Beauty Rips: ઉનાળા માટે સનસ્ક્રીન ખરીદતી વખતે 5 વાત ધ્યાનમાં રાખો, ત્વચા રહેશે ચમકદાર

Sunscreen Buy Guide For Summer Beauty Tips: સનસ્ક્રીન ક્રીમ ઉનાલામાં ત્વચાને હાનિકારક સૂર્યકિરણોથી બચાવે છે. અહીં તમને 5 વાત જણાવી છે જે ધ્યાનમાં રાખી તમારી માટે યોગ્ય સનસ્ક્રીન ક્રિમ ખરીદવામાં મદદ કરશે.

Sunscreen Buy Guide For Summer Beauty Tips: સનસ્ક્રીન ક્રીમ ઉનાલામાં ત્વચાને હાનિકારક સૂર્યકિરણોથી બચાવે છે. અહીં તમને 5 વાત જણાવી છે જે ધ્યાનમાં રાખી તમારી માટે યોગ્ય સનસ્ક્રીન ક્રિમ ખરીદવામાં મદદ કરશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sunscreen Buy Guide | Best Sunscreen SPF | summer beauty tips

Sunscreen Buy Guide: સનસ્ક્રીન ખરીદવાની 5 ટીપ્સ. (Photo: Freepik)

Sunscreen Buy Guide For Summer Beauty Tips: ત્વચા સુંદર અને સ્વસ્થ દેખાય તેની કાળજી રાખવી જરૂરી છે. શિયાળો હોય કે ઉનાળો, તડકાના હાનિકારક કિરણોથી ત્વચાનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. સૂર્યના હાનિકારક યુવી કિરણો સ્કીન પર ડાધ જ નથી કરતા, પરંતુ અકાળે કરચલીઓ, કાળા ડાઘ અને સ્કીન કેન્સરનું જોખમ પણ વધારી શકે છે. આવી સ્થિતિમાં, સનસ્ક્રીનનો ઉપયોગ કરવો એ માત્ર એક બ્યુટી પ્રોડક્ટ જ નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ સ્કિનકેર સ્ટેપ પણ છે. જોકે, આજના સમયમાં માર્કેટમાં ઘણા બધા સનસ્ક્રીન ઓપ્શન છે, જેમાંથી પોતાના માટે એકની પસંદગી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે.

Advertisment

હવે જો તમે કન્ફ્યૂઝમાં છો કે કઈ સનસ્ક્રીન તમારા માટે બેસ્ટ રહેશે તો આ આર્ટીકલ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. તમને જણાવી દઇયે કે, સનસ્ક્રીન ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં અમે તમને આવી જ 5 બાબતો વિશે જણાવી રહ્યા છીએ. આના પર ધ્યાન આપીને, તમે તમારા માટે શ્રેષ્ઠ સનસ્ક્રીન ખરીદી શકો છો અને તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો. આવો જાણીએ તેમના વિશે-

Sunscreen Buy Guide In Gujarati : સનસ્ક્રીન ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

બ્રોડ-સ્પેક્ટ્રમ

સૌથી પહેલા બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન પસંદ કરો. આ તમને યુવીબી અને યુવીએ બંને કિરણોથી બચાવવામાં મદદ કરશે. હકીકતમાં, યુવીએ કિરણો ત્વચામાં ઊંડે સુધી પ્રવેશે છે, જે અકાળે વૃદ્ધત્વ અને ત્વચાને નુકસાન પહોંચાડે છે. તો બ્રોડ સ્પેક્ટ્રમ રક્ષણ આ હાનિકારક કિરણોત્સર્ગ અને સૂર્યના કિરણો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે. આવી સ્થિતિમાં, સનસ્ક્રીન ખરીદતી વખતે, લેબલ વાંચો અને બ્રોડ સ્પેક્ટ્રમ પસંદ કરો.

Advertisment

યોગ્ય SPF

હવે, ચાલો એસપીએફ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઓછામાં ઓછા એસપીએફ 30 વાળી સનસ્ક્રીન પસંદ કરો. તે યુવીએ કિરણો સામે મજબૂત રક્ષણ પૂરું પાડે છે, જે સનબર્ન અને ત્વચાને થતા નુકસાનના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

જળ પ્રતિરોધક

ખાસ કરીને ઉનાળામાં પરસેવો વધારે હોય છે, તેથી પાણી પ્રતિરોધક સનસ્ક્રીન પસંદ કરો. જોકે કોઈ પણ સનસ્ક્રીન સંપૂર્ણપણે વોટરપ્રૂફ નથી હોતી, પરંતુ વોટર-રેઝિસ્ટન્ટ પસંદ કરવાથી તમને ઘણા બધા ફાયદાઓ મળી શકે છે. ખાસ કરીને જો તમારી ત્વચા તૈલી હોય તો પાણી-પ્રતિરોધક લેબલની ચકાસણી કરવાનું ભૂલશો નહીં.

ત્વચાના પ્રકાર મુજબ સનસ્કીન ખરીદો

જો તમારી સ્કીન ઓઇલી હોય તો લાઇટ અને ઓઇલ ફ્રી ફોર્મ્યુલા સાથે સનસ્ક્રીન પસંદ કરો, શુષ્ક ત્વચા માટે મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન પસંદ કરો. તો ખીલ વાળી સ્કીન માટે નોન-કોમેડોજેનિક સનસ્ક્રીન પસંદ કરવું મહત્વપૂર્ણ છે. આ પ્રકારની સનસ્ક્રીન ત્વચા પર બ્રેકઆઉટ અને બળતરાની સમસ્યાને ઘટાડવામાં પણ મદદ કરે છે.

સફેદ કાસ્ટ સનસ્ક્રીનને અવગણો

આ ઉપરાંત ઘણા લોકોની ફરિયાદ છે કે સનસ્ક્રીન લગાવ્યા બાદ તેમની ત્વચા પર સફેદ ડાઘ દેખાય છે અથવા સનસ્ક્રીન તેમની ત્વચા પર સફેદ ડાઘ છોડી દે છે. આનાથી બચવા માટે, નોન વ્હાઇટનિંગ અથવા ક્લિયર લેબલવાળી સનસ્ક્રીન પસંદ કરો. ઝિંક ઓક્સાઇડ અથવા ટાઇટેનિયમ ડાયોક્સાઇડ ધરાવતા ખનિજ સનસ્ક્રીન્સ કેટલીકવાર અવશેષો છોડી શકે છે. આ કિસ્સામાં, આ લેબલ્સ પર પણ ધ્યાન આપો.

આ રીતે કેટલીક ખાસ વાતોને ધ્યાનમાં રાખીને તમે પોતાના માટે બેસ્ટ સનસ્ક્રીન પસંદ કરી શકો છો. આશા છે કે તમને આ ઉપયોગી માહિતીનો ભાગ ગમ્યો હશે.

beauty tips જીવનશૈલી health tips