Alkaline Water Benefits : લોકો શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે સામાન્ય પાણી પીવે છે. જોકે આજના સમયમાં લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે અલગ અલગ પ્રકારના ડ્રિંક્સ લેવા લાગ્યા છે. તેમાંથી એક છે અલ્કલાઇન વોટર. તમે સામાન્ય પાણીના બદલે તેનું સેવન પણ કરી શકો છો.
અલ્કલાઇન વોટર એટલે શું?
અલ્કલાઇન પાણીને અલ્કલાઇન વોટર પણ કહેવામાં આવે છે. સામાન્ય પાણીનું પીએચ સ્તર 7 ની આસપાસ હોય છે, જ્યારે આલ્કલાઇન પાણીનું પીએચ સ્તર 8 થી 9 ની વચ્ચે હોય છે. તેનું સેવન કરવાથી શરીરનું એસિડ બેલેન્સ રહે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.
અલ્કલાઇન પાણીમાં ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે
આલ્કલાઇન પાણીમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બાયકાર્બોનેટ જેવા ઘણા મિનકલ્સ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. તેના સેવનથી શરીરનું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈ રહે છે. રોજ આલ્કલાઇન પાણી પીવાથી શરીરમાંથી હાનિકારક તત્વો સરળતાથી દૂર થઇ જાય છે, જેનાથી ત્વચા પણ ચમકદાર બને છે.
આ પણ વાંચો – દહીં સાથે લસણ ખાવું સ્વાસ્થ્ય માટે વરદાન, વજન ઘટવા સહિત આ ફાયદા થશે
અલ્કલાઇન પાણી કેવી રીતે બનાવવું?
તમે સરળતાથી ઘરે અલ્કલાઇન પાણી પણ બનાવી શકો છો. તેને બનાવવા માટે સૌ પ્રથમ એક લિટર ફિલ્ટર કરેલું પાણી લો. હવે તેમાં 4-5 લીંબુની સ્લાઇસ, કાકડીની 5-7 પાતળી સ્લાઇસ અને 8-10 ફુદીનાના પાન ઉમેરો. તમે તેમાં કીવીના કેટલાક ટુકડાઓ પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને ફ્રિજમાં 4-6 કલાક માટે રાખી મૂકો. આ રીતે તમે આ પાણીનું સેવન કરી શકો છો.
ક્યારે સેવન કરવું?
તમે સવારે ખાલી પેટ અલ્કલાઇન પાણી પણ પી શકો છો. આ પછી, તમે આખો દિવસ સામાન્ય પાણીને બદલે તેને પી શકો છો. તમે શરૂઆતમાં ધીમે ધીમે તેને તમારી દિનચર્યામાં ઉમેરી શકો છો. થોડા દિવસ સુધી આ પાણી પીધા બાદ શરીરને તેની આદત પડી જાય છે.
(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)





