/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Raw-Vegetables-and-fruits-are-harmful-unsplash.jpg)
કાચા શાકભાજી અને ફળો(અન્સલ્પેશ)
ફળો અને શાકભાજી આપણા ડાયટ માટે ખુબજ જરૂરી છે અને સારા સ્વાસ્થ્ય માટે નિયમિતપણે તેનું સેવન કરવું જોઈએ. જ્યારે લોકો સામાન્ય રીતે સ્વાદના આધારે કાચા અથવા રાંધેલા એમ બંને ફોર્મમાં શાકભાજી અને ફળો લેવાનું પસંદ કરે છે. પંરતુ અમુક ફળો અને શાકભાજી છે જેને કાચા ન ખાવા જોઈએ.આયુર્વેદ નિષ્ણાત ડૉ. ડિમ્પલ જાંગડાએ સમજાવ્યું કે, '' તે એટલા માટે કારણ કે, તે શાકભાજી અને ફળો પરોપજીવીઓ અને બેક્ટેરિયા જેવા કે ઇ કોલી અથવા તો ટેપવોર્મ્સ ઇંડાનું ઘર છે.
એક્સપર્ટએ એક Instagram પોસ્ટમાં, સ્પષ્ટ કર્યું કે ''તેઓ આપણા આંતરડા, લોહીના પ્રવાહ (બ્લડ સર્ક્યુલેશન)માં અને આપણા મગજમાં પણ પ્રવેશ કરે છે આ ઉપરાંત, તેઓ સિસ્ટીસરકોસિસ, હુમલા, માથાનો દુખાવો, યકૃતને નુકસાન અને સ્નાયુઓમાં કોથળીઓ જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.''
આ પણ વાંચો: Health Tips :ચાનું વધુ પડતું સેવન આ આડઅસરો તરફ દોરી શકે,આટલા પ્રમાણમાં કરો સેવન
નિષ્ણાતે નીચેની ફૂડ લિસ્ટ આપ્યું આપી છે કે જે જેનું સેવન કાચા ન કરવું જોઈએ.
અરબીના પાન :
આ અરબીનો ઉપયોગ કરતા પહેલા તેને ગરમ પાણીમાં બ્લાન્ચ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ જ નિયમ પાલક માટે પણ લાગુ પડે છે. તેમને ગરમ પાણીમાં બ્લેન્ચ કરો કારણ કે તેમાં હાઈ ઓક્સાલેટ હોય છે, અને તેને તમે બ્લેન્ચ કરો છો ત્યારે તેમાં ઘટાડો થાય છે.
વધુમાં, તેમાં ઓક્સાલેટ પણ હોય છે જે અન્ય હાનિકારક અસરોની સાથે ગળામાં ગંભીર બળતરા પેદા કરી શકે છે,ઓક્સાલેટ્સને દૂર કરવા માટે તેને એસિડિક સાથે રાંધવું આવશ્યક છે.
કોબીજ :
એક સામાન્ય શાકભાજી, કોબીજમાં ટેપવોર્મ્સ(ઈયળ) વધુ જોવા મળે છે, જે નરી આંખે જોઈ સકતા નથી. તેથી તમારે કોબીજને સારી રીતે રાંધતા પહેલા તેને ગરમ પાણીમાં બ્લાન્ક કરવાની સલાહ આપવામાં આવે છે.કોબીજમાં ગોઇટ્રોજેન્સ હોય છે, જે થાઇરોઇડ માટે હાનિકારક હોઈ શકે છે અને થાઇરોઇડના દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઈએ.
કેપ્સિકમ :
કેપ્સિકમને ડીસીડ કરવા માટે તેને પાણીથી ધોવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે " તેના બીજમાં ટેપવોર્મ જોવા મળી શકે છે.જે તેની અંદર ટકી રહે છે. જોક, એક્સપર્ટ કહે છે કે, કેપ્સિકમને તમે કાચું ખાઈ શકો છો.
રીંગણ
એક્સપેર્ટે જણાવ્યું હતું કે, રીંગણના બીજમાં પણ ટેપવોર્મ(નાની જીવાંત) જોવા મળે છે. આ પરોપજીવીઓ, ટેપવોર્મ્સ અને ટેપવોર્મના ઇંડાને આપણા લોહીના પ્રવાહમાં પ્રવેશતા અટકાવવા માટે તેને ખરેખર સારી રીતે ધોઈને બનાવા જોઈએ.
આ ઉપરાંત, એક્સપર્ટે કહ્યું કે,''રીંગણને ક્યારેય કાચા ન ખાવા જોઈએ, તેમાં આલ્કલોઈડ હોય છે, જે પાચન સંબંધી સમસ્યાઓ અને સાંધાના દુખાવાનું કારણ બની શકે છે.''
આ પણ વાંચો: Fasting Recipe : શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન આ ફરાળી રેસિપી બનાવો
આ ઉપરાંત, આ શાકભાજીમાં એન્ટી પોષક તત્ત્વો અને કેમિકલ વધુ પ્રમાણમાં હોય છે, તેને રાંધવાથી કેમિકલમાં ઘટાડો થાય છે,જોકે અમુક શાકભાજી કાચા ખાવા માટે યોગ્ય છે.
એક્સપર્ટે કહ્યું હતું કે ''આ શાકભાજીને રાંધવાથી પેથોજેન્સને મારવામાં મદદ મળે છે. “આ શાકભાજીમાં રોગકારક જીવો હોય છે- જેમ કે, ઇ. કોલી અને સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા, ટેપવોર્મના ઇંડા અને પરોપજીવીઓ. તેને વિનેગરમાં પલાળી રાખવાથી પેથોજેન્સને મારી નાખવામાં મદદ મળે છે અને જો શાકભાજી કાચી ખાવી હોય તો તે જરૂરી છે. તેને એકલા બ્લેન્ચ કરવું પૂરતું નથી.
આ ઉપરાંત, બિન-ઓર્ગેનિકલી ઉત્પાદિત શાકભાજીમાં રાસાયણિક ખેતીમાંથી જંતુનાશકો અને અન્ય રાસાયણિક અવશેષો પણ હોય છે. તેને સક્રિય ચારકોલથી ધોવાથી તેમને દૂર કરવામાં મદદ મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us