આ ફળો કે શાકભાજીને ફ્રિજમાં ના રાખો, પડી શકે છે મોંઘું, જોઇ લો લિસ્ટ

કેટલાક ફળો અને શાકભાજી છે જેને ભૂલીને ફ્રિજમાં સ્ટોર ન કરવા જોઈએ. જો તમે તેને ફ્રિજમાં રાખો છો તો તેનાથી સામાનમાં ઝેરી ઝેરીલા પદાર્થ પેદા થઇ શકે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે

Written by Ashish Goyal
November 17, 2025 23:46 IST
આ ફળો કે શાકભાજીને ફ્રિજમાં ના રાખો, પડી શકે છે મોંઘું, જોઇ લો લિસ્ટ
કેટલાક ફળોને ફ્રિજમાં સ્ટોર ન કરવા જોઈએ (તસવીર - ફ્રીપિક)

Foods That Should Not Be Refrigerated : ફ્રિજનો ઉપયોગ સામાન્ય રીતે ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે. ઘણી વખત લોકો બજારમાંથી એક સાથે ફળો અને શાકભાજી ખરીદે છે અને તેને ફ્રિજમાં સાથે રાખે છે.

શું તમે જાણો છો કે ફ્રિજમાં ફળો અને શાકભાજીનો સંગ્રહ કરવો નુકસાનકારક હોઈ શકે છે? જી હા, કેટલીક એવી વસ્તુઓ છે જેને ફ્રિજમાં ન રાખવી જોઈએ. તેમને ફ્રિજમાં રાખવાથી ફ્રેશ રહેવાને બદલે બગડી શકે છે. સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જેને ફ્રિજમાં સ્ટોર ન કરવી જોઈએ. તેમને સંગ્રહિત કરીને બાદમાં ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કેટલાક ફળો અને શાકભાજી છે જેને ભૂલીને ફ્રિજમાં સ્ટોર ન કરવા જોઈએ. જો તમે તેને ફ્રિજમાં રાખો છો તો તેનાથી સામાનમાં ઝેરી ઝેરીલા પદાર્થ પેદા થઇ શકે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

આ શાકભાજી ફ્રિજમાં સ્ટોર ના કરવા

  • કાચા બટાકા : કાચા બટાકાને ફ્રિજમાં સ્ટોર કરવાથી તેનો સ્વાદ બદલાઈ શકે છે. તેને ફ્રિજમાં રાખવાથી હાનિકારક પદાર્થ ઉત્પન્ન થાય છે.

  • લસણ : લસણને ક્યારેય પણ રેફ્રિજરેટરમાં સ્ટોર ન કરવું જોઈએ. સાથે જ કેટલાક લોકો બજારમાંથી છાલ ઉતારેલું લસણ લાવીને ફ્રિજમાં સ્ટોર કરી દે છે. તે હાનિકારક પણ છે.

આ પણ વાંચો – હાઇ પ્રોટીન બ્રેકફાસ્ટ માટે એકસાથે મિલાવીને ખાવ આ વસ્તુઓ, જીમથી લઇને ઓફિસ જનાર ધ્યાન આપે

  • ડુંગળી : ડુંગળીને ફ્રિજમાં રાખવાથી તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં ફેરવાઇ જાય છે અને તેમાં ફંગસ લાગી જાય છે. અડધી સમારેલી ડુંગળીને પણ ફ્રિજમાં રાખવી જોઈએ નહીં.

  • રાંધેલા ભાતને ક્યારેય ફ્રિજમાં ન રાખવા જોઈએ.

  • કેળાને ફ્રિજમાં ન રાખવા જોઈએ. તેની ત્વચા કાળી પડી જાય છે અને સ્વાદ બગડે છે.

  • સંતરા, લીંબુ, મોસંબી જેવા ખાળો ફળોને ફ્રિજમાં ન રાખવા જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ