Health Tips :શું રાત્રે વહેલું ભોજન લેવાથી ઊંઘમાં સુધાર થઇ શકે?

Health Tips : રાત્રે વહેલું ભોજન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. જ્યારે તમે સૂવાના સમય પહેલા ભારે ભોજન લો છો, ત્યારે તમારું શરીરમાં ખોરાક પચવાની પ્રક્રિયા ચાલુ હોય છે, જે ઊંઘમાં વિક્ષેપ લાવી શકે છે

Written by shivani chauhan
August 24, 2023 07:58 IST
Health Tips :શું રાત્રે વહેલું ભોજન લેવાથી ઊંઘમાં સુધાર થઇ શકે?
હેલ્થ ટીપ્સ રાત્રે વહેલા ખાવાથી ઊંઘમાં સુધારો થઈ શકે છે (અનસ્પ્લેશ)

રાત્રે વહેલું ભોજન માત્ર વજન કંટ્રોલ કરવા અને સારા પાચન માટે જ ફાયદાકારક નથી પણ તમને સારી ઊંઘમાં પણ મદદગાર થઇ શકે છે અને તમારા એનર્જી લેવલેને પણ સુધારી શકે છે. જો તમને મોદી રાત્રે નાસ્તો અથવા આઈસ્ક્રીમ ખાવાનું ગમે છે પરંતુ તે હકીકતમાં ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે.

રાત્રે વહેલું ભોજન લેવાથી તમારી ઊંઘમાં સુધારો થઇ શકે છે તે શેર કરતા, ન્યુટ્રિશનિસ્ટ રાશિ ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર જઈને સમજાવ્યું કે, “ મેલાટોનિન એ તમારું ઊંઘનું હોર્મોન છે આ હોર્મોન સૂર્યાસ્ત પછી તમારા લોહીના પ્રવાહમાં મુક્ત થવા લાગે છે. અને જ્યારે તમે સૂર્યાસ્ત વધુ પ્રમાણમાં ભોજન કરો છો, ત્યારે તમે ઇન્સ્યુલિન પણ છોડશો જે કોર્ટિસોલને વધારે છે જે તમારું સ્ટ્રેસ હોર્મોન છે, આ ખોરાકના પાચન માટે મૂળભૂત મેટાબોલિક પ્રતિભાવ છે. હવે વાત એ છે કે કોર્ટિસોલ અને મેલાટોનિન એકબીજા સાથે સ્પર્ધા કરે છે અને એકસાથે ટકી શકતા નથી જે ઘણી બધી હોર્મોનલ સમસ્યાઓ તરફ દોરી શકે છે.

આ પણ વાંચો: Health Tips : મશરૂમના ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓ કરી શકે સેવન? અહીં જાણો

એક્સપર્ટ અનુસાર જ્યારે તમે વહેલું રાત્રિભોજન કરવાનું શરૂ કરો છો ત્યારે તમે તમારા શરીરને પૂરતો સમય આપો છો “એવા પોઇન્ટ સુધી મેલાટોનિન છોડવા માટે કે જ્યાં રાત્રે 10 વાગ્યાથી સવારના 2 વાગ્યાની વચ્ચે જ્યારે તે તેના પીક ગ્રોથ હોર્મોન પર પહોંચે છે, રિપેર એન્ઝાઇમ્સ, રિસ્ટોરેટિવ એન્ઝાઇમ્સ આ બધું સ્ત્રાવ થાય છે અને તેથી જ તમે જાગી જાઓ છો. ઉર્જાવાન અને તાજગી અનુભવો.”

રાત્રે વહેલા જમી લેવાથી ઊંઘમાં સુધાર થઇ શકે?

પાચનમાં સુધારો: રાત્રિનું ભોજન વહેલું લેવાથી તમારા શરીરને સૂતા પહેલા ખોરાક પચવામાં વધુ સમય મળે છે. આ એસિડ રિફ્લક્સ(એસીડીટી) અથવા અપચો જેવી સમસ્યાઓને રોકવામાં મદદ કરી શકે છે જે જ્યારે તમે પેટ ભરાઈને સૂઈ જાઓ ત્યારે ઊભી થઈ શકે છે. જ્યારે તમે વહેલું ખાઓ છો, ત્યારે તમારું પાચન તંત્ર વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે છે, પોષક તત્વોને અસરકારક રીતે તોડીને અને શોષી શકે છે.

ઊંઘની ગુણવત્તા: રાત્રે વહેલું ભોજન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. જ્યારે તમે સૂવાના સમય પહેલા ભારે ભોજન લો છો, ત્યારે તમારું શરીરમાં ખોરાક પચવાની પ્રક્રિયા ચાલુ હોય છે, જે ઊંઘમાં વિક્ષેપ લાવી શકે છે અને અસ્વસ્થતા લાવી શકે છે.

રાત્રે વેહલા જમવાથી તમારા શરીરને પાચનને બદલે ઊંઘ દરમિયાન આરામ અને પુનઃપ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વજન કંટ્રોલ કરવામાં મદદ : અભ્યાસ સૂચવે છે કે દિવસમાં વહેલું જમવાથી વજન કંટ્રોલ માટે ફાયદાકારક હોઈ શકે છે. તે તમારા શરીરને વપરાશમાં લેવાયેલી કેલરીને ચયાપચય કરવા અને સમગ્ર દિવસ દરમિયાન ઊર્જા માટે તેનો ઉપયોગ કરવા માટે વધુ સમય આપે છે.વધુમાં,તે હોર્મોન્સને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે, મોડી રાતના નાસ્તો અથવા અતિશય આહાર લેવાની આદતને ઓછી કરે છે.

બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે: રાત્રે વહેલું જમવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. અને એકંદર મેટાબોલિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

એનર્જી લેવલમાં વધારો: રાત્રે વહેલું ભોજન લેવાથીતમારા શરીરને ખોરાકને પચાવવા અને પોષક તત્વોને શોષવા માટે વધુ સમય મળે છે. અને સતત ઉર્જા સ્તરને પ્રોત્સાહન આપી શકે છે અને ઊર્જા ક્રેશને અટકાવી શકે છે.

વજન ઘટાડવા માટે ડાયટમાં ફેરફાર કરવો સૌથી મહત્વનું છે. આના બે ભાગ છે – એક ખોરાકનો પ્રકાર અને બીજો છે ભોજનનો સમય. સૌથી અસરકારક ફેરફારમાં, કદાચ ડાયટમાં કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડવાની છે.

આ પણ વાંચો: Deep Frying Tips : ડીપ ફ્રાય કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી

ભોજનના સમય અંગે, ઘણી પદ્ધતિઓ પ્રચલિત છે અને તેમાંથી લગભગ તમામ અસરકારક છે. તૂટક તૂટક ઉપવાસ(ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ)માં લાંબા સમય સુધી ખોરાક લેવામાં આવતો નથી. વહેલું રાત્રિભોજન એ તૂટક તૂટક ઉપવાસની એક રીત છે. વહેલું રાત્રિભોજન ઉપવાસનો સમય વધારવા ઉપરાંત ઘણી રીતે મદદરૂપ છે. તે ઊંઘની ક્વોલિટીમાં પણ સુધારો કરે છે અને રિફ્લક્સ ઘટાડવા અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે.”

એક્સપર્ટ અનુસાર, સૂવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં વહેલું રાત્રિભોજન લેવાથી લોહીમાં શર્કરાનું વધુ સારું નિયંત્રણ અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા મળી શકે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. કારણ કે, તમે સૂતા પહેલા તમારા શરીરને ખોરાક પચાવવા માટે પૂરતો સમય આપો છો, તેથી તમારું પાચન સુધરે છે અને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) ના લક્ષણોથી રાહત મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ