Health Tips For Diabetes: દિવાળી પર માત્ર મીઠાઈ નહીં આ ચીજ ખાવાથી પણ વધશે બ્લડ સુગર લેવલ, આ 5 ટીપ્સ વડે ડાયાબિટીસ કન્ટ્રોલ કરો

Health Tips For blood sugar levels control diabetes During Diwali: ડાયાબિટીસ દર્દી માટે દિવાળીમાં મીઠાઈ અને સ્વાદિષ્ટ વાનગી ખાતા રોકવી મુશ્કેલી હોય છે. આવ ચીજોનું સેવન કર્યા બાદ તમે આ 4 ટીપ્સ વડે બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરી શકો છો.

Written by Ajay Saroya
October 30, 2024 15:59 IST
Health Tips For Diabetes: દિવાળી પર માત્ર મીઠાઈ નહીં આ ચીજ ખાવાથી પણ વધશે બ્લડ સુગર લેવલ, આ 5 ટીપ્સ વડે ડાયાબિટીસ કન્ટ્રોલ કરો
Health Tips For Diabetes Control: ડાયાબિટીસ દર્દી માટે બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવાન ટીપ્સ. (Photo: Freepik)

Health Tips For blood sugar levels control diabetes During Diwali: ડાયાબિટીસ એક એવો રોગ છે, જેને કન્ટ્રોલ ન કરવામાં આવે તો શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ ઉભી થઇ શકે છે. બ્લડ સુગર લેવલ વધવાથી વારંવાર પેશાબ આવે છે, તરસ વધારે લાગે છે, નબળાઈ અને થાક અનુભવાય છે. ડાયાબિટીસ દર્દી શરીરમાં દેખાતા આ 3-4 લક્ષણો પરથી તરત જ સમજી જાય છે કે તેમનું બ્લડ સુગર લેવલ વધારે છે. તહેવારોની મોસ છે, તેથી ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓ બનાવવી અનિવાર્ય છે. શક્કપારા, સોન પાપડી, લાડુ, કાજુ કતરી, બરફી અને અનેક પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ દિવાળી પર ઘરમાં બનાવવામાં આવે છે. આ વાનગી મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ દર્દીઓની સમસ્યા વધી શકે છે.

મેક્સ હોસ્પિટલના ડાયટિશિયન હની ટંડને જણાવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીઓ શક્કર ખાંડ વાળી મીઠાઈ ઉપરાંત બટાકા, મેંદા અને તળેલા ખોરાકનું સેવન કરે છે. અન્ય મીઠી વાનગીઓ જેવી કે ઓટમીલ, રાઈસ મિલ્ક, બદામનું દૂધ, ફળના રસનું સેવન કરવાથી પણ બ્લડ સુગર લેવલ વધે છે. જો તમે તહેવારના પ્રસંગે ડાયટનું પુરતું ધ્યાન રાખો છો તો તમે સરળતાથી બ્લડ સુગર લેવલને સામાન્ય કરી શકો છો. આવો જાણીએ દિવાળીના અવસર પર બ્લડ શુગર લેવલને કેવી રીતે સામાન્ય કરી શકાય.

દિવસ ભર પાણી પીવો

તહેવારના અવસર પર મીઠાઈનું સેવન કરી રહ્યા છો તો તેના પર નિયંત્રણ રાખો. જો તમે મીઠાઈ ખાતા હોવ તો પાણીનું સેવન વધુ કરો. વધુ પાણીનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થશે, પેશાબ વધુ ડિસ્ચાર્જ થશે અને શરીર હાઇડ્રેટ રહેશે. બ્લડ શુગર લેવલ નોર્મલ રાખવું હોય તો દિવાળી પહેલા અને પછીના દિવસ દરમિયાન વધારે પાણી પીવું.

30 મિનિટ ચાલવાનું રાખો

ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય તો દિવાળીના દિવસે પણ કસરત કરવી જોઈએ. કસરત કે ચાલવાથી શરીર સક્રિય રહેશે અને બ્લડ સુગર લેવલ પ્રમાણ સામાન્ય રહેશે. ચાલવાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો થશે અને ઓક્સિજન શરીરના તમામ ભાગોમાં પહોંચી જશે.

Diabetes Treatment | blood sugar control tips | Diabetes blood sugar level | Diabetes | ડાયાબિટીસ
Diabetes Treatment: ડાયાબિટીસ બ્લડ સુગર લેવલ વધવાથી થતી ગંભીર બીમારી છે. (Photo: Freepik)

ગ્રીન ટીનું સેવન કરો

જો તમે ગળ્યું ખાતા હોવ તો તમારે પણ દિવસમાં એકથી બે વખત ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. ગ્રીન ટીમાં કેટેચિન નામનું એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે લિવર ફંક્શનમાં સુધારો કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે. દિવાળીના દિવસે જો તમે ગ્રીન ટી પીતા હોવ તો તમારું બ્લડ શુગર સામાન્ય રહી શકે છે.

આદુ અને કાળા મરીની ચા પીવી

જો તમે વધુ પડતો મીઠો, ખારો કે તેલયુક્ત ખોરાક ખાતા હોય તો આદુ અને કાળા મરીની ચાનું સેવન કરવું જોઈએ. આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે મેટાબોલિઝમને વેગ આપે છે. તમે આદુનો ટુકડો મોઢામાં રાખીને પણ તેનું સેવન કરી શકો છો અથવા તમે ચા બનાવીને પણ પી શકો છો.

અજમા અને જીરાના પાણીનું સેવન કરો

જો તમે વધારે પડતું મીઠુ ખાધું હોય તો તમારે અજમા અને જીરું ખાવું જોઈએ. અજમો અને જીરું એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણી પીઓ તો તમારું બ્લડ શુગર નોર્મલ રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ