Health Tips For Breakfast : હેલ્થ સારી રાખવી જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે સવારે વહેલા ઉઠવું અને જાગ્યાના એક કલાકની અંદર હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. તમારો સવારનો નાસ્તો તમારી દિનચર્યાને અસર કરે છે. જો સવારના નાસ્તામાં પોષક તત્વોથી ભરપૂર અમુક સુપરફૂડનું સેવન કરવામાં આવે તો તમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરો છો. સવારના નાસ્તામાં હેલ્ધી ફૂડ્સનું સેવન કરવાનથી મેટાબોલિઝમ વધે છે અને શરીરને પોષક તત્વો મળે છે. ખાલી પેટે અમુક ફૂડ્સનું સેવન કરવાથી સ્થૂળતા પણ નિયંત્રણમાં રહે છે. અમુક સુપરફૂડ એવા છે જે દિવસભર શરીરને એનર્જી આપે છે.
હેલ્થ એક્સપર્ટ્સના મતે સવારનો નાસ્તો શરીરમાં એનર્જીનું પ્રમાણ વધારે છે. ન્યુટ્રિશિયન એક્સપરટ્સ સાક્ષી લાલવાનીએ ઇન્સ્ટાગ્રામ પર પાંચ ફૂડ્સની યાદી જણાવી છે, જેનું સેવન સવારમાં ખાલી પેટ કરવામાં આવે તો શરીર સ્વસ્થ્ય રાખી શકાય છે અને નબળું શરીર મજબૂત બને છે.

જાયફળનું સેવન કરો
ગુડગાંવના મધરહુડ હોસ્પિટલ્સમાં કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ નિશા મંડલે જણાવ્યું હતું કે ખાલી પેટે જાયફળના પાવડરનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. એક્સપર્ટ્સના મતે, ખાલી પેટે જાયફળનું સેવન પાચન રસોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને પાચનમાં મદદ કરે છે. જાયફળનું સેવન અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જાયફળ એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણોથી સમૃદ્ધ છે, જેનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને બળતરા દૂર કરવામાં મદદ કરે છે.
અંજીર ખાઓ
ફાઈબરથી ભરપૂર અંજીરનું સેવન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીરમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. સવારના નાસ્તા પહેલા અંજીરનું સેવન કરવાથી ભૂખ મટે છે અને શરીરને પૂરતી ઉર્જા મળે છે. જો સગર્ભા સ્ત્રીઓ અંજીરનું સેવન કરે છે, જેમાં આયર્ન, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, તો તે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. ખાલી પેટે અંજીરનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે અને એનર્જી લેવલમાં સુધારો થાય છે.

મેથીના દાણા અને આદુનું સેવન કરો
મેથીના દાણા એક એવો મસાલો છે જેના સેવનથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. મેથીના દાણાના સેવનથી ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર આદુમાં એવા ગુણ સ્થૂળતાને કન્ટ્રોલ કરે છે. તેનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે અને પાચન સુધરે છે. મેથા દાણા અને આદુંનું સેવન ખાલી પેટ કરવાથી પાચનતંત્ર સુધરે છે.
આ પણ વાંચો | તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા જાણો, આટલી ભૂલ ટાળો
હલીમના બીજનું સેવન કરો
હલીમના બીજમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી અને વિટામિન ઈ હોય છે જે શરીરને પોષણ અને ઉર્જા પ્રદાન કરે છે. આ તમામ પોષક તત્વો લોહીને શુદ્ધ કરે છે અને હાડકાંને સ્વસ્થ બનાવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર હલીમના બીજ શ્વસન સ્વાસ્થ્યને સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન સીથી ભરપૂર ફળો સાથે તેનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. હલીમના બીજ આયર્નનું શોષણ વધારી શકે છે.





