health news : પપૈયું એક એવું ફળ છે જે લગભગ આખું વર્ષ ઉપલબ્ધ હોય છે. આ ફળમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ કરે છે, ખાસ કરીને ઉનાળામાં. આ ફળ શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે. તેમાં ફાઇબર, વિટામિન સી, વિટામિન એ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. તે એક એવું ફળ છે જે પાચનમાં મદદ કરે છે અને પેટને હલકું રાખે છે.
પપૈયામાં લગભગ 88% પાણી હોય છે જે ઉનાળામાં ખાવા માટે ઉત્તમ ફળ બનાવે છે. આ ફળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે અને ત્વચા સ્વસ્થ રહે છે. ઉનાળામાં સલાડમાં અને સ્મૂધી તરીકે પપૈયાનું સેવન કરો તમને ફાયદો થશે.
આયુર્વેદિક નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે પપૈયું એક એવું ફળ છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી ક્રોનિક કબજિયાતની સારવાર થાય છે. આ ફળ પાચનમાં સુધારો કરે છે. જે લોકોને ભોજન સરળતાથી પચતું નથી, તેઓ રોજ જમ્યા પછી 100 ગ્રામ પપૈયું ખાઇ છે.
કેટલાક લોકો સવારના નાસ્તામાં પપૈયાનું સેવન કરે છે, તો કેટલાક લોકોને લંચ પછી પપૈયું ખાવું ગમે છે. પાચનક્રિયા માટે પપૈયું ખાવું હોય તો સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે ઉનાળામાં પપૈયું ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.
ભોજનને પચાવવામાં દવાનું કામ કરે છે
પપૈયાનું સેવન કરવાથી ભોજન પચવામાં સરળતા રહે છે. પપૈયામાં પેપેન એન્ઝાઇમ હોય છે જે ખોરાકને પચાવે છે. જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે રોજ જમ્યા પછી પપૈયું ખાવું જોઈએ, તેમને કબજિયાતથી રાહત મળશે.
આ પણ વાંચો – મે મહિનામાં ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન, IRCTC એ લોન્ચ કર્યા ઘણા સસ્તા ટૂર પેકેજ, અહીં જાણો
રોગો સામે રક્ષણ આપે છે
પપૈયામાં વિટામિન સી અને વિટામિન એ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે.
વજન નિયંત્રિત રહે છે
વજન ઘટાડવાની સફર સરળ બનાવવી હોય તો પપૈયું ખાવું જોઈએ. પપૈયામાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ કરે છે, પેટને લાંબા સમય સુધી ભરે છે અને ભૂખને કંટ્રોલ કરે છે. વજન ઓછું કરવા માટે તમારે પપૈયું ખાવું જોઈએ.
હૃદયને સ્વસ્થ રાખે છે
પપૈયાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્થ પણ સુધરે છે. પપૈયામાં રહેલા ફાઇબર, પોટેશિયમ અને વિટામિન્સ હૃદયને સ્વસ્થ રાખે છે.
આંખોની રોશની વધારે છે
પપૈયાનું સેવન કરવાથી આંખોની રોશની ઝડપથી વધે છે. પપૈયામાં વિટામિન એ હોય છે જે આંખોની રોશની વધારે છે અને આંખોની સમસ્યાઓ દૂર કરે છે.