Health Tips : અભ્યાસ કહે છે કે આ 8 આદતો અનુસરવાથી તમારું આયુષ્ય વધી શકે

Health Tips : સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે ટૂંકા જીવનકાળમાં યોગદાન આપતા સામાન્ય પરિબળોમાં ઓછી કસરત, ઓપીઓઇડ્સનો ઉપયોગ અને ધૂમ્રપાન હતા. એ નોંધવામાં આવ્યું હતું કે આ પરિબળો અભ્યાસના સમયગાળા દરમિયાન મૃત્યુના જોખમમાં સરેરાશ આટલા ટકાના વધારા સાથે સંકળાયેલ છે.

Written by shivani chauhan
August 15, 2023 07:53 IST
Health Tips : અભ્યાસ કહે છે કે આ 8 આદતો અનુસરવાથી તમારું આયુષ્ય વધી શકે
હેલ્થ ટીપ્સ સ્ટડીઝ કહે છે કે આ 8 આદતોને અનુસરવાથી તમારું આયુષ્ય વધી શકે છે (અનસ્પ્લેશ)

એક અભ્યાસમાં એવી ધારણા કરવામાં આવી છે કે તમારા જીવનમાં આ આઠ આદતો બદલવાથી તમારા આયુષ્યમાં 24 વર્ષનો વધારો થઈ શકે છે.

સોમવારે અમેરિકન સોસાયટી ફોર ન્યુટ્રિશનની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયેલા અભ્યાસ મુજબ, મધ્યમ વય સુધીમાં કેટલીક સ્વસ્થ આદતો અપનાવવાથી સ્વસ્થ ભવિષ્યના નિર્માણની દિશામાં આગળ વધી શકે છે.

સંશોધકો દ્વારા 700,000 થી વધુ યુએસ વેટરન્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તેઓ દ્વારા અપનાવવામાં આવેલી તંદુરસ્ત આદતોના આધારે તેમનું આયુષ્ય કેવી રીતે બદલાય છે, તેના પર છે.સરેરાશ, એવું જાણવા મળ્યું છે કે લાઈફસ્ટાઇલમાં આ ફેરફારોને અપનાવવાથી પુરુષોનું આયુષ્ય 24 વર્ષ અને સ્ત્રીઓનું 21 વર્ષ વધ્યું છે.

આ પણ વાંચો: Skincare Tips : તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી આ રીતે રાખો સુરક્ષિત

8 આદતો પાળવાથી તમારું આયુષ્ય વધી શકે, આ આદતોમાં શામેલ છે:

  • શારીરિક રીતે સક્રિય રહેવું
  • ઓપીયોઇડ વ્યસનથી મુક્ત થવું
  • ધૂમ્રપાન કરવું નહિ
  • તણાવ વ્યવસ્થાપન(સ્ટ્રેસ મેનેજમેન્ટ)
  • સારો આહાર લેવો
  • નિયમિતપણે પાણી પીવું જેની બોડી હાઈડ્રેટેડ રહે
  • સારી ઊંઘ લેવી
  • સારા સામાજિક સંબંધો રાખવા
  • સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે ટૂંકા જીવનકાળમાં યોગદાન આપતા સામાન્ય પરિબળોમાં ઓછી કસરત, ઓપીઓઇડ્સનો ઉપયોગ અને ધૂમ્રપાન હતા. એ નોંધવામાં આવ્યું હતું કે આ પરિબળો અભ્યાસના સમયગાળા દરમિયાન મૃત્યુના જોખમમાં સરેરાશ 30 ટકાથી 45 ટકાના વધારા સાથે સંકળાયેલા હતા.

ઉજાલા સિગ્નસ ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના સ્થાપક નિર્દેશક શુચિન બજાજના જણાવ્યા અનુસાર, લાઈફસ્ટાઇલમાં પરિવર્તન ખરેખર વ્યક્તિના જીવનકાળ અને એકંદર આરોગ્ય પર નોંધપાત્ર અસર કરી શકે છે પરંતુ જીવનશૈલીમાં આ ફેરફારો આયુષ્યમાં કેટલી હદે વધારો કરી શકે છે તે વ્યક્તિ-વ્યક્તિમાં બદલાઈ શકે છે.

એક્સપેર્ટે કહ્યું કે, “આનુવંશિકતા, વ્યક્તિગત સ્વાસ્થ્યની સ્થિતિ અને અન્ય પરિબળો દીર્ધાયુષ્ય પર આ આદતોની ચોક્કસ અસર નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે,” જીવનના કોઈપણ તબક્કે સકારાત્મક ફેરફારો ફાયદાકારક હોઈ શકે છે, સામાન્ય રીતે શક્ય તેટલી વહેલી તકે તંદુરસ્ત આદતો અપનાવવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે પછીના જીવનમાં બિનઆરોગ્યપ્રદ વર્તણૂકોને કારણે થતા નુકસાનને દૂર કરવામાં મદદ કરે છે.”

એક્સપર્ટ અનુસાર, તંદુરસ્ત આદતો અપનાવતી વખતે વધતા આયુષ્ય ઘણા પરિબળોને આભારી હોઈ શકે છે, જે નીચે મુજબ છે.

લાંબા ગાળાના રોગોનું જોખમ ઘટે : હેલ્થી લાઈફ સ્ટાઇલ હ્રદયરોગ, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને અમુક કેન્સર જેવા લાંબા ગાળાના રોગોના વિકસાવવાની સંભાવનાને ઘટાડી શકે છે. આ રોગોને રોકવા અથવા તેનું સંચાલન કરીને, અકાળ મૃત્યુનું જોખમ ઓછું કરી શકાય છે.

કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સુધારે : નિયમિત શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું, સંતુલિત આહાર જાળવવો અને ધૂમ્રપાન ટાળવાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે, હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓનું જોખમ ઘટાડી શકાય છે.

બળતરામાં ઘટાડો: લાઈફ સ્ટાઈલમાં કેટલાક ફેરફારો, જેમ કે બળતરા વિરોધી ખોરાકથી સમૃદ્ધ સંતુલિત આહાર, ક્રોનિક સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે, જે ઘણા રોગો સાથે સંકળાયેલ છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે: હેલ્થી લાઈફ સ્ટાઇલ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે, જે શરીરને ચેપ અને બીમારીઓ સામે રક્ષણ આપવા માટે વધુ સારી રીતે સજ્જ બનાવે છે.

આ પણ વાંચો: શું તમે ખાસ પ્રસંગે ક્યારેક પેગ લગાવો છો? તો આ સમાચાર માટે જ છે, આ નિયમોનું પાલન કરો સ્વસ્થ્ય રહેશો

વજન કંટ્રોલ કરવામાં મદદ: સ્વસ્થ ટેવો શરીરના વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે સ્થૂળતા-સંબંધિત પરિસ્થિતિઓના જોખમને ઘટાડવા અનેએકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક છે.

ઓક્સિડેટીવ તણાવ ઓછો કરે: હેલ્થી લાઈફ સ્ટાઇલ ઓક્સિડેટીવ તણાવને ઘટાડી શકે છે, એક પ્રક્રિયા જે કોષોને નુકસાન પહોંચાડે છે અને વૃદ્ધત્વ અને રોગના વિકાસમાં ફાળો આપે છે.

માનસિક સ્વાસ્થ્ય લાભો: સારી જીવનશૈલી પસંદગી માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે છે, તણાવ, ચિંતા અને હતાશાને ઘટાડે છે, જે બદલામાં, શારીરિક સ્વાસ્થ્ય અને આયુષ્યને અસર કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ