/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/water.jpg)
Water : પાણી શરીર માટે અમૃત સમાન છે. (Photo - Freepik)
(Jayashree Narayanan) | Helath Effects Of 7 Day Water Fast : હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે, સમયાંતરે ઉપવાસ કરવાને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણ છે. સામાન્ય રીતે ઉપવાસના દિવસે લોકો ફળો અથવા હળવો આહાર ખાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે કંઈપણ ખાધા વિના અને માત્ર પાણી પીને 7 દિવસ ઉપવાસ કરો છો તો તેની તમારા શરીર પર શું અસર થશે? આવો જાણીએ એક્સપર્ટ્સ પાસેથી આ પ્રશ્નનો જવાબ
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
આ બાબતે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની ખાસ વાતચીત દરમિયાન, ક્લિનિકલ ડાયેટિશિયન અને NUTR, દિલ્હીના સ્થાપક લક્ષિતા જૈને જણાવ્યું હતું કે, 'આપણા દેશમાં જૈન ધર્મના લોકો લાંબા સમયથી આ રીતે માત્ર પાણીથી જ ઉપવાસ કરે છે. ઉપરાંત તાજેતરના એક રિસર્ચ પરિણામો દર્શાવે છે કે 7 દિવસ સુધી માત્ર પાણી પીને ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. હા, આ સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળવા, ઈલેક્ટ્રોલાઈટ્સમાં અસંતુલન અને માંસપેશીઓના નુકશાન જેવી સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ જો આ પદ્ધતિને થોડા સમય માટે અને ધ્યાનપૂર્વક અપનાવવામાં આવે તો તેના ઘણા ફાયદા છે.
લક્ષિતા જૈન કહે છે, 'ફક્ત પાણી પીવાની આ પદ્ધતિ પ્રથમ દિવસ તમારા શરીર પર ક્લીંઝરની જેમ કામ કરી શકે છે. બીજા દિવસે તમે ખૂબ જ હળવો અનુભવ કરી શકો છો, પરંતુ ત્રીજા દિવસે તમારું શરીર મંદ થવા લાગે છે. ચોથા દિવસે, જો તમારું શરીર સારું લાગે, તો તમે તેને ચાલુ રાખી શકો છો, જો નહીં, તો તેને રોકવું જરૂરી છે.
લક્ષિતા જૈનની એક અલગ આ બાબત અંગે, જિંદાલ નેચરક્યોર સંસ્થાના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. બબીના એન.એમ. કહે છે કે, 7 દિવસ સુધી માત્ર પાણી પીવાથી તમે શરીરમાં ઘણા ખાસ ફેરફારો જોઈ શકો છો. જેમ-
ઓટોફેગી
ડો. બબીનાના જણાવ્યા મુજબ, ઉપવાસની આ પદ્ધતિ શરીરની ઓટોફેજિક પ્રક્રિયાને ટ્રિગર કરીને ક્ષતિગ્રસ્ત કોષોને દૂર કરવામાં અને તંદુરસ્ત કોષો સાથે બદલવામાં મદદ કરી શકે છે.
કેટોસિસ
આવા ઉપવાસના સમયગાળા દરમિયાન શરીર કેટોસિસની સ્થિતિમાં જઈ શકે છે, જેમાં શરીર ઊર્જા માટે કાર્બોહાઇડ્રેટ્સને બદલે વધારાની ચરબી બર્ન કરવાનું શરૂ કરે છે. આ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કારણ કે 7 દિવસ સુધી કંઈપણ ખાધા વગર રહેવાથી, કેલરીની માત્રા આપોઆપ ઓછી થઈ જશે, તેથી આવી સ્થિતિમાં તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/ls-loksatta-49.jpg)
ડિટોક્સિફિકેશન
7 દિવસ સુધી માત્ર પાણી વાળા ઉપવાસ કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે. આ ઉપરાંત, પાચનતંત્ર પણ અમુક અંશે સુધરી શકે છે. જો કે, આ દાવાને સમર્થન આપવા માટે બહુ ઓછા વૈજ્ઞાનિક પુરાવા છે, કારણ કે શરીરમાં પહેલાથી જ શરીરને બિનઝેરીકરણ કરવા માટે સમયાંતરે કેટલીક બિનઝેરીકરણ પ્રક્રિયાઓ થતી હોય છે.
ઉર્જાનું સ્તર ઓછું થઇ શકે છે
આ પ્રકારના ઉપવાસ દરમિયાન શરીરનું એનર્જી લેવલ ધીમે-ધીમે ઘટી શકે છે, કેટલાક લોકોને થાક, ચક્કર આવવા જેવી હેલ્થ સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન બગડવાની શક્યતા
લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી ઇલેક્ટ્રોલાઇટ અસમાનતા ઉભી થઈ શકે છે, જે નબળાઈ, સ્નાયુમાં ખેંચાણ અથવા અનિયમિત ધબકારા જેવા લક્ષણો તરફ દોરી જાય છે.
માનસિક સ્પષ્ટતા પર અસર થશે
ડો. બબીનાએ સમજાવ્યું કે જ્યારે કેટલાક લોકો આવા ઉપવાસ દરમિયાન વધુ સારી રીતે ધ્યાન અને માનસિક સ્પષ્ટતાની જાણ કરે છે, ત્યારે અન્ય લોકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચો | Ginger Tea : આદુની ચાનું સેવન ડેન્ડ્રફ ઓછો કરી શકે? અહીં જાણો
આવા ઉપવાસ કોણે ન કરવા જોઈએ?
આ બધા ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં રાખ્યા પછી પણ ડૉ.બબીના હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સગર્ભા સ્ત્રીઓ અને કોઈપણ રોગથી પીડાતા લોકોને આ પદ્ધતિ બિલકુલ ન અપનાવવાની સલાહ આપે છે.
(Disclaimer : આ લેખમાં જણાવેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડૉક્ટરની સલાહ લેવી.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us