Blood Sugar Level According Age: બ્લડ સુગર લેવલ ઉંમર પ્રમાણે અલગ અલગ હોય છે. બ્લડ સુગર લેવલમાં ફેરફાર માટે ઘણા કારણો જવાબદાર છે, જેમ કે શરીર પ્રવૃત્તિો અભાવ, હોર્મોન્સમાં ફેરફાર, ખરાબ લાઇફસ્ટાઇલ અને અમુક બીમારીને કારણે બ્લડ સુગર લેવલ બદલાતું રહે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરનો ચયાપચયનો દર ઘટતો જાય છે. મેટાબોલીઝમ રેટ મંદ પડવાથી ગ્લુકોઝ તૂટવાનું મંદ પડી શકે છે. ઉપરાંત ઉંમર વધવાની સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ વધી શકે છે, જેના કારણે બ્લડ સુગર લેવલ વધી જાય છે. દરેક ઉંમરે બ્લડ સુગર લેવલમાં વધ ઘટ અલગ અલગ હોય છે.
બાળકો અને યુવાનોનું મેટાબોલિઝમ ઝડપી હોય છે, તેથી તેમનું શરીર ગ્લુકોઝનો ઝડપથી ઉપયોગ કરે છે. વૃદ્ધોના આહારમાં ફાઇબર અને કાર્બ્સનું સેવન વધારે હોય છે, જેના કારણે બ્લડ સુગર લેવલ વધવા લાગે છે. કેટલીક બીમારીઓના કારણે ઊંઘ ન આવવાથી અને તણાવના કારણે બ્લડ સુગર લેવલ ઝડપથી વધવા લાગે છે.
બ્લડ સુગર લેવલ ખાલી પેટે, જમ્યા પછી અને સૂવાના સમયે બદલાય છે. જ્યારે બ્લડ સુગર લેવલ વધી જાય છે ત્યારે તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. વારંવાર તરસ લાગવી, વારંવાર પેશાબ આવવો, વધુ પડતી ભૂખ લાગવી, નબળાઈ અને થાક લાગવો, આંખની દ્રષ્ટિ નબળી પડવી, ઘા રૂઝાવવાનો ઝડપી અભાવ, વારંવાર ચેપ લાગવો, ત્વચામાં ખંજવાળ આવવી અને શુષ્કતા એ બ્લડ સુગર લેવલ ઝડપથી વધવાના લક્ષણો છે.
બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવા માટે સંતુલિત આહારનું સેવન કરવું, નિયમિત કસરત કરવી અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. ડાયાબિટીસની બીમારી માટે નિયમિત ચેક અપ કરાવવું જરૂરી છે. તમે આ રોગની સારવાર ત્યારે જ કરી શકો છો જ્યારે તમને ખબર હોય કે કઈ ઉંમરે બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ. આવો ચાર્ટ દ્વારા જાણીએ કે બ્લડ સુગરર લેવલ કેટલું હોવું જોઈએ.
Blood Sugar Level Chart According Age: ઉંમર મુજબ બ્લડ સુગર લેવલ ચાર્ટ
ઉંમર જમવાની પહેલા (મિગ્રા/ડીએલ) ભોજન પછી (મિગ્રા/ડીએલ) બાળક (૬-૧૨ વર્ષ) 70-100 70-140 તરુણ (૧૩-૧૯ વર્ષ) 70-105 70-145 યુવાન (20-40 વર્ષ) 70-110 70-140 મધ્યમ વય (41-60 વર્ષ) 70-115 70-150 વૃદ્ધ (60+ વર્ષ) 70-120 70-160