શું તમને રાત્રે સારી ઊંઘની જરૂર છે? સૂતા પહેલા પીવો આ 4 ડ્રિંક્સ, આખા દિવસનો થાકી ઉતરી જશે

Health Tips : દરરોજની ભાગદોડ અને તણાવભર્યા જીવનની વચ્ચે રાત્રે ઘણી વખત ઊંઘ આવતી નથી. અહીં અમે તમને ચાર બેસ્ટ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે તમે રાત્રે ઊંઘતા પહેલા લઈ શકો છો. જેનાથી સારી ઊંઘ આવે છે

Health Tips : દરરોજની ભાગદોડ અને તણાવભર્યા જીવનની વચ્ચે રાત્રે ઘણી વખત ઊંઘ આવતી નથી. અહીં અમે તમને ચાર બેસ્ટ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે તમે રાત્રે ઊંઘતા પહેલા લઈ શકો છો. જેનાથી સારી ઊંઘ આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Turmeric milk, milk

રાત્રે હળદરવાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે (તસવીર - ફ્રીપિક)

Health Tips : દરરોજની ભાગદોડ અને તણાવભર્યા જીવનની વચ્ચે રાત્રે ઘણી વખત ઊંઘ આવતી નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો બેડ પર તો આવી જાય છે પરંતુ આખી રાત કરવટ બદલતા રહે છે. જેના કારણે બીજો દિવસ પણ ખૂબ જ મુશ્કેલીભર્યો પસાર થાય છે અને તેના કારણે, તમે પણ થાક અનુભવવાનું શરૂ કરો છો. જોકે તમે કેટલાક હેલ્ધી ડ્રિંક્સ પી ને રાત્રે ગાઢ નિંદ્રામાં શાંતિથી સૂઈ શકો છો. આ આર્ટિકલમાં અમે તમને ચાર બેસ્ટ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે તમે રાત્રે ઊંઘતા પહેલા લઈ શકો છો.

Advertisment

ગરમ દૂધ

સૂતા પહેલા તમે ગરમ દૂધ પી શકો છો. ઊંઘ માટે આ એક દાદી-નાનીએ ટ્રાય કરેલો નુસખો છો. સૂતા પહેલા ગરમ દૂધ પીવાથી તેમાં હાજર ટ્રિપ્ટોફન અને મેલાટોનિન જેવા તત્વો સુધરે છે.

અશ્વગંધા દૂધ

અશ્વગંધાનું દૂધ ઊંઘની ગુણવત્તામાં ઘણો સુધારો કરે છે. તેને પીવાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે અને મન શાંત થાય છે. તે કોર્ટિસોલ હોર્મોનને પણ નિયંત્રિત કરે છે, જે શરીર અને મનને શાંતિ આપે છે. તમે સૂવાના લગભગ 30 મિનિટ પહેલાં તેનું સેવન કરી શકો છો. તેનાથી સારી ઊંઘ આવે છે.

આ પણ વાંચો - નારિયેળ પાણી કે શેરડીનો રસ? ઉનાળામાં કયું પીણું પીવું વધારે બેસ્ટ, જાણો અહીં

Advertisment

કેળાની સ્મૂધી

તમે રાત્રે કેળાની સ્મૂધી પણ લઈ શકો છો. કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે, જે માંસપેશીઓને રિલેક્સ કરે છે.

હળદરવાળું દૂધ

તમે સૂતા પહેલા હળદરવાળું દૂધ પણ પી શકો છો. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે શરીરનો થાક ઘટાડે છે. રાત્રે હળદરવાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેને પીવાથી સારી ઊંઘ આવે છે.

હેલ્થ જીવનશૈલી health tips