Heatlh Benefits Of Beetroot Juice : બીટ પોષક તત્વોથી ભરપૂર કંદમૂળ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક સીઝનમાં ખાસ એવા ફળો અને શાકભાજી આવે છે જે વર્તમાન સમયની શરીરની માંગને પૂરી કરે છે. બીટ શિયાળામાં આવતી એક શાનદાર શાકભાજી છે, જેનું સેવન શરીર માટે આ ઋતુમાં ખૂબ જ જરૂરી છે. આ સીઝનમાં લાલ ચટાકેદાર બીટ જ્યૂસનું ભરપૂર સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને બોડી હાઇડ્રેડ રહે છે.
આયુર્વેદિક ડોક્ટર વરલક્ષ્મી યાનમન્દ્રાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે, આ સિઝનમાં બીટ જ્યૂસનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. બીટ શરીરને ડિટોક્સ કરે છે. આયુર્વેદ અનુસાર, બીટ એક કંદમૂળ છે જે વાત રોગો માટે અસરકારક છે. બીટ જ્યૂસ રક્ત કણ વધારવામાં મદદ કરે છે.
બીટમાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો, તે ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે જે આપણા આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. તેમાં ફાઈબર અને નાઈટ્રેટ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ શાકભાજી બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે અને પેટના માઇક્રોબાયોમમાં વિવિધતા લાવે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે, બૂટ જ્યુસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે અને આ જ્યુસ રોજ પીવો જોઈએ કે નહીં.
બીટનું સેવન કરી રીતે કરવું?
આ સીઝનમાં તમે બીટનું સેવન સૂપ તરીકે, બીટરૂટ ફ્રાય, બીટની કઢી અને આદુ સાથે બીટનો કોલ્ડ-પ્રેસ્ડ જ્યૂસ બનાવીને સેવન કરી શકો છો.
બીટ જ્યૂસનું સેવન કરવાના ફાયદા (Beetroot Juice Benefits)
પોષક તત્વોથી ભરપૂર છે બૂટ
મેરેન્ગો એશિયા હોસ્પિટલ, ગુરુગ્રામમાં ન્યુટ્રિશન ડો. નીતિ શર્મા એ જણાવ્યું હતું કે, વસંત ઋતુમાં બીટના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ રસ પોટેશિયમ, વિટામિન સી અને ફોલેટ જેવા મહત્વપૂર્ણ ખનિજ તત્વો અને વિટામિનથી સમૃદ્ધ છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

શરીરમાં લોહીની ઉણપ દૂર કરે
બીટમાં હાજર નાઇટ્રેટ લોહી નળીનું વિસ્તરણ, લોહીનું પ્રમાણ વધારવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
હૃદયને સ્વસ્થ રાખે
ડોક્ટર શર્માએ જણાવ્યું કે આ જ્યુસનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. આ જ્યુસને નિયમિત પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત
બીટ પાચન સુધારવામાં ખૂબ જ અસરકારક છે. તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
વજન ઘટાડવામાં અસરકારક
બીટ જ્યૂસ એક હાઈ ફાઇબર અને ઓછી કેલરીનો રસ છે, જેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન નિયંત્રણમાં રહે છે. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેઓએ આ જ્યુસનું સેવન કરવું જોઈએ.
બીટ જ્યૂસ અઠવાડિયામાં કેટલી વાર પીવો જોઈએ?
બીટ જ્યૂસ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે, તેનું રોજનું સેવન હેલ્થ માટે ફાયદાકારક છે. બીટના રસમાં વિટામિન બી, બી-6, સી અને આયર્ન હોય છે જે લીવરની બળતરા અને ઓક્સિીડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં અસરકારક છે.
આ પણ વાંચો | સવારે ખાલી પેટ આ 4 સુપરફૂડનું સેવન કરો; થાક નબળાઇ અને પેટની સમસ્યા થશે દૂર, શરીર બનશે મજબૂત
બીટના રસનું સેવન કોણે ન કરવું જોઇએ?
જે લોકોને આ શાકભાજીની એલર્જી હોય તેમણે આ રસનું સેવન ન કરવું જોઈએ.જે લોકોને હાઈ બ્લડ શુગર હોય તેમણે આ જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. તેમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ બ્લડ લેવલ વધારે છે.કિડનીની પથરીથી પીડિત લોકોએ આ રસનું સેવન ટાળવું જોઈએ.જો બ્લડપ્રેશર ઓછું હોય તો તમારે આ જ્યુસનું સેવન ટાળવું જોઈએ.





