો તે તેના સ્વાસ્થ્ય લાભોને દૂર કરી શકે છે તેમજ શરીર પર નકારાત્મક અસર પણ કરી શકે છે. ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહના જણાવ્યા અનુસાર નાળિયેર પાણી પીધા બાદ તરત જ અમુક ફૂડનું સેવન કરવાથી પાચનક્રિયા અને બ્લડ શુગર લેવલ ખરાબ થઈ શકે છે.

Advertisment

નમકીન અને ચિપ્સ

નાળિયેર પાણી શરીરમાં સોડિયમ અને પોટેશિયમને સંતુલિત કરે છે, પરંતુ નાળિયેર પાણી પીધા પછી તરત જ વધુ મીઠાવાળી વસ્તુઓ ખાવી નુકસાનકારક હોઈ શકે છે. આ ઇલેક્ટ્રોલાઇટ સંતુલનનું બેલેન્સ બગાડી શકે છે, જે બ્લડ પ્રેશર અને ડિહાઇડ્રેશનની સમસ્યાઓ તરફ દોરી શકે છે.

આ પણ વાંચો - પંચામૃત અને ચરણામૃતમાં શું છે અંતર? શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણો આ બન્નેની બનાવવાની રીત

દૂધ અથવા ડેરી ઉત્પાદનો

નાળિયેર પાણી પછી તરત જ દૂધ, દહીં અથવા પનીર જેવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. આમ કરવાથી પાચન તંત્ર ખરાબ થઈ શકે છે અને પાચન તંત્ર પર વધુ દબાણ આવી શકે છે. આ સિવાય ગેસ, પેટમાં દુખાવો કે અપચો થવાની સમસ્યા થઈ શકે છે.

ઠંડુ પાણી અથવા બરફનું પીણું

નાળિયેરનું પાણી કુદરતી રીતે કુલિંગ કરે છે. આવી સ્થિતિમાં નાળિયેર પાણી પીધા પછી તરત જ ઠંડુ પાણી અથવા બરફના પીણાં પીવાથી નુકસાન થઈ શકે છે. કારણ કે ઠંડી વસ્તુઓ પીવાથી ગળામાં દુખાવો થાય છે અને પાચનક્રિયા નબળી પડે છે.

મીઠાઈઓ અને શુગરવાળી વસ્તુઓ

નાળિયેરના પાણીમાં કુદરતી ખાંડ હોય છે. આવી સ્થિતિમાં નાળિયેર પાણી પીધા પછી તરત જ કંઈપણ ગળ્યું ખાવાનું ટાળો. જેનાથી શરીરમાં વધુ પડતી મીઠાશ આવી શકે છે, જેનાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

તળેલી વસ્તુઓ

નાળિયેર પાણી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં આ પછી તરત જ તળેલી વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેનાથી પાચનની સમસ્યા થઈ શકે છે.

જીવનશૈલી health tips