Drinking Water From Plastic Bottle Side Effects On Health : પ્લાસ્ટિકે આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે. આપણી મોટાભાગની ખાણી-પીણીની ચીજ વસ્તુઓ પ્લાસ્ટિકમાં હોય છે. પ્લાસ્ટિકમાં સામાન પેક કરવો, પ્લાસ્ટિકના ડબ્બામાં ભોજન પેક કરવો, પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ એક અનુકૂળ અને સલામત ઉપાય માનવામાં આવે છે. ઘરથી લઈને બહાર સુધી, આપણે આખો દિવસ પ્લાસ્ટિકના કન્ટેનર અને બોટલમાં મોટા ભાગના ખોરાક અને પીણાંની ખરીદી કરીએ છીએ.
પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ મોટાભાગે પાણી સ્ટોર કરવા માટે થાય છે. પાણીની શ્રેષ્ઠ ગુણવત્તાનો દાવો કરીને વિવિધ બ્રાન્ડ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી વેચી રહી છે. તમે જાણો છો કે તમે અમૃત તરીકે જે પાણી પી રહ્યા છો તે ખરેખર ઝેર છે.
પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સીસમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ પ્લાસ્ટીકનું બોટલ બંધ પાણીના નિયમિત સેવનથી સ્વાસ્થ્ય પર ઝેર જેવી અસર થાય છે. સંશોધકોને પ્લાસ્ટિકની બોટલોમાં હાજર પ્રત્યેક લિટર પાણીમાં 1,00,000થી વધુ નેનોપ્લાસ્ટિકના અણુઓ મળી આવ્યા હતા. તેમના નાના કદને કારણે, આ કણો રક્ત પ્રવાહ, કોષો અને મગજમાં પ્રવેશી શકે છે, જે આરોગ્યને ઘણી રીતે જોખમમાં મૂકે છે.
નોઇડા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ હોસ્પિટલના જનરલ મેડિસિનના પ્રોફેસર ડો.એસ.એ.રહેમાને જણાવ્યું હતું કે, બિસ્ફેનોલ-એ (બીપીએ) અને ફેથલેટ્સ જેવા કેમિકલ્સ પ્લાસ્ટિકની બોટલના પાણીમાં ઓગળી જાય છે. આ બોટલમાં રાખેલું પાણી જ્યારે સૂર્યપ્રકાશ કે ગરમીના સંપર્કમાં આવે છે ત્યારે આ કેમિકલ્સ પાણીમાં ઓગળી જાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્લાસ્ટિક કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરાઇડથી બનેલું છે, જેનો ઉપયોગ બીપીએ પ્લાસ્ટિકના પાણીની બોટલ બનાવવા માટે થાય છે. આ રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જે હેલ્થ ને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.
ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ
હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચ મુજબ પોલીકાર્બોનેટની બોટલના પાણી પીવામાં કેમિકલ બિસ્ફેનોલ એ મળી આવ્યું છે. આ કેમિકલના વધુ પડતા સેવનથી હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી શકે છે.

પ્રજનનક્ષમતા અને હોર્મોન અસંતુલિત થાય છે
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી તેમાં રહેલાં કેમિકલ્સ બીપીએ અને ફથલેટ ફર્ટિલિટીને અસર કરે છે. આ પાણી હોર્મોન અસંતુલનનું કારણ બને છે. માઇક્રોપ્લાસ્ટિ ક્સથી દૂષિત પાણી કોષોમાં બળતરા અને નુકસાનનું કારણ બને છે.
આ પણ વાંચો | મોડા જમવાથી વજન ઝડપથી વધે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો વેટ લોસ માટે કેટલું જમવું જોઇએ
કેન્સર થવાનું જોખમ
જાણકારોના મતે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. પ્લાસ્ટિક પોલિથીનમાં રાખેલી ગરમ વસ્તુઓ ખાવા-પીવાથી કેન્સરનો ખતરો વધી જાય છે.





