Diabetes Control Tips In Winter: ડાયાબિટીસ ગંભીર બીમારી છે. લોહીમાં સુગર લેવલ વધવાથી ડાયાબિટીસ થાય છે. બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવા માટે ડાયાબિટીસ દર્દીએ આહારનું ખુબ ધ્યાન રાખવું પડે છે. સામાન્ય રીતે શિયાળામાં બ્લડ સુગર લેવલ વધી જાય છે. ડાયાબિટીસ સાઇલન્ટ કિલર ડિસીઝ પણ કહેવામાં આવે છે, જે એક વખત વધી જાય પછી તેને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. દિલ્હીની જીટીબી હોસ્પિટલના મેડિસિન વિભાગના ડો.અજિત કુમારે જણાવ્યું હતું કે, શિયાળામાં ડાયાબિટીસ કેમ વધે છે અને બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કેવી રીતે કરી શકાય છે.
શિયાળામાં બ્લડ સુગર લેવલ કેમ વધે છે?
ડાયાબિટીઝની સમસ્યા ઘણા લોકોને અસર કરી રહી છે. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ જો તમે પણ ડાયાબિટીસ દર્દી છો, તો શિયાળામાં બ્લડ સુગર લેવલ વધવાની સંભાવના રહે છે કારણ કે આપણે ઉનાળા કરતા શિયાળામાં વધુ ખાઈએ છીએ. આ ઋતુમાં શારીરિક પ્રવૃત્તિ અને કસરત પણ ઓછી થઈ જાય છે. ડો.અજીથ કુમાર જણાવે છે કે, શિયાળા દરમિયાન ઓછી કસરત કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિકાર થાય છે અને બ્લડ સુગર લેવલ વધે છે.
આ ઉપરાંત શિયાળામાં શરીરમાં હોર્મોન્સ ફેરફાર થાય છે. શરીરમાં કોર્ટિસોલ હોર્મોન લેવલ વધે છે. આ હોર્મોન્સ બ્લડ શુગર લેવલ વધારે છે. આ સાથે શિયાળામાં સૂર્ય પ્રકાશ પણ ઓછો હોય છે, જેના કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ થઈ શકે છે, પરિણામ બ્લુડ સુગર લેવલ પણ વધે છે.

કસરતનો અભાવ
શિયાળામાં પણ નિયમિત કસરત કરવી જરૂરી છે. કસરત કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ડાયાબિટીસ દર્દી માટે શિયાળામાં પણ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવી જરૂરી છે, પરંતુ સુગર પેશન્ટે સવારે વધારે કસરત ન કરવી જોઈએ. કારણ કે, શિયાળામાં સવારે તાપમાન ઓછું હોય છે. ઓછા તાપમાનમાં કસરત કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો | શિયાળામાં તલ વાળા થી લઇ હાડકાના દુખાવામાં ગુણકારી, આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જાણો ફાયદા
આહારનું ધ્યાન રાખો
શિયાળામાં ડાયાબિટીસ દર્દી એ આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આહારમાં શાકભાજી, ફળો, બદામ અને અન્ય ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઇએ. શિયાળામાં વધારે પડતી મીઠાઈ કે બ્રેડ કે પછી મેંદાના લોટ માંથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ સુગર લેવલ વધારે છે.





