Health Tips : 30 વર્ષની ઉંમર પછીની મહિલાઓએ આ ટેસ્ટ કરાવવા કેમ જરૂરી? એક્સપર્ટે કહ્યું..

Health Tips : કામના તણાવ અને ઘરની જવાબદારીઓને કારણે વધતી સ્પર્ધાના યુગમાં મહિલાઓ પુરુષ સમોવડી બનવા અને સફળતા તરફ દોડી રહી છે. તેથી માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર પણ તેની અસર જોવા મળે છે. ગાયનેકોલોજિસ્ટ, ડો. શોભા ગુપ્તાએ આ બધી સમસ્યા વિષે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં વિગતવાર માહિતી આપી છે. અહીં જાણો,

Health Tips : કામના તણાવ અને ઘરની જવાબદારીઓને કારણે વધતી સ્પર્ધાના યુગમાં મહિલાઓ પુરુષ સમોવડી બનવા અને સફળતા તરફ દોડી રહી છે. તેથી માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર પણ તેની અસર જોવા મળે છે. ગાયનેકોલોજિસ્ટ, ડો. શોભા ગુપ્તાએ આ બધી સમસ્યા વિષે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં વિગતવાર માહિતી આપી છે. અહીં જાણો,

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
health test for women in their 30s health tips gujarati news

Health Tips : 30 વર્ષની ઉંમર પછીની મહિલાઓએ આ ટેસ્ટ કરાવવા કેમ જરૂરી? એક્સપર્ટે કહ્યું..

30 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી દરેકને જવાબદારીનો બોજ વધી જાય છે. જેમાં પુરુષો અને સ્ત્રીઓ બન્નેની જવાબદારીઓ વધી જાય છે. ખાસ કરીને વર્કિંગ વુમન (Working Women) જેઓને પરિવાર પર ધ્યાન આપવાનું છે સાથે જોબ કે બિઝનેસમાં પણ ધ્યાન આપવું પડે છે. આ બધા વ્યવસાયોમાં લોકો તેમના શરીર પર વધુ ધ્યાન આપતા નથી. એક્સપર્ટે કહ્યું કે, સ્ત્રીઓએ 30 વર્ષની ઉંમરથી તેમના શરીરની યોગ્ય કાળજી લેવી જોઈએ. જો તમારી ઉંમર 30-40 ની વચ્ચે છે તો 'આ' ટેસ્ટ કરાવવા આવશ્યક છે. ગાયનેકોલોજિસ્ટ, ડો. શોભા ગુપ્તાએ ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં આ અંગે વિગતવાર માહિતી આપી છે. અહીં જાણો,

Advertisment

સ્ટ્રેસ લેવાનું ટાળો

આ દિવસોમાં ઘણા દર્દીઓની સૌથી મોટી સમસ્યાઓમાંની એક તણાવ (Stress) છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોના જીવનમાં તણાવ ઘણો વધી ગયો છે. કામના તણાવ અને ઘરની જવાબદારીઓને કારણે વધતી સ્પર્ધાના યુગમાં મહિલાઓ પુરુષ સમોવડી બનવા અને સફળતા તરફ દોડી રહ્યો છે. તેથી માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર પણ તેની અસર જોવા મળે છે. જો તાણમાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે કંઈ કરવામાં ન આવે તો, આ તણાવ હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા ડિપ્રેશન જેવા ગંભીર જોખમોને આમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચો: Sesame Seeds : 100 ગ્રામ તલમાં આટલા પોષક તત્વો! મકરસંક્રાંતિનો તલની વાનગી ખાવાના બેવડા ફાયદા, જાણો અહીં

પૌષ્ટિક ખોરાક લો

એક્સપર્ટે કહ્યું કે, ''આપણામાંની ઘણી મહિલાઓ લંચ અને ડિનર મોડા લે છે, જેના કારણે પાચનક્રિયા ખરાબ થાય છે. હેલ્થી ડાયટ (Healthy Diet) સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે સારું ખાઓ છો, તો તમે સ્વસ્થ રહો છો, પરંતુ જો તમે સારું ન ખાઓ છો, તો તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી તે ડાયટિશિયન હોય કે ડોક્ટર, હંમેશા પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ આપે છે. જે મહિલાઓ ફેમિલી પ્લાનિંગ કરી રહી છે તેમના માટે વિટામિન સી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા ડાયટમાં પ્રોટીન તમારી પ્રજનન ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે બ્લડ સુગરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેથી તમારા ડાયટમાં વધુ સલાડ અને ફળોનો સમાવેશ કરો.''

Advertisment

સગર્ભા સ્ત્રીઓ

20 થી 24 વર્ષની વયજૂથ મોટાભાગની સ્ત્રી માટે ગર્ભ ધારણ કરવા માટે આદર્શ ઉંમર છે. સ્ત્રીઓ તેમના 20 ના દાયકાની શરૂઆતમાં સૌથી વધુ ફળદ્રુપ હોય છે અને તેમની પ્રજનનક્ષમતા ધીમે ધીમે વય સાથે ઘટતી જાય છે. ખાસ કરીને, 35 વર્ષની ઉંમર પછી, ઘટાડો વધુ સ્પષ્ટ બને છે.

દરરોજ ચાલવાનું રાખો

ચાલવું એ એક બેસ્ટ કસરત છે. જે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોય છે તેઓ ઘણીવાર સવારે વહેલા ઉઠીને ચાલવાનું પસંદ કરે છે. પરંતુ, વ્યસ્ત લાઈફ સ્ટાઇલના કારણે ઘણા લોકો આમ કરવામાં અચકાય છે. જો કે, ચાલવું એ કસરતનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. તે સ્થૂળતા, ચિંતા, હતાશા, હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. તે ઘણી બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે.

30 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓએ આ ટેસ્ટ અચૂક કરાવવા જોઈએ

સ્તન કેન્સર સ્ક્રીનીંગ

30 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાની સંભાવના વધુ હોય છે. સ્ત્રીઓએ ઘરે સ્તનનું સેલ્ફ ચેક કરાવવું જોઈએ. શું તમારા સ્તનમાં ગઠ્ઠો છે? સ્તનમાંથી સ્રાવ થાય છે? શું ત્વચાનો રંગ બદલાઈ ગયો છે? આ તપાસવું જોઈએ. સ્તન કેન્સરના ટેસ્ટ માટે મહિલાઓએ મેમોગ્રાફી કરવાની હોય છે.

સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ

મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સ્તન કેન્સર પછી, ભારતમાં સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે. એવી ભલામણ કરવામાં આવે છે કે 21 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ દર પાંચ વર્ષે ઓછામાં ઓછા એક વખત પેપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ.

બ્લડ પ્રેશર સ્ક્રીનીંગ

મહિલાઓએ તેમનું બ્લડ પ્રેશર તપાસવું જોઈએ. વધુમાં, જે મહિલાઓને હાઈ બ્લડ પ્રેશર હોય અથવા બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓનો કૌટુંબિક ઈતિહાસ હોય તેમણે નિયમિતપણે પોતાનું ચેકઅપ કરાવવું જોઈએ.

હાડકાંની જાળવણી

સ્વસ્થ જીવન માટે સ્વસ્થ હાડકાંની જાળવણી જરૂરી છે. હાડકાં માળખાકીય ફ્રેમ બનાવે છે અને તેથી શરીરની સરળ કામગીરી માટે તેને મજબૂત રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: Raisins Health Benefits: કિસમિસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? દરરોજ પાણીમાં પલાળેલી 10 સુકી દ્રાક્ષ ખાવાથી હેલ્થ પર શું અસર થશે? જાણો

ડાયાબિટીસ સ્ક્રીનીંગ

35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ પ્રિ-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસની તપાસ કરવા દર ત્રણ વર્ષે બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ કરાવવો જોઈએ. જો કોઈ સ્ત્રી મેદસ્વી હોય અથવા કુટુંબમાં કોઈ વ્યક્તિ પહેલેથી જ ડાયાબિટીસથી પીડાતી હોય, તો વહેલું સ્ક્રીનીંગ જરૂરી છે.

થાઇરોઇડ ટેસ્ટ

30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ થોડી કાળજી અને નિયમિત ચેક-અપથી થાઇરોઇડની સમસ્યાથી બચી શકે છે. કારણ કે આ સમસ્યા ખાસ કરીને મહિલાઓ માટે વધુ સામાન્ય છે, તેઓએ સમયાંતરે ડૉક્ટરની સલાહ સાથે ચોક્કસપણે યોગ્ય ટેસ્ટ કરાવવું જોઈએ.

વિટામિન ડી ટેસ્ટ

આ ટેસ્ટ તમારા લોહીમાં વિટામિન ડીનું સ્તર માપે છે. વિટામિન ડી તંદુરસ્ત હાડકાં અને દાંતની જાળવણી તેમજ રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે.

મેરેજ પહેલા કરવો આ ટેસ્ટ

લગ્ન પહેલાના ટેસ્ટમાં પણ વધારો થયો છે, જેમાં થેલેસેમિયા અને અન્ય હિમોગ્લોબીનોપેથી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો જેવા રક્ત સંબંધિત વિકારો માટે બ્લડ ટેસ્ટની જરૂર પડે છે.

આ સિવાય મેજર ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ પણ તપાસવી જોઈએ. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા જેવા ક્રોનિક રોગો પણ તમારા જીવનને અસર કરે છે. જો તમે આ બધા રોગોની અગાઉથી જાણ છે, તો તે સારવાર યોગ્ય છે અને તમે તેની યોગ્ય સારવાર કરી શકો છો.

શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips