White or Pink Guava: ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણીવાર ડોકટરો ડાયેટમાં મોસમી ફળોનું સેવન કરવાની સલાહ આપે છે. કેટલાક ફળો સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. જામફળ શ્રેષ્ઠ ફળોની યાદીમાં એક એવું ફળ છે જેનું દરરોજ સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. જામફળ એક એવું ફળ છે જે સફેદ અને ગુલાબી બંને પ્રકારના હોય છે.
ગુલાબી જામફળ સફેદ જામફળની તુલનામાં સરસ લાગે છે અને તેને ખાવાની ઇચ્છા પણ પેદા કરે છે. પરંતુ તમે જાણવા માંગો છો કે સફેદ અને ગુલાબી જામફળનું સેવન કરવાથી શરીરને સમાન પોષણ મળે છે કે કેમ, જામફળની આ બંને જાતો શરીર પર સમાન અસર કરે છે? ડાયેટિશિયન શિખા કુમારીએ ઇન્સ્ટાગ્રામ પર જામફળ ખાવાના ફાયદા અને બંને વચ્ચેના તફાવતો સમજાવ્યા છે. ચાલો જાણીએ કે બન્ને પ્રકારના જામફળ વચ્ચે શું તફાવત છે અને તે સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે.
સફેદ જામફળના ફાયદા
નિષ્ણાંતોનું કહેવું છે કે આ હળવા લીલા, હળવા મીઠા ફળનું સેવન કરવાથી બ્લડમાં શુગરનું સ્તર નિયંત્રિત રહે છે. તેનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. જામફળનું સેવન મહિલાઓના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે. તે પીરિયડ્સ દરમિયાન પીડામાં રાહત આપે છે અને પાચનમાં સુધારો કરે છે. જામફળનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો પણ છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. આ ફળ ત્વચાના રંગને પણ સુધારે છે.
મુંબઈની ભાટિયા હોસ્પિટલના સિનિયર ડાયેટિશિયન તન્વી એસ ચિપલૂનકરે જણાવ્યું કે આ ફાયદાઓ ઉપરાંત જામફળ આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસનો સારો સ્રોત પણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જામફળ ડાયેટરી ફાઇબરનો સારો સ્રોત છે જે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
ગુલાબી જામફળ સફેદ જામફળથી કેવી રીતે અલગ છે?
ગુલાબી જામફળમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, ખાંડ ઓછી હોય છે, સ્ટાર્ચ ઓછું હોય છે, વિટામિન સી વધારે હોય છે. આ જામફળમાં બીજ ઓછા હોય છે અથવા તે બીજ વગરનું પણ હોઈ શકે છે. બીજી બાજુ સફેદ જામફળમાં ખાંડ, સ્ટાર્ચ, વિટામિન સી અને બીજ વધારે હોય છે. સફેદ જામફળ એન્ટીઑકિસડન્ટો ભરપૂર હોય છે, પરંતુ તે લાલ-પલ્પમાં વધુ હોય છે.
આ પણ વાંચો – વજન વધારવા માટે ખજૂર કેવી રીતે ખાવી? આ 5 રીતથી દુબળું-પાતળું શરીર પર થઇ જશે મજબૂત
નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ગુલાબી જામફળમાં કેરોટિનોઇડ્સ નામનું કુદરતી કાર્બનિક રંગદ્રવ્ય હોય છે, જે તેને ખાસ ગુલાબી રંગ આપે છે. જ્યારે સફેદ જામફળમાં કેરોટિનોઇડ્સની માત્રા એટલી હોતી નથી જે પલ્પને રંગ આપી શકે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે સફેદ અને ગુલાબી જામફળનો સ્વાદ પણ થોડો અલગ હોય છે.
સફેદ અને ગુલાબી જામફળ વચ્ચે કયું વધુ સારું છે?
ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીસ એજ્યુકેટર ડો.અર્ચના બત્રાએ જણાવ્યું હતું કે ગુલાબી જામફળને ઘણીવાર ‘સુપર ફ્રૂટ’ કહેવામાં આવે છે કારણ કે તે વિટામિન એ અને સી તેમજ ઓમેગા -3 અને ઓમેગા -6 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને ડાયેટરી ફાઇબરથી સમૃદ્ધ છે. તે ફાઇબરથી ભરપૂર છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. બંને પ્રકારના જામફળનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે અને શરીર સ્વસ્થ રહે છે.