(Dr Priyanka Rohatgi) Healthy Diet Tips For Diabetes And Blood Sugar Control: જો તમને ડાયાબિટીસ અથવા પ્રીડાયાબિટીસ હોય, તો બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવા માટે ડાયટ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. ફળ આપણા આહારનો મહત્વનો ભાગ છે. જો ડાયાબિટીસનો દર્દી ફળોનું સેવન કરે તો મીઠાઈ ખાવાની તૃષ્ણા નિયંત્રણમાં રહે છે અને બ્લડ શુગર વધવાનું જોખમ પણ વધારે રહેતું નથી. ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને તેઓ વારંવાર બીમાર પડે છે.
શરીરને તંદુરસ્ત બનાવવા માટે આહારમાં કેટલાક પોષક તત્વોનું સેવન કરવું પણ જરૂરી છે. સફરજન અને સંતરા બંને એવા ફળ છે જે શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. શિયાળામાં રસદાર સંતરાનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.
સફરજનનું સેવન બીમારીઓથી બચાવશે
હવે સવાલ એ થાય છે કે સફરજન અને સંતરા બેમાંથી કયું ફળ બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં અસરકારક છે? એપોલો હોસ્પિટલના ચીફ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. પ્રિયંકા રોહતગી કહે છે કે આપણે ભોજન સાથે ફળોનું સેવન કેવી રીતે કરીએ છીએ તે વધુ મહત્વનું છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે બંને ફળ સ્વાસ્થ્ય માટે સારા છે. આ ફળોના ફાયદા તેમના કદ અને તેમના સાવચેતીપૂર્વક વપરાશ પર આધાર રાખે છે.
જો કે ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા કેલરીની ગણતરી પર ધ્યાન આપવું જોઈએ. કોઈપણ ફળનું સેવન કરતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે એક ફળમાં 15 ગ્રામથી વધુ કાર્બોહાઈડ્રેટ્સ ન લેવા જોઈએ. ચાલો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે કયું ફળ સારું છે, સફરજન કે નારંગી.

ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા સફરજન કેવી રીતે વધુ સારું છે?
સફરજનમાં હાઇ ફાઈબર હોય છે જે સુગરના પાચનને ધીમું કરે છે, જેના કારણે લોહીમાં સુગર લેવલ નથી વધતું. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. સફરજનમાં રહેલા પોલિફીનોલ્સ ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે જવાબદાર બીટા કોષોને તૂટવાથી અટકાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ કન્ટ્રોલમાં રાખવા માટે નાના સફરજનનું સેવન કરવું જોઈએ. દરેક સફરજનમાં લગભગ 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. જો તમે સફરજનને થોડું પ્રોટીન અથવા હેલ્ધી ફેટ સાથે ભેળવીને તેનું સેવન કરો છો તો તે ફાયદાકારક રહેશે.
તમે સફરજનને એક મુઠ્ઠી જેટલા મેવા અને પનીરની સાથે મિક્સ કરીને સેવન કરો. મધ્યમ કદના એક સફરજનમાં લગભગ 4 ગ્રામ ફાઈબર અને વિટામિન સી હોય છે. જો સફરજનનું સેવન તેની છાલ સાથે કરવામાં આવે તો હૃદયનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. સફરજનની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. સફરજનમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. સફરજનનું સેવન કરવાથી લોહીમાં શુગર લેવલ સામાન્ય રહે છે.

સંતરાના સેવનથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય?
ખાટો સ્વાદ ધરાવતી સંતરા ડાયાબિટીસ ફ્રેન્ડલી ડાયટનો એક ભાગ પણ બની શકે છે. ફાઈબર અને વિટામિન સીથી ભરપૂર સંતરાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 31 થી 50ની વચ્ચે છે, જે ઓછો છે. એક મધ્યમ કદના સંતરામાં સામાન્ય રીતે લગભગ 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. એક મધ્યમ કદનું સંતરા ખાઓ અને તમને એક દિવસમાં પૂરતું વિટામિન સી (63 મિલિગ્રામ) મળશે. મધ્યમ કદના સંતરામાં ફોલેટ (24 mcg) પણ હોય છે, જે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. સંતરામાં હાજર પોટેશિયમ (238 મિલિગ્રામ) બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખ છે.
આ પણ વાંચો | વજન ઘટાડવું છે? ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક, જાણો રેસિપી
ખાવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે?
આ બંને ફળોનું સેવન સંપૂર્ણ નાસ્તા તરીકે કરવું શ્રેષ્ઠ છે. આ ફ્રૂટ્સ લોહીમાં સુગરના શોષણને ધીમું કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી લોહીમાં સુગર લેવલ સામાન્ય રહે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, તમારે આ બે ફળોને ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા આ ફળોનું સેવન ન કરો, કારણ કે આ બંને ફળો બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી દે છે.





