/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/monsoon-season-best-foods.jpg)
ચોમાસાની ઋતુમાં ભેજવાળા અને પાણીજન્ય રોગો થવાનું જોખમ વધી જાય છે (તસવીર - ફ્રીપિક)
Monsoon Season Best Foods : બદલાતી ઋતુની સાથે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓનું જોખમ વધી જાય છે. ચોમાસાની ઋતુ તેની સાથે તાજગી અને ઠંડક લાવે છે, પરંતુ પર્યાવરણમાં વધેલા ભેજ, ગંદકી અને બેક્ટેરિયાની સક્રિયતા આ ઋતુને ચેપ વધારે છે. આવી સ્થિતિમાં ખાનપાનથી લઈને લાઇફસ્ટાઇલ સુધી ખાસ કાળજી લેવી જોઈએ.
ડાયેટ એન ક્યોરના ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ દિવ્યા ગાંધીએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં અમુક ખોરાક ટાળવો જરૂરી છે, જેથી રોગોથી બચી શકાય. ખાસ કરીને પેટના રોગો, ફૂડ પોઇઝનિંગ, સ્કિન ઇન્ફેક્શન અને વાઇરલ ફીવર ચોમાસામાં સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં સ્ટ્રીટ ફૂડ, તળેલા ખોરાક, સીફૂડ, પાંદડાવાળા શાકભાજી અને મશરૂમનો વપરાશ ઘટાડવો જોઈએ. જોકે કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન અવશ્ય કરવું જોઈએ.
ન્યૂટ્રિશનિસ્ટ દિવ્યા ગાંધીના જણાવ્યા અનુસાર કુદરતે દરેક ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી બનાવ્યાં છે, જેનો ફાયદો શરીરને થાય છે અને બીમારીઓ સામે રક્ષણ મળે છે, પરંતુ આજના ભાગદોડભર્યા જીવનમાં ખાનપાનથી લઇને લાઇફસ્ટાઇલ સાવ બદલાઇ ગઇ છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે અને અનેક રોગોનું જોખમ વધી જાય છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુમાં ભેજવાળા અને પાણીજન્ય રોગો થવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શરીરને મજબૂત બનાવવા માટે કેટલાક સુપરફૂડનું સેવન કરવું જોઈએ. તેમને રોજીંદા આહારમાં સામેલ કરવાથી ફાયદો થઈ શકે છે.
આદુ અને તુલસી
ચોમાસા દરમિયાન આદુ અને તુલસીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આદુ અને તુલસી બંને કુદરતી એન્ટિબાયોટિક અને એન્ટિવાયરલ ગુણધર્મોથી સમૃદ્ધ છે. તેમાંથી બનેલી હર્બલ ચા પીવાથી શરીર ગરમ રહે છે, ગળાના દુખાવામાં રાહત મળે છે અને શરદીથી બચાવે છે. આ ઉપરાંત તેનાથી પાચનક્રિયા પણ સારી થાય છે.
આ પણ વાંચો - મેદસ્વીતાથી છૂટકારો મેળવવા માંગો છો તો રોજ સવારે આ 5 આદતોને રુટિન બનાવો
મોસમી ફળો
ઋતુ અનુસાર ફળોનું સેવન કરવું ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. વરસાદના દિવસોમાં આ ફળોનું સેવન કરવાથી શરીરને ભરપૂર માત્રામાં વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળશે. આ ફળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેમ કે દાડમ ખાવાથી લોહી સાફ થઈ જશે, પપૈયું ખાવાથી પાચનતંત્ર સારું થશે અને સફરજન ખાવાથી શરીરને એનર્જી મળશે.
લસણ
ચોમાસામાં લસણનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે, જે એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ હોય છે. ચોમાસામાં સૂપ કે શાકભાજીમાં લસણનું સેવન કરવાથી ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે. તે લોહીના પરિભ્રમણને પણ સુધારે છે અને શરદીથી બચાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us