શું પેટ ઓછું કરવા માંગો છો? તો આ 5 શાકભાજી ખાવાનું શરુ કરી દો, પીગળી જશે બોડીની એકસ્ટ્રા ચરબી

health news : યૂએસડીએના એક રિપોર્ટ અનુસાર તમારા ડાયેટમાં કેટલીક શાકભાજી ઉમેરવા વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે

Written by Ashish Goyal
May 02, 2025 23:25 IST
શું પેટ ઓછું કરવા માંગો છો? તો આ 5 શાકભાજી ખાવાનું શરુ કરી દો, પીગળી જશે બોડીની એકસ્ટ્રા ચરબી
યૂએસડીએના એક રિપોર્ટ અનુસાર તમારા ડાયેટમાં કેટલીક શાકભાજી ઉમેરવા વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે (તસવીર - ફ્રીપિક)

health news : વજન વધારવું સરળ છે, પરંતુ તેને ઉતારવું ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક છે. વજન ઘટાડવા માટે લોકો કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે અને ઘણા લોકો ખાવા પીવાનું પણ બંધ કરી દે છે. પરંતુ આટલા પ્રયત્નો પછી ઘણા લોકોનું પેટ ઓછું થતું નથી. આજના ભાગદોડ ભર્યા જીવનમાં દરેક બીજા વ્યક્તિને વધેલા વજનની ચિંતા સતાવતી હોય છે. વજન ઘટાડવા માટે લોકો જાતજાતના આહાર અને કસરતો અજમાવે છે, પરંતુ ખોરાક પર ધ્યાન ન મળવાને કારણે પરિણામ સારાં આવતાં નથી.

યૂએસડીએના એક રિપોર્ટ અનુસાર તમારા ડાયેટમાં કેટલીક શાકભાજી ઉમેરવા વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. પાલક, કોબીજ, ગાજર, કારેલા અને ભીંડા જેવા આ પાંચ શાકભાજીને તમારા આહારમાં ઉમેરવાથી વજન થોડા અઠવાડિયામાં ઓછું થઈ શકે છે. ડાયેટિશિયન લેની યુન્કિને સમજાવ્યું હતું કે શાકભાજી ખાવું એ વજન ઘટાડવાનો સૌથી સહેલો અને અસરકારક ઉપાય છે.

ડૉ. લેની યુન્કિનના મતે વજન ઘટાડવા માટે તમારે કેલરીની ઊણપની જરૂર પડે છે. જેનો અર્થ એ છે કે તમે જેટલી ઊર્જા લઇ રહ્યા છો તેના કરતા વધારે ઉર્જા ખર્ચ કરી રહ્યા છો. તેને આખો દિવસ વધુ શારીરિક પ્રવૃત્તિ કરવાથી કે કેલરીનું પ્રમાણ ઘટાડીને અથવા બંનેમાંથી બહુ ઓછું કરીને આ સિદ્ધ કરી શકાય છે. આ સાથે જ શરીરને હાઇડ્રેટેડ રાખવું પણ ખૂબ જરૂરી છે.

કોબીજ

એક કપ કાપેલા કોબીજમાં માત્ર 27 કેલરી હોય છે, તેની સાથે 2 ગ્રામ ફાઇબર અને 2 ગ્રામ પ્રોટીન હોય છે. પેટ ભરવા માટે તે ખૂબ ફાયદાકારક છે. કોબીજનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. કોબીજ એક લોકપ્રિય શાક છે. વજન ઘટાડવાના દ્રષ્ટિકોણથી તે એક સરસ વિકલ્પ માનવામાં આવે છે. કોબીજ એક લો-કાર્બ વેજિટેબલ છે, જે વજન ઉતારવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. આ સાથે, તે પાચનમાં પણ સુધારો કરે છે અને આંતરડાની હિલચાલની પ્રક્રિયાને સરળ બનાવે છે.

પાલક

પાલક લો કેલરી સુપર ફૂડ છે, જેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલકમાં ફાઇબર, આયર્ન અને એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પાલકના સેવનથી મેટાબોલિઝમ વધે છે. સવારે પાલકનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળશે. આ સાથે પાલક પાચન માટે પણ કારગર છે.

આ પણ વાંચો – ભોજન કર્યા પછી તરત શું ના કરવું જોઈએ? આ 7 ભૂલથી બગડી શકે છે સ્વાસ્થ્ય

ગાજર

ગાજર વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. ગાજરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેનું સલાડ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી ખાવાની ઇચ્છા ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લાઇફસ્ટાઇલ જિનોમિક્સના ડિસેમ્બર 2015ના અંકમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર ગાજરના રસમાં રહેલા કેટલાક પોષક તત્વો વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

કારેલા

કારેલા સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઇબર, એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ જેવા ગુણધર્મો હોય છે. દરરોજ કારેલાનો રસ પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. કારેલામાં કેલરી ઓછી હોય છે અને ફાઇબરથી ભરપૂર હોય છે.

ભીંડા

ભીંડાના પાણીથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થાય છે, સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. ભીંડાનું પાણી પાચનને સુધારીને પેટને સાફ રાખે છે. ભીંડાનું પાણી વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તેમાં કેલરી ઓછી હોય છે અને તે શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ