Health News Gujarati : ગ્રામ્ય વિસ્તારમાં વાસી રોટલી ખાવી નોર્મલ વાત છે. વાસી રોટલીને સવારે દૂધ, ચા કે ગોળ સાથે ખાવાનું ખૂબ જ પસંદ છે, પરંતુ શહેરોમાં વાસી રોટલીનું સેવન ખૂબ જ ઓછું કરવામાં આવે છે. જો કે પ્રાચીન કાળથી આપણા સમાજમાં વાસી રોટલી ખાવાની પરંપરા ચાલી આવે છે. ઘણા લોકોનું માનવું છે કે વાસી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તો કેટલાક લોકો વાસી રોટલીને હાનિકારક માને છે. ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ શ્રેયા ગોયલે સમજાવ્યું કે વાસી રોટલી ખાવાથી આરોગ્ય પર કેવી અસર પડે છે.
ન્યુટ્રિશનિસ્ટ શ્રેયા ગોયલના જણાવ્યા અનુસાર ભારતીય ઘરોમાં વાસી રોટલી ખાવી સામાન્ય વાત છે. ઘણા લોકો રાત્રે અથવા બપોરે બનાવેલી રોટલીઓમાંથી વધે તો તે ઘણીવાર ગાયને ખવડાવી દેવામાં આવે છે અથવા ફેંકી દેવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો વાસી રોટલીમાંથી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને તેને ખાય છે. ચાલો અમે તમને જણાવીએ કે વાસી રોટલી ખાવાથી કયા કયા ફાયદા અને ગેરફાયદા છે.
પાચનમાં સુધારો કરે છે
વાસી રોટલીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. વાસી રોટલીમાં તાજી રોટલી કરતાં વધુ ફાઇબર હોય છે, કારણ કે તે થોડી સુકાઈ જાય છે. તેનાથી પચવામાં સરળતા રહે છે અને કબજિયાત કે ગેસની સમસ્યા દૂર થાય છે. વાસી રોટલીનું સેવન કરવાથી પાચન તંત્રમાં સુધારો થઈ શકે છે.
આ પણ વાંચો – ઘી સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ 4 વસ્તુઓ, શરીરને ફાયદાને બદલે થશે નુકસાન
શરીરને ઠંડક
આયુર્વેદ મુજબ વાસી રોટલીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. તેને ખાવાથી શરીરની ગરમી ઓછી થાય છે. તેથી ઉનાળાની ઋતુમાં ઠંડા દૂધ કે દહીં સાથે વાસી રોટલી ખાવાની પરંપરા રહી છે.
શુગરમાં ફાયદાકારક
વાસી રોટલીમાં સ્ટાર્ચનું બ્રેડકાઉન થઇ ગયું હોય છે, જે તેના ગ્લાયકેમિક ઇન્ડેક્સને સહેજ ઘટાડે છે. નિષ્ણાતોનું માનવું છે કે તાજા રોટલીની સરખામણીમાં ડાયાબિટીસના દર્દીઓ વાસી રોટલી ખાય તો બ્લડ શુગર જલદી વધતું નથી.
વાસી રોટલીના ગેરફાયદા
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક દિવસ કરતા વધુ સમય પહેલા બનેલી રોટલીનું સેવન ન કરવું જોઈએ. લાંબા સમય સુધી પડી રહેલી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, કારણ કે એક દિવસથી વધુ હોય તો હાનિકારક બેક્ટેરિયા અને ફંગસ રોટલીમાં ઉગી શકે છે. આવી સ્થિતિમાં વાસી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તેનાથી પેટમાં ગરબડ, એસિડિટી, અપચો અને ક્યારેક ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.





