આ બીજમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય, રોજ માત્ર એક મુઠ્ઠી ખાશો તો કોલેસ્ટ્રોલ સહિત 5 બીમારીઓથી મળશે છૂટકારો

Flax Seeds Benefits : અળસીના બીજને સુપર ફૂડ માનવામાં આવે છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આયુર્વેદથી લઈને આધુનિક ચિકિત્સા સુધી અળસીને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે

Written by Ashish Goyal
January 01, 2025 22:29 IST
આ બીજમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય, રોજ માત્ર એક મુઠ્ઠી ખાશો તો કોલેસ્ટ્રોલ સહિત 5 બીમારીઓથી મળશે છૂટકારો
Flax Seeds Benefits: અળસીના બીજને સુપર ફૂડ માનવામાં આવે છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે (તસવીર - ફ્રીપિક)

Flax Seeds Benefits: તંદુરસ્ત અને ફિટ શરીર માટે સારો આહાર અને સારી જીવનશૈલી ખૂબ જ જરૂરી છે. ખાનપાનની વાત કરવામાં આવે તો બીજનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. ઘણા પ્રકારના બીજ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા અને આરોગ્યપ્રદ હોય છે. આમાંથી એક છે અળસીના બીજ. અળસીના બીજને સુપર ફૂડ માનવામાં આવે છે, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આયુર્વેદથી લઈને આધુનિક ચિકિત્સા સુધી અળસીને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. જો તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવામાં આવે તો તે અનેક રોગો સામે રક્ષણ આપે છે તેમજ શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

રોજ અળસી ખાવાથી તમે તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો. તે હૃદયની તંદુરસ્તી, વજન કંટ્રોલ, પાચનમાં સુધારો કરવાની સાથે ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અળસીના બીજનું નિયમિત સેવન કરવાથી શરીર એક્ટિવ અને સ્ફૂર્તિવાન રહેશે.

અળસીના ફાયદા

ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર

અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. અળસીનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અળસી હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે સારી છે.

ફાઇબરથી ભરપૂર

અળસીના બીજ દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબરથી સમૃદ્ધ હોય છે, જે પાચનમાં મદદ કરે છે, આંતરડાના આરોગ્યને વધારે છે અને સ્વાસ્થ્ય સુધારવા માટે નિયમિત મળ ત્યાગમાં મદદ કરે છે.

આ પણ વાંચો – શિયાળામાં આ 5 વસ્તુઓ આરોગો, મોસમી બીમારીઓ રહેશે દૂર, શરીરને મળશે અદભૂત ફાયદા

કોલેસ્ટ્રોલ કંટ્રોલ

અળસીના બીજ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવા, બ્લડપ્રેશર ઘટાડવા અને હૃદયની તંદુરસ્તી માટે લાભદાયી છે. તે લોહીમાં જમા પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઘટે છે.

એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર

અળસીના બીજ લિગ્નાન્સથી ભરપૂર હોય છે, જે શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે કોશિકાઓને નુકસાનથી બચાવે છે અને કેન્સર અને હૃદયરોગ જેવા બીમારીઓનું જોખમ ઘટાડી શકે છે.

અળસીનું સેવન કેવી રીતે કરવું?

  • અળસીના બીજને પીસીને પાવડર બનાવો અને સવારે પાણી અથવા દૂધ સાથે તેનું સેવન કરો.
  • તમારી મનપસંદ સ્મૂધીમાં મિક્સ કરીને પી શકો છો.
  • સલાડ, સૂપ કે દાળમાં નાખીને ખાઈ શકો છો.
  • તમે અળસીના બીજને આખી રાત પલાળીને સવારે ખાઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ