/indian-express-gujarati/media/media_files/2026/01/06/easy-exercises-at-home-2026-01-06-23-15-27.jpg)
તમે જીમમાં જવા માંગતા ન હોય તો ઘરે જ કેટલીક કસરતો કરી શકો છો Photograph: (chatgpt)
top 5 easy exercises at home : શિયાળામાં અતિશય ઠંડીને કારણે ઘણીવાર સવારે જીમમાં જવું શક્ય બનતું નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો આ ઋતુમાં કસરત કરવાનું બંધ કરી દે છે. ફિટનેસની અવગણના કરવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જોકે તમે જીમમાં જવા માંગતા ન હોય તો ઘરે જ કેટલીક કસરતો કરી શકો છો. આ સાથે તમારે જીમમાં જવાની પણ જરૂર નહીં પડે.
સૂર્ય નમસ્કાર
શિયાળામાં જો તમે જીમમાં ન જઈ શકો તો ઘરે જ સૂર્ય નમસ્કાર કરી શકો છો. ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે સૂર્ય નમસ્કાર એક ઉત્તમ કસરત છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી આખા શરીરની સ્ટ્રેચિંગ થઇ જાય છે. આ કસરત મેટાબોલિઝમને સુધારવામાં પણ મદદ કરે છે. તમે દરરોજ સૂર્ય નમસ્કારના 8 થી 12 રાઉન્ડ કરી શકો છો. તેનાથી શરીરમાં એનર્જી બની રહે છે.
સ્ક્વોટ્સ
તમે ઘરે બેઠા સ્ક્વોટ્સ કરી શકો છો. પગ, જાંઘ અને કમર માટે આ એક સરસ કસરત છે. આ કસરત કરવાથી શરીરના નીચેના ભાગના સ્નાયુઓ મજબૂત બને છે. તમે દરરોજ 15-20 સ્ક્વોટના 2-3 સેટ કરી શકો છો.
જમ્પિંગ જેક
ઘરે હલકી-ફુલકી કાર્ડિયો કસરતો માટે જમ્પિંગ જેક વધુ સારી કસરત છે. આમ કરવાથી શિયાળામાં શરીરને ગરમી મળે છે. દરરોજ 30-40 જમ્પિંગ જેક કરવાથી શરીરમાં સ્ફુર્તી બની રહે છે.
આ પણ વાંચો - શિયાળામાં આ 10 ભારતીય ફૂડ જરુર ખાવા જોઇએ, જાણી લો ફાયદા
પ્લેંક
તમે ઘરે પ્લેંક કસરત પણ કરી શકો છો. આ પેટ, પીઠ અને ખભાના સ્નાયુઓને મજબૂત રાખે છે. આમ કરવાથી પેટની ચરબી ઓછી થાય છે. શરૂઆતમાં 20-30 સેકન્ડ માટે પ્લેંક હોલ્ડ કરો અને ધીમે ધીમે સમય વધારો.
પુશ-અપ્સ
તમે ઘરે પણ પુશ-અપ્સ કરી શકો છો. આ કસરત છાતી, શોલ્ડર, ટ્રાઇસેપ્સ અને કોર સ્નાયુઓને મજબૂત બનાવે છે. જો તમે પ્રથમ વખત પુશ-અપ્સ કરી રહ્યા છો, તો તમે 5-10 રેપ્સના ત્રણ સેટથી પ્રારંભ કરી શકો છો. આ સમય દરમિયાન તમે ઘૂંટણનો સહારો પણ લઇ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us