ફણગાવેલા, બાફેલા કે શેકેલા, સવારે કયા પ્રકારના ચણા ખાવા વધુ ફાયદાકારક

Chana health benefits: ઘણા લોકોના મનમાં એ સવાલ થાય છે કે ચણા કેવી રીતે ખાવા જોઈએ - શેકેલા, ફણગાવેલા કે બાફેલા? ચાલો જાણીએ કે કયા પ્રકારના ચણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે

Written by Ashish Goyal
Updated : October 27, 2025 20:41 IST
ફણગાવેલા, બાફેલા કે શેકેલા, સવારે કયા પ્રકારના ચણા ખાવા વધુ ફાયદાકારક
ચણા એ પોષક તત્વોનો ભંડાર છે, જેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, આયર્ન, ફાઇબર અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે (તસવીર - સોશિયલ મીડિયા)

Chana health benefits: ચણા એ પોષક તત્વોનો ભંડાર છે, જેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, આયર્ન, ફાઇબર અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ ફિટ અને સ્વસ્થ રહેવા માટે નિયમિતપણે ચણા ખાવાની ભલામણ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એ સવાલ થાય છે કે ચણા કેવી રીતે ખાવા જોઈએ – શેકેલા, ફણગાવેલા કે બાફેલા?

જો તમે પણ વારંવાર આ પ્રશ્નને લઈને મૂંઝવણમાં છો તો ચાલો તમને જણાવીએ કે ચણા ખાવાની રીત તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતો પર નિર્ભર કરે છે. ચાલો જાણીએ કે કયા પ્રકારના ચણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

શેકેલા ચણા

શેકેલા ચણા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. શરદી અથવા ઉધરસ સંબંધિત અન્ય વિકારોથી પીડાતા લોકો શેકેલા ચણા ખાઈ શકે છે, કારણ કે તે શરીરને ગરમ રાખે છે. આ સિવાય શેકેલા ચણાનું સેવન ડાયાબિટીસ અને થાઈરોઈડના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ નિયંત્રિત રહે છે, જે બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

શેકેલા ચણા વધુ વજનવાળા લોકો માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જે ભૂખ ઓછી લાગે છે. જોકે ખૂબ જ પાતળા લોકોએ શેકેલા ચણા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે વજન વધારવામાં અસરકારક નથી.

ફણગાવેલા ચણા

સ્વાસ્થ્ય નિષ્ણાતો ફણગાવેલા ચણાને સૌથી વધુ ફાયદાકારક માને છે, કારણ કે તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન વધુ માત્રામાં હોય છે. ફણગાવેલા ચણા ખાવાથી શરીરને વધારાના પોષક તત્વો મળે છે, જેનાથી માંસપેશીઓ મજબૂત બને છે. આ ઉપરાંત તેઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ઉર્જા સ્તરને જાળવવામાં પણ મદદરૂપ છે.

આ પણ વાંચો – કડવા નહીં પણ અમૃત છે આ પાન, લિવરથી લઇને ડાયાબિટીસ સુધીની કરે છે સારવાર!

જોકે કેટલાક લોકોને ફણગાવેલા ચણાને પચવામાં મુશ્કેલી પડી શકે છે, તેથી જો તમને ગેસ અથવા અપચોની સમસ્યા હોય, તો તેનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. તમે તેને ડુંગળી, કાકડી અને ટામેટા ઉમેરીને સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો જે સ્વાદની સાથે સાથે પોષણમાં પણ વધારો કરે છે.

બાફેલા ચણા

બાફેલા ચણા પણ સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ સંયોજન છે. બાફેલા ચણા પચવામાં સરળ હોય છે અને તેમાં જરૂરી તમામ પોષક તત્વો સચવાય છે. જો તમારે બાફેલા ચણાનો સ્વાદ વધારવો હોય તો તમે તેને થોડા ઘીમાં શેકી, હળવું મીઠું નાખી ઉપરથી લીંબુ નીચોવી શકો છો.

આમ કરવાથી ચણાનો સ્વાદ તો વધશે જ પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. બાફેલા ચણા ખાસ કરીને એવા લોકો માટે સારા છે જેઓ હેલ્ધી નાસ્તો શોધી રહ્યા છે અને જેમનું પાચનતંત્ર થોડું નબળું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ