Health Tips : એક પેકેજ્ડ જ્યુસમાં કેટલી એડેડ સુગર હોય છે? એક્સપર્ટ કહે છે?

Health Tips : પેકેજ્ડ ડ્રિન્ક ખરીદતી વખતે લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા અને સુગરની પ્રમાણ કેટલું છે તે ધ્યાન રાખવું આવશ્યક છે.

Health Tips : પેકેજ્ડ ડ્રિન્ક ખરીદતી વખતે લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા અને સુગરની પ્રમાણ કેટલું છે તે ધ્યાન રાખવું આવશ્યક છે.

author-image
shivani chauhan
New Update
added sugar fruit juice

Health Tips : એક ગ્લાસ જ્યુસમાં કેટલી એડેડ સુગર હોય છે? એક્સપર્ટ કહે છે? (Canva)

Health Tips : ફ્રૂટ્સ અને ફ્રૂટ જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જયારે ફ્રૂટ જ્યુસનું પેકેજિંગ કરવામાં આવે છે ત્યારે તેમાં સુગર ઉમેરવામાં આવે છે. જે સ્વાદ અને મીઠાશને વધારવા માટે હોય છે. હેલ્થ એક્સપર્ટ ઈશાંકા વાહી કહે છે કે, આવું ન માત્ર જ્યુસમાં પરંતુ કોફી, ચા અને નાળિયેર પાણી જેવા પીણાંમાં પણ હિડન શર્કરા ઉમેરવામાં આવે છે.''

Advertisment
fruit juice health tips
Health Tips : એક ગ્લાસ જ્યુસમાં કેટલી એડેડ સુગર હોય છે? એક્સપર્ટ કહે છે? (Canva)

વાહીએ કહ્યું કે, ''એડેડ સુગરની માત્રા બ્રાન્ડ અને પીણાના પ્રકારને આધારે વ્યાપકપણે બદલાઈ શકે છે. ભારતીયો પેકેજ્ડ જ્યુસ અથવા ફ્લેવર્ડ ડ્રિંકના સર્વિંગ દીઠ સરેરાશ 6 થી 20 ગ્રામ એડેડ સુગરનો વપરાશ કરે છે. જે લગભગ 1.5 થી 5 ચમચી ખાંડ બરાબર છે.''

આ પણ વાંચો: Morning Health Tips : રોજ સવારે લીંબુ સાથે નાળિયેર પાણી પીવાથી શરીર પર શું અસર થાય?

Advertisment

હેલ્થ પર અસર

વધુ પડતી એડેડ સુગરનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તે વજનમાં વધારો કરી શકે છે, હૃદય રોગનું જોખમ વધારી શકે છે, ઇન્સ્યુલિન પ્રતિકારમાં ફાળો આપે છે, અને શરીરમાં બળતરાને પણ પ્રોત્સાહન આપે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેઓ ખાંડયુક્ત પીણાં લે તો બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે અને ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરવું અઘરું બની શકે છે.

શું ધ્યાન રાખવું?

પેકેજ્ડ ડ્રિન્ક ખરીદતી વખતે લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા અને સુગરની પ્રમાણ કેટલું છે તે ધ્યાન રાખવું આવશ્યક છે. હેલ્થ એક્સપર્ટે કહ્યું, “જ્યારે પણ શક્ય હોય ત્યારે, 'નો એડેડ સુગર' અથવા 'અનસ્વીટન્ડ' લેબલવાળા ડ્રિન્ક પસંદ કરો. આ ઉપરાંત સર્વિંગ સાઈઝ અને તમારા ડેઇલી સેવનમા બંધબેસે છે તે ધ્યાનમાં લો.''

આ પણ વાંચો: ઉનાળામાં લૂ લાગે ત્યારે કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ રાહત મળશે

ઘણા હેલ્ધી ઓપ્શન અવેલેબલ છે જે તમારું ક્રેવીંગ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે કેલરી- ફ્રી પણ છે અને તમને તાજગી આપે છે.

  • હર્બલ ટી: સ્વાદિષ્ટ વિકલ્પ માટે સ્વીટ ન હોય તેવી વેરાયટી પસંદ કરો.
  • ઇન્ફ્યુઝ્ડ વોટર: તાજા ફળોને પાણીમાં ઇન્ફ્યૂઝ કરો જે સુગર વિના સ્વાદમાં વધારો કરે છે.
  • હોમમેઇડ સ્મૂધી: પૌષ્ટિક બનાવવા માટે તમારા મનપસંદ ફળો અને શાકભાજીને દહીં સાથે મિક્ષ કરો.

આ ઓપ્શન મોટા ભાગના લોકોને અનુકૂળ આવે છે અને એડેડ સુગર વગર હાઇડ્રેશન પ્રદાન કરે છે. યાદ રાખો, મધ્યસ્થતા ચાવીરૂપ છે, તેથી વધુ પડતી ખાંડ લીધા વિના નેચલર ટેસ્ટ એન્જોય કરો.

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips