Amla VS Avocado Benefits : આમળા કે એવોકાડો શિયાળામાં ક્યું ફળ ખાવું શરીર માટે વધુ ફાયદાકારક છે, બીમારીથી બચાવશે

Health Benefits Of Amla VS Avocado : આમળા ભારતીય અને એવોકાડો વિદેશી ફળ છે. તેમાં કોઈ શંકા નથી કે આમળીની જેમ એવોકાડો પણ એક સુપરફૂડ છે જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે પરંતુ ખિસ્સા પર ભારે પડે છે.

Written by Ajay Saroya
November 12, 2025 11:13 IST
Amla VS Avocado Benefits : આમળા કે એવોકાડો શિયાળામાં ક્યું ફળ ખાવું શરીર માટે વધુ ફાયદાકારક છે, બીમારીથી બચાવશે
Health Benefits Of Amla VS Avocado : આમળા અને એવોકાડો શિયાળાના સુપરફૂડ કહેવાય છે. (Photo: Freepik)

Health Benefits Of Amla VS Avocado : શિયાળાની ઠંડીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. આ સમયે, તાપમાનમાં ઘટાડો, શરીરમાં પાણીની ઉણપ અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાને કારણે મેટાબોલિઝમ મંદ પડે છે, જે શરીરને વાયરસ અને ચેપ માટે વધુ સંવેદનશીલ બનાવે છે. ઠંડી હવા અને ઓછા સૂર્યપ્રકાશને કારણે વિટામિન ડી પણ ઘટે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શિયાળાની ઠંડીમાં લોકો ઓછું પાણી પીવે છે, જેના કારણે શરીર માંથી ઝેરી તત્વો સારી રીતે બહાર નીકળી શકતા નથી, થાક, શરદી-ઉધરસ, ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ વધવા લાગે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે શિયાળામાં નવશેકું પાણી પીવું, વિટામિન સીથી ભરપૂર ફળોનું સેવન કરવું જરૂરી છે.

ઠંડીની ઋતુમાં આપણે શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે આહારમાં ડ્રાયફ્રૂટ્સ, ચ્યવનપ્રાશ અને અમુક સીડ્સનું સેવન કરીયે છીએ. લોકો શિયાળામાં ખાસ કરીને આમળા ખાય છે. આમળાનું સેવન રસ બનાવી, ચ્યવનપ્રાશ અને મુરબ્બાના રૂપમાં કરવામાં આવે છે. આ ફળ વિટામિન સીનો ઉત્તમ સ્રોત છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને રોગોથી બચાવે છે.

આમળા સાથે અન્ય એક સુપર ફૂડ એવોકાડો છે જે એક વિદેશી ફળ છે પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે આમળીની જેમ એવોકાડો પણ એક સુપરફૂડ છે જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે પરંતુ ખિસ્સા પર ભારે પડે છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે શિયાળામાં આ બંનેમાંથી કયું સુપરફૂડ્સ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. ભારતીય ડોકટરો અને નિષ્ણાતોનું માનવું છે કે એવોકાડોનો ક્રેઝ જરૂરિયાત કરતા વધારે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એવોકાડોને સુપરફૂડ તરીકે તાજ પહેરાવવામાં આવી રહ્યો છે. પછી ભલે તે સલાડ હોય કે સ્મૂધીઝ, તે દરેક જગ્યાએ ટ્રેન્ડી છે. પરંતુ ભારતીય ડોકટરોનું કહેવું છે કે અસલી સુપરફૂડ આપણા દેશમાં હાજર છે, એટલે કે આમળા છે. જો તેને એવોકાડો જેટલી લોકપ્રિયતા મળે તો ભારત માત્ર સ્વસ્થ જ નહીં પરંતુ આરોગ્યની મહાસત્તા પણ બની શકે છે. ચાલો જાણીએ કે આમળા કેવી રીતે હેલ્ધી ફૂડ છે અને એવોકાડો કરતા વધુ ઉત્તમ છે.

આમળા એક દેશી હેલ્થ બૂસ્ટર છે

દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો.શુભમ વાત્સ્યાના જણાવ્યા અનુસાર, દરરોજ આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. તેમાં હાજર પોલિફેનોલ્સ કેન્સર સામે રક્ષણ આપે છે અને ડીએનએના નુકસાનને ધીમું કરે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આમળામાં હાજર એન્ટીઓકિસડન્ટો ખરાબ કોલેસ્ટ્રોલને ઓક્સિડાઇઝ થવાથી અટકાવે છે, ધમનીઓને સ્વચ્છ રાખે છે અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે. એક નાનો આમળા દિવસભર વિટામિન સીની જરૂરિયાતને પૂર્ણ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

એવોકાડોના સ્વાસ્થ્ય લાભ પણ ઓછા નથી

હૈદરાબાદની યશોદા હોસ્પિટલના વરિષ્ઠ ચિકિત્સક અને ડાયાબિટોલોજિસ્ટ ડો.સુમન ગુપ્તા સમજાવે છે કે એવોકાડોમાં તંદુરસ્ત ચરબી (મોનોઅનસેચ્યુરેટેડ ચરબી) હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ખરાબ કોલેસ્ટરોલ (એલડીએલ) દૂર કરીને સારા કોલેસ્ટરોલ (એચડીએલ) માં વધારો કરે છે. ઉપરાંત, તેમાં હાજર ફાઇબર પાચનને સ્વસ્થ રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. એવોકાડો પોટેશિયમ, વિટામિન કે, વિટામિન ઇ અને ફોલેટથી સમૃદ્ધ છે જે ચેતા, સ્નાયુઓ અને હાડકાં માટે આવશ્યક પોષક તત્વો છે.

આ પણ વાંચો | આમળા મુરબ્બો સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો, ઘરે આ રીતે બનાવો

આમળા કે એવોકાડો કયું સ્વાસ્થ્ય માટે વધુ સારું છે?

ડૉ. ગુપ્તાના જણાવ્યા અનુસાર, બંને ફળ પોતાની રીતે ઉત્તમ છે. જો તમે હૃદયની તંદુરસ્તી સુધારવા માંગતા હો, તો એવોકાડો ખાવો, પરંતુ મર્યાદિત માત્રામાં. બીજી તરફ, જો રોગપ્રતિકારક શક્તિ, ત્વચા, વાળ અને બ્લડ શુગર કન્ટ્રોલ કરવું હોય, તો આમળા સૌથી સસ્તો અને અસરકારક વિકલ્પ છે. ડૉ. વાત્સ્ય કહે છે કે આમળા જેવા ભારતના પરંપરાગત સુપર ફૂડ સદીઓથી સ્વાસ્થ્યનો ખજાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ