પેટ ફૂલવાની સમસ્યા હોય તો આ 5 ફૂડને તમારા ડાયેટનો ભાગ બનાવો, બ્લોટિંગથી મળશે છૂટકારો

Health News : પેટ ફૂલવું એ એક સમસ્યા છે જેમાં પેટ મોટું થાય છે અને ફુગ્ગાની જેમ સોજો આવવા લાગે છે. જો તમે પણ બ્લોટિંગથી પરેશાન છો તો ડાયેટમાં કેટલાક ફેરફાર કરો. કેટલાક રોજિંદા ખોરાક પેટ ફૂલવાની સમસ્યાને ઝડપથી ઘટાડવામાં મદદ કરી શકે છે

Health News : પેટ ફૂલવું એ એક સમસ્યા છે જેમાં પેટ મોટું થાય છે અને ફુગ્ગાની જેમ સોજો આવવા લાગે છે. જો તમે પણ બ્લોટિંગથી પરેશાન છો તો ડાયેટમાં કેટલાક ફેરફાર કરો. કેટલાક રોજિંદા ખોરાક પેટ ફૂલવાની સમસ્યાને ઝડપથી ઘટાડવામાં મદદ કરી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
bloating, foods to reduce bloating

જો તમે પણ બ્લોટિંગથી પરેશાન છો તો ડાયેટમાં કેટલાક ફેરફાર કરીને છૂટકારો મેળવી શકો છો (તસવીર - ફ્રીપિક)

Health News : ખરાબ આહારની સીધી અસર આપણા પાચન પર જોવા મળે છે. તેલયુક્ત મસાલેદાર ખોરાક પેટમાં ગેસ પેદા કરે છે. જે લોકોના પેટમાં ગેસ બને છે તેમના પેટમાં કંઈપણ ખાધા બાદ પેટ ફૂલવા લાગે છે. ઝડપથી ખાવાનું ખાવું, વધુ પડતું ખાવું, તૈલી અને મસાલેદાર ખોરાક ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા થવા લાગે છે. વધારે પડતા તણાવના કારણે પણ પેટ ફૂલવાની સમસ્યા થાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ખાલી પેટે પણ પેટ ફૂલવાની સમસ્યા હોય છે.

Advertisment

પેટ ફૂલવું એ એક સમસ્યા છે જેમાં પેટ મોટું થાય છે અને ફુગ્ગાની જેમ સોજો આવવા લાગે છે. જો તમે પણ બ્લોટિંગથી પરેશાન છો તો ડાયેટમાં કેટલાક ફેરફાર કરો. કેટલાક રોજિંદા ખોરાક પેટ ફૂલવાની સમસ્યાને ઝડપથી ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારે આ ખોરાકનું સેવન કરીને કોઈ પણ પ્રકારની દવા અથવા પાવડર લેવાની જરૂર નથી. આ ખોરાક અડધા કલાકમાં તેની અસર બતાવવાનું શરૂ કરે છે. આવો જાણીએ એવા કયા ખાસ ફૂડ્સ છે જે પેટનું ફૂલવું કંટ્રોલ કરે છે.

કાકડી ખાઓ

કાકડી ઠંડી, હાઇડ્રેટિંગ અને પાણીથી ભરપૂર શાકભાજી છે, જે બ્લોટિંગને નિયંત્રિત કરવામાં શરીરમાંથી વધારાનું મીઠું દૂર કરવા અને પાચનમાં સુધારો કરવામાં અસરકારક સાબિત થાય છે. ઘણા ફાયદા પહોંચાડતી આ શાકભાજી પાચનમાં સુધારો કરે છે અને ત્વચાની રંગતમાં નિખાર લાવે છે. તમે કાકડીનું સેવન સલાડ, સ્મૂધીમાં કરી શકો છો.

આદુનું સેવન કરો

આદુ ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે, જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. આદુનું સેવન કરવાથી પેટનું ફૂલવું નિયંત્રિત થાય છે અને ગેસથી છુટકારો મળે છે. આદુનો એક નાનો ટુકડો પેટને શાંત કરી શકે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આદુવાળી ચા બનાવીને તમે વધુ આરામદાયક અનુભવશો.

Advertisment

આ પણ વાંચો - સુસ્તીને દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ, થાક દૂર થશે, શરીર અને મન રહેશે ઊર્જાથી ભરપૂર

પપૈયું ખાવાથી બ્લોટિંગ થશે કંટ્રોલ

પાચનક્રિયા સુધારવી હોય તો રોજ પપૈયું ખાવું જોઈએ. પપૈયું ખાવાથી બ્લોટિંગ નિયંત્રણમાં રહે છે અને ખોરાક પચવામાં સરળતા રહે છે. પપૈયામાં પપેન નામનું એન્ઝાઈમ હોય છે જે ખોરાક પચાવવામાં મદદ કરે છે. પપૈયું ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા કંટ્રોલ થાય છે અને પેટને રાહત મળે છે.

ફુદીનાનું સેવન કરો

ગરમીમાં ફુદીનાની સુગંધ માત્ર જ ખાવાની ક્રેવિંગમાં વધારો કરે છે. ફુદીનાએ ઓષધીય ગુણધર્મોથી સમૃદ્ધ એક પાન છે જે પાચન માટે એક ઉત્તમ સારવાર છે. ફુદીનાનું સેવન કરવાથી પાચનતંત્રના સ્નાયુઓને આરામ મળે છે અને પેટનું ફૂલવું નિયંત્રણમાં રહે છે. ફુદીનાની ચા બનાવીને તમે તેનું સેવન કરી શકો છો. ફુદીનો પેટના ખેંચાણને નિયંત્રિત કરશે અને પાચનમાં આરામ કરશે.

દહીંનું સેવન કરો

દહીંનું સેવન પાચન સુધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેમાં ફાયદાકારક બેક્ટેરિયા હોય છે જે તમારા પેટને સંતુલિત રાખે છે. જો તમે બ્લોટિંગથી પરેશાન છો, તો તમારે સક્રિય પ્રોબાયોટિક્સ અને ખાંડ વગરની દહીંનું સેવન કરવું જોઈએ. દહીંનું સેવન કરવાથી તમારું પેટ શાંત રહે છે અને પેટનું ફૂલવું નિયંત્રિત થાય છે.

હેલ્થ જીવનશૈલી health tips