Brown Sugar Or Honey For Diabetes Control Tips : બ્લડ શુગર શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ છે. બ્લડ શુગર લેવલ વધવાની સમસ્યાને હાઇપરગ્લાયસીમિયા કહેવામાં આવે છે. બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જે લોકોને ઝડપથી તેનો શિકાર બનાવે છે. બ્લડ સુગર લેવલ વધી ગયા હાદ કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે અને શરીરમાં બીજી ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.
ડાયાબિટીસ દર્દીઓ માટે ગળ્યો ખોરાક ઝેર સમાન હોય છે, કારણ કે ગળ્યું ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ દર્દીઓએ પોતાના આહારની સાથે સાથે પોતાની જીવનશૈલીનું પણ ધ્યાન રાખવું પડે છે. જો કે લોકોને ગળ્યું ખાવાની તલપ વધુ હોય છે. ઘણી વખત લોકો મૂંઝવણમાં હોય છે કે મીઠાશ માટે કઈ સફેદ ખાંડ, બ્રાઉન સુગર અને મધનું સેવન કરવું જોઈએ?
ડાયાબિટીસ દર્દી બ્રાઉન શુગર ખાઈ શકે છે?
ડાયાબિટીસ દર્દીઓ બ્રાઉન સુગર ખાઈ શકે છે. તે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ હાનિકારક હોઈ શકે છે. ડાયાબિટીસ દર્દીઓએ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની મીઠાઈનું સેવન ન કરવું જોઈએ. મધમાં બ્રાઉન સુગર કરતા વધુ કેલરી હોય છે. એક ચમચી મધમાં લગભગ 64 કેલરી હોય છે. આ ઉપરાંત બ્રાઉન શુગરમાં રહેલા મોલાસીસ મેટાબોલિઝમને વેગ આપે છે.
ડાયાબિટીઝ દર્દી મધનું સેવન કરી શકે છે?
મધ ખાંડ કરતાં પણ વધારે ગળ્યું હોય છે. આવી સ્થિતિમાં, સુગરના દર્દીઓ માટે મધને તંદુરસ્ત વિકલ્પ માનવામાં આવતો નથી. ટાઈપ 2 ડાયાબિટીસમાં મધ અને ખાંડનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો જોઈએ. બંને બ્લડ શુગર લેવલ વધારવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ દર્દીઓ મધના બદલે બ્રાઉન શુગરને સારો વિકલ્પ ગણી શકે છે.
બ્રાઉન સુગર અને મધ નો ગ્લાયકેમિક ઇન્ડેક્સ
- બ્રાઉન સુગરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 65 છે.
- મધનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 58 છે.
બ્રાઉન સુગર અને મધમાં પોષકતત્વો
બ્રાઉન શુગરમાં કાર્બોહાઈડ્રેટ, સ્વીટનર્સ અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે મધમાં વિટામિન સી અને મેંગેનીઝનું પ્રમાણ વધારે હોય છે.
બ્રાઉન સુગર શું છે?
સફેદ ખાંડની જેમ બ્રાઉન સુગર શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ સફેદ ખાંડથી થોડો અલગ છે. તે સંપૂર્ણપણે મીઠી નથી. બ્રાઉન સુગરમાં સફેદ ખાંડ કરતા વધુ વિટામિન્સ અને ખનિજો હોય છે. જો કે, કેટલીક વખત સફેદ ખાંડ સાથે મોલાસીસ મિક્સ કરીને બ્રાઉન સુગર પણ બનાવવામાં આવે છે.
મધ શું છે?
મધ એક જાડું સોનેરી રંગનું પ્રવાહી છે, જે મધમાખીઓ અને અન્ય જંતુઓ દ્વારા પહોંચે છે. મધમાખીઓ મધ ફૂલોના રસમાંથી બનાવે છે, જે મધમાખીઓ મધપૂડા સુધી પહોંચે ત્યાં સુધી એકત્રિત કરીને તેમના પેટમાં જમા થાય છે.
બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ?
- ઉપવાસમાં એટલે કે ખાલી પેટે બ્લડ સુગર નોર્મલ લેવલ 70 – 100 મિલિગ્રામ પ્રતિ ડેસીલીટર (એમજી/ડીએલ) હોવું જોઈએ.
- ભોજન કર્યાના બે કલાક બાદ 140 એમજી/ડીએલથી ઓછું હોવું જાઇએ.





