Winter Health Tips : શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું કે ગરમ પાણીથી? ન્યુરોલોજિસ્ટ પાસેથી જાણો કે શ્રેષ્ઠ વિકલ્પ

Cold Water VS Hot Water Bath Benefits : શિયાળામાં મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે. અમુક લોકો એ વાતથી ચિંતિત હોય છે કે,ઠંડા પાણીથી નાહવું કે ગરમ પાણીથી. આવી સ્થિતિમાં ન્યુરોલોજિસ્ટ ડો.શ્વેતા અદાતિયાએ આ વિષય પર માહિતી આપી છે.

Written by Ajay Saroya
November 30, 2025 15:33 IST
Winter Health Tips : શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું કે ગરમ પાણીથી? ન્યુરોલોજિસ્ટ પાસેથી જાણો કે શ્રેષ્ઠ વિકલ્પ
Cold Water Or Hot Water Bath In Winter : શિયાળામાં ગરણ પાણીથી સ્નાન કરવું કે ઠંડા પાણી તે વિશે લોકો મૂંઝવણમાં હોય છે. (Photo: Freepik)

Winter Health Tips : શિયાળામાં લોકોને ઘણી વખત મૂંઝવણ હોય છે કે ઠંડીની સીઝનમાં ગરમ પાણીથી સ્નાન કરવું કે ઠંડા પાણીથી. ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરને ત્વરિત આરાહમ અને રાહત મળે છે, તેથી મોટાભાગના લોકો તેને પસંદ કરે છે. તો બીજી બાજુ ઠંડા પાણીથી સ્નાન કરવા વિશે મનમાં શંકા છે કે તેનાથી સ્વાસ્થ્ય બગડશે નહીં. આવી સ્થિતિમાં, ક્યારેક યોગ્ય વિકલ્પ પસંદ કરવો મુશ્કેલ બની જાય છે.

ગરમ પાણીથી સ્નાન કરવાના ફાયદા

ન્યુરોલોજિસ્ટ ડો.શ્વેતા અદાતિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ અંગે માહિતી આપી છે. તેઓ કહે છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી સ્નાયુઓને આરામ મળે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે. તે ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેમને શિયાળામાં સ્નાયુઓ જકડાઇ જવા, તણાવ અથવા દુખાવાની સમસ્યા હોય છે. રાત્રે નવશેકા પાણીથી સ્નાન કરવાથી ઊંઘ પણ સુધરે છે અને શરીરને આરામ મળે છે.

ઠંડા પાણીથી સ્નાન કરવાના ફાયદા

ડો.શ્વેતા અદાતિયા ઠંડા પાણીથી સ્નાન કરવા વિશે પણ સમજાવે છે. તે કહે છે કે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી મન અને શરીર માટે ઉર્જાસભર જેવું કામ કરે છે. તેનાથી વેગસ ચેતા સક્રિય થાય છે. તેઓ ઉમેરે છે કે ડોપામાઇન અને નોર એડ્રેનાલિન જેવા ‘સારા રસાયણો’ મુક્ત થાય છે, જે મૂડમાં સુધારો કરે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે

ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે કહે છે કે કેટલાક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોલ્ડ શાવ લેવાથી શ્વેત રક્તકણોની સંખ્યા વધી શકે છે, જે ચેપ સામે લડવાની ક્ષમતામાં સુધારો કરે છે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી ત્વચા કડક થાય છે અને છિદ્રો બંધ થાય છે અને ધૂળ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે.

જો કે, ડો.શ્વેતા અદાટિયા એ પણ સલાહ આપે છે કે ઠંડા પાણીનો ઉપયોગ દરેક માટે યોગ્ય નથી. હાઈ બીપી, સાઇનસ, શરદી અથવા લકવાવાળા લોકોએ ઠંડા સ્નાન કરવાનું ટાળવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ