ચહેરા પર નારિયેળ તેલ લગાવવાની શું છે યોગ્ય રીત? આ રીતે શિયાળામાં પણ નહીં ફાટે સ્કિન

Coconut Oil on Face : શિયાળાની ઋતુમાં, ઠંડા પવન અને ઓછા ભેજને કારણે ત્વચાની શુષ્કતા ઘણી વધી જાય છે. તમે ચહેરા પર નારિયેળ તેલ પણ લગાવી શકો છો. તે એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે, જે ત્વચાને મુલાયમ બનાવવાની સાથે-સાથે સ્કિનથી ફાટવાથી પણ બચાવે છે

Written by Ashish Goyal
Updated : November 03, 2025 21:20 IST
ચહેરા પર નારિયેળ તેલ લગાવવાની શું છે યોગ્ય રીત? આ રીતે શિયાળામાં પણ નહીં ફાટે સ્કિન
નારિયેળ તેલ એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે (ફોટો: પિન્ટરેસ્ટ)

Coconut Oil on Face: શિયાળાની ઋતુમાં, ઠંડા પવન અને ઓછા ભેજને કારણે ત્વચાની શુષ્કતા ઘણી વધી જાય છે. આવી સ્થિતિમાં ચહેરા પર ભેજ જાળવી રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. લોકો ચહેરાને નરમ અને ચમકદાર બનાવવા માટે વિવિધ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જોકે તમે ચહેરા પર નારિયેળ તેલ પણ લગાવી શકો છો. તે એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે, જે ત્વચાને મુલાયમ બનાવવાની સાથે-સાથે સ્કિનથી ફાટવાથી પણ બચાવે છે.

ચહેરા પર નાળિયેર તેલ યોગ્ય રીતે લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત લોકો ત્વચા પર નાળિયેર તેલ યોગ્ય રીતે લગાવતા નથી, જેના કારણે ત્વચા ઓઇલી થઈ જાય છે કે પછી ખીલની સમસ્યા થવા લાગે છે. અહીં તમને યોગ્ય રીત જણાવી રહ્યા છીએ.

યોગ્ય નારિયેળ તેલ પસંદ કરો

ચહેરા પર નારિયેળ તેલ લગાવતા પહેલા સૌથી મહત્વની બાબત એ છે કે યોગ્ય તેલની પસંદગી કરવી. આજના સમયમાં બજારમાં ભેળસેળયુક્ત તેલ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ભેળસેળ તેલ લગાવવાથી ત્વચાને ઘણું નુકસાન થઈ શકે છે. તમારે આ માટે ઓર્ગેનિક અથવા કોલ્ડ-પ્રેસ્ડ નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો – ઉંમર વધી તો શું થયું, સમજણ ક્યારે વધશે? પરિપક્વતાની અસલી ઓળખ શું છે, અહીં જાણો

ચહેરા પર નારિયેળ તેલ કેવી રીતે લગાવવું?

  • ચહેરા પર નારિયેળ તેલ લગાવવા માટે, પ્રથમ ત્વચાને સારી રીતે સાફ કરો. તમે હળવા ફેસ વોશથી ચહેરો ધોઈ શકો છો. આ ધૂળ અને વધારાનું તેલ દૂર કરશે.

  • આ પછી તમારા હાથ પર તેલ લગાવો. હવે તેને બંને હાથથી હળવેથી ઘસો અને તેને ત્વચા પર લગાવો. તમે નારિયેળ તેલને નાના ટપકાંના રૂપમાં ચહેરા પર પણ લગાવી શકો છો.

  • ચહેરા પર તેલ લગાવ્યા બાદ હળવા હાથથી ત્વચાની મસાજ કરો. આંગળીઓની મદદથી હળવા ગોળાકાર હલનચલનમાં મસાજ કરો. આ રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે અને ત્વચામાં કુદરતી ચમક લાવે છે. મસાજ કરતી વખતે વધારે જોરથી ઘસશો નહીં.

(ડિસ્ક્લેમર: લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ