ચણા ફોલેલા ખાવા કે ફોલ્યા વગરના, જાણો કયા વધારે ફાયદાકારક છે?

Peeled vs unpeeled Gram Benefits : વજન ઘટાડવાનું હોય કે ડાયાબિટીસ, તે લગભગ દરેક બીમારીમાં Health News : એક પરફેક્ટ સ્નેક તરીકે કામ કરે છે. જોકે ઘણી વખત લોકોના મનમાં એક સવાલ થાય છે કે તેને ફોલીને ખાવા જોઈએ કે ફોલ્યા વગર. અહીં તમને જણાવી રહ્યા છીએ કે કયા વધારે ફાયદાકારક છે.

Peeled vs unpeeled Gram Benefits : વજન ઘટાડવાનું હોય કે ડાયાબિટીસ, તે લગભગ દરેક બીમારીમાં Health News : એક પરફેક્ટ સ્નેક તરીકે કામ કરે છે. જોકે ઘણી વખત લોકોના મનમાં એક સવાલ થાય છે કે તેને ફોલીને ખાવા જોઈએ કે ફોલ્યા વગર. અહીં તમને જણાવી રહ્યા છીએ કે કયા વધારે ફાયદાકારક છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
gram, Health News, Peel or Without Peel Gram

Peeled vs unpeeled Gram : ચણા શરીરને ત્વરિત ઉર્જા આપવાનું કામ કરે છે અને તેમાં આયર્ન, ઝિંક અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે (Pics : Freepik)

Peel or Without Peel Gram Comparison : હેલ્ધી, ટેસ્ટી અને બજેટ ફ્રેન્ડલી નાસ્તાની વાત કરીએ તો શેકેલા ચણાનું નામ ચોક્કસથી રાખવામાં આવશે. વર્ષોથી તે ભારતીયોના આહારનો એક ભાગ રહ્યો છે. તેઓ શરીરને ત્વરિત ઉર્જા આપવાનું કામ કરે છે અને તેમાં આયર્ન, ઝિંક અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે.

Advertisment

વજન ઘટાડવાનું હોય કે ડાયાબિટીસ, તે લગભગ દરેક બીમારીમાં એક પરફેક્ટ સ્નેક તરીકે કામ કરે છે. જોકે ઘણી વખત લોકોના મનમાં એક સવાલ થાય છે કે તેને ફોલીને ખાવા જોઈએ કે ફોલ્યા વગર. તમે તેને બંને રીતે ખાઈ શકો છો, પરંતુ સવાલ એ છે કે તેને કઇ રીતે ખાવા તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. તો ચાલો અહીં જાણીએ.

ફોલ્યા વગરના ચણા ખાવાના ફાયદા

શેકેલા ચણાના જે ઉપરનું પડ હોય છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે તેને ફોલ્યા વગર ખાવ છો ત્યારે શરીરમાં ફાઇબર મળે છે, જેનાથી પાચન અને મેટોબોલિઝમ બૂસ્ટ થાય છે. જો તમે કબજિયાતની સમસ્યા હોય તો પણ તે તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. ફોલ્યા વગરના ચણા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને અનહેલ્ધી ક્રેવિંગ નિયંત્રિત કરે છે. ચણાને ફોલ્યા વગરના ખાવાથી વજન ઘટાડવા અને ડાયાબિટીઝ માટે વધુ ફાયદાકારક છે. તે એકંદર આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ વધુ આરોગ્યપ્રદ છે.

ફોલેલા ચણા ખાવાના ફાયદા

કેટલાક લોકો ચણાને ફોલીને જ ખાવાનું પસંદ કરે છે. કારણ કે ચણાની છાલ ખૂબ જ સખત હોય છે, જેના કારણે તે ક્યારેક ગળામાં ફસાઈ જાય છે. જો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જે લોકોને પાચનની સમસ્યા હોય તેમના માટે ફોલેલા ચણા ખાવાથી ફાયદો થઈ શકે છે. ઘણા લોકો માટે ફાઇબરને પચાવવું મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં જો તમને પણ એસિડિટી, ગેસ અથવા બ્લોટિંગ રહેશે તો તમે ફોલેલા ચણા ખાઈ શકો છો.

Advertisment

આ પણ વાંચો - કેવિટી થી સડી શકે છે દાંત, આ ચાર રીતો છે રામબાણ ઇલાજ, બચી જશે દાંત

બન્ને માંથી કયા ચણા ખાવા?

ચણાને ફોલેલા તે ફોલ્યા વગરના બન્ને રીતે ખાવા તમારા માટે ખૂબ જ હેલ્ધી છે. આ છાલથી તેના પ્રોટીન, ખનિજ કે અન્ય પોષક તત્વોમાં કોઈ ખાસ ફરક પડતો નથી. જોકે દરેકના શરીર અલગ હોય છે અને તમારા શરીરને જે અનુકૂળ આવે છે તે યોગ્ય રીત છે. તેથી તમારી આરોગ્યની સ્થિતિ અનુસાર, જુઓ કે તમને શું અનુકૂળ છે.

જીવનશૈલી health tips