દરરોજ લીમડાના પાનનું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર કેવી થાય છે અસર, આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જાણો

Benefits of drinking neem leaves water daily: લીમડો સદીઓથી આયુર્વેદમાં વરદાન માનવામાં આવે છે. લીમડાના પાંદડાનું પાણી એક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે

Written by Ashish Goyal
Updated : September 30, 2025 18:04 IST
દરરોજ લીમડાના પાનનું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર કેવી થાય છે અસર, આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જાણો
લીમડો સદીઓથી આયુર્વેદમાં વરદાન માનવામાં આવે છે (તસવીર - PINTEREST)

Benefits of drinking neem leaves water daily: લીમડો સદીઓથી આયુર્વેદમાં વરદાન માનવામાં આવે છે. તેના પાંદડા, છાલ અને ફળોનો પારંપરિક રુપથી ઔષધીય ગુણો માટે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લીમડાના પાંદડાનું પાણી એક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. લીમડામાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે, જે શરીરને અંદરથી સાફ કરવામાં, ચેપથી બચાવવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આયુર્વેદિક નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે લીમડો એક એવી દવા છે જેના કડવા એક કે બે પાંદડા દરરોજ ખાવામાં આવે તો મોટાભાગની બીમારીઓ મટાડે છે. આયુર્વેદમાં લીમડાને એક શક્તિશાળી ઔષધીય છોડ માનવામાં આવે છે. તેને આરોગ્યવર્ધિની એટલે કે આરોગ્ય વર્ધક અને સર્વ રોગ નાશિની એટલે કે દરેક પ્રકારની બીમારીઓનો ઈલાજ કરે છે. લીમડાના પાનનું સેવન શરીરના વાત, પિત્ત અને કફના ત્રણ દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે, પરંતુ તે ખાસ કરીને પિત્ત અને કફને શાંત કરવામાં અસરકારક છે.

લીમડાના પાનનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આ પાણીનું સેવન કરવાથી લોહી સાફ થાય છે, ખીલ અને ચહેરા પરના ડાઘ દૂર થાય છે. લીમડાનું પાણી લોહીને સાફ કરે છે, જે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે. ચાલો જાણીએ કે દરરોજ લીમડાના પત્તાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.

બ્લોટિંગ કંટ્રોલમાં રહે છે

આયુર્વેદમાં લીમડો અગ્નિદીપક એટલે કે પાચક અગ્નિને વધારે છે. લીમડો પાચનને વેગ આપે છે અને પાચન શક્તિને સંતુલિત કરે છે. જો દરરોજ લીમડાના પાનનું પાણી પીવામાં આવે તો પાચન સારું થાય છે અને બ્લોટિંગ નિયંત્રિત થાય છે. લીમડાના પાનને સવારે ખાલી પેટ પાણીમાં ઉકાળીને પીવાથી પેટમાં દુખાવો, કબજિયાત, આંતરડાની બળતરા પર નિયંત્રણ રહે છે. આ પાણી પેટમાંથી કૃમિને દૂર કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

ઓરલ હેલ્થ સારું રહે છે

માઉથવોશ તરીકે લીમડાના પાનનો ઉપયોગ કરવાથી દાંત પર જમા થયેલી પ્લાકની પરત ઓછી થાય છે. તે પેઢાની બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે અને મોં અને દાંતના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. નિયમિત ઉપયોગ ઓરલ હેલ્થને મજબૂત બનાવે છે અને દાંતની સફાઇમાં ફાયદો મળે છે.

ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે

લીમડાના પાનનું સેવન બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં જોવા મળતા કુદરતી સંયોજનોથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે, જેથી ગ્લુકોઝ યોગ્ય માત્રામાં કોષો સુધી પહોંચે છે અને લોહીમાં રહેલી શગુર અસ્થિર રહેતી નથી. લીમડાનું પાનનું પાણી નિયમિત રીતે પીવાથી ટાઇપ 2 ડાયાબિટીઝના દર્દીઓને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ સિવાય લીમડાને મેટાબોલિઝમ સુધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

આ પણ વાંચો – કેળું કે સફરજન? વજન ઘટાડવા માટે કયું બેસ્ટ છે? અહીં જાણો ખાવાના ફાયદા

લીમડાનું પાણી લીવરની હેલ્થ સુધારે છે

લીમડાના પાનનું પાણી લીવરના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ અને ઔષધીય ગુણધર્મો શરીરમાંથી ટોક્સિનને દૂર કરવામાં મદદગાર છે, જે લીવર પરનું દબાણ ઘટાડે છે. લીમડાનું પાણી નિયમિતપણે પીવાથી લીવરની કામગીરીમાં સુધારો થાય છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે

લીમડાના પાણીમાં હાજર એન્ટીઓકિસડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ ખીલ અને ત્વચાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત સેવન ત્વચાને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ