શું તમે તો નકલી ગોળ ખાતા નથીને? આ 5 રીતથી કેમિકલવાળા ગોળને ઓળખો

How to Check Jaggery Purity : ગોળ ખાવાના અનેક ફાયદા છે, પરંતુ આજના સમયમાં તેમાં ભેળસેળ પણ થઇ રહી છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે સરળતાથી અસલી અને નકલી ગોળને ઓળખી શકાય

How to Check Jaggery Purity : ગોળ ખાવાના અનેક ફાયદા છે, પરંતુ આજના સમયમાં તેમાં ભેળસેળ પણ થઇ રહી છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે સરળતાથી અસલી અને નકલી ગોળને ઓળખી શકાય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Health News, jaggery

અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે સરળતાથી અસલી અને નકલી ગોળને ઓળખી શકાય (તસવીર - ફ્રીપિક)

How to Check Jaggery Purity: આજના સમયમાં ખાવા-પીવામાં મોટા પાયે ભેળસેળ થઇ રહી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. ચોખા, દાળ, મીઠું, તેલ, ગોળ વગેરે જેવી વસ્તુઓમાં ભેળસેળ ઘણી વખત જોવા મળે છે.

Advertisment

ગોળમાં પણ ભેળસેળ

ગોળ ખાવાના પણ અનેક ફાયદા છે, પરંતુ આજના સમયમાં તેમાં ભેળસેળ પણ થઇ રહી છે. આવી સ્થિતિમાં તે મહત્વનું છે કે તમે અસલી અને નકલી ગોળને ઓળખવાનું શીખો. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે સરળતાથી અસલી અને નકલી ગોળને ઓળખી શકાય.

રંગ દ્વારા ઓળખો

તમે રંગ જોઈને અસલી અને નકલી ગોળને પણ ઓળખી શકો છો. અસલી ગોળનો રંગ આછો બદામી હોય છે, જ્યારે નકલી ગોળનો રંગ ખૂબ જ ચમકીલો અથવા ઘેરો પીળો હોય છે. જો ગોળ ચમકદાર લાગે તો તેમાં ભારે ભેળસેળ થઈ શકે છે. કેમિકલવાળઆ ગોળ જ વધુ ચમકીલા હોય છે.

ચાખીને ચેક કરો

અસલી ગોળનો સ્વાદ હળવો મીઠો હોય છે અને માટીની સુગંધ જેવો હોય છે. જ્યારે નકલી ગોળનો સ્વાદ તીખો અને ખૂબ જ મીઠો હોય છે. તેને ખાવાથી ઘણીવાર જીભ પર લાગે છે.

Advertisment

આ પણ વાંચો - આ પાંચ રૂપિયાની વસ્તુથી ભાગી જશે ઘરની બધી ગરોળીઓ, અપનાવો દેશી જુગાડ, જુઓ Viral Video

પાણીથી કરો ટેસ્ટ

તમે પાણી દ્વારા અસલી ગોળનું પરીક્ષણ પણ કરી શકો છો. આ માટે તમે પહેલા પાણીમાં થોડો ગોળ નાખો. જો ગોળ અસલી હશે તો તે ધીમે ધીમે સ્થિર થશે અને પાણી ચોખ્ખું રહેશે. સાથે જ નકલી ગોળ પાણીમાં ઓગળતા જ તેમાં ગંદકી કે રંગ છોડી શકે છે.

હાથથી તોડીને ચેક કરો

અસલી ગોળને તમે હાથથી તોડીને પણ ઓળખી શકો છો. અસલી ગોળને તોડવો સહેલો છે, જ્યારે નકલી ગોળ વધુ કઠણ હોય છે. તેને કોઈ વસ્તુ સાથે ઘણી વખત તોડવું પણ પડી શકે છે. અસલી ગોડ હાથમાં ચોંટતો નથી.

ગંધથી કરો ઓળખ

અસલી ગોળમાં કુદરતી અથવા માટીની સુગંધ હોય છે. જ્યારે નકલી ગોળમાં કેમિકલની વાસ આવે છે. જો ગોળની સુગંધ આવે ત્યારે તેમાં તીખી વાસ આવતી હોય તો તેમાં કેમિકલ્સ ભેળવેલું હોઈ શકે છે.

જીવનશૈલી health tips