/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-06T181738.664-1.jpg)
કોલેસ્ટ્રોલ (અનસ્પ્લેશ)
હ્રદયનું સ્વાસ્થ્ય તાજેતરમાં વૈશ્વિક સ્તરે, ખાસ કરીને ભારતમાં લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. વધુ સારી રીતે જીવન જીવવાની શોધે ઘણા લોકોને તેમના ભોજનમાં સુપરફૂડ દાખલ કરવાના ફાયદાઓની તપાસ કરવા પ્રેરણા આપી છે.
હાઈ-ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) , જેને ગુડ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે, તે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે જરૂરી છે.
ડો. વી. રાજશેખર, વરિષ્ઠ કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ, TAVR (પર્ક્યુટેનિયસ ટ્રાન્સ એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ), યશોદા હોસ્પિટલ્સ હૈદરાબાદના પ્રમાણિત નિષ્ણાતના જણાવ્યા અનુસાર, “HDL પ્લેકના સંચયને અટકાવે છે અને વધારાનું કોલેસ્ટ્રોલને યકૃત અને હૃદયમાંથી નાબૂદ કરી રોગના જોખમને ઘટાડે છે."
આ પણ વાંચો: Soaked Dry Fruits Benefits : ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાવા કે સૂકા? જાણો બંનેના ફાયદા અને આડ અસરો વિષે
ડૉ. દિલીપ ગુડે, વરિષ્ઠ સલાહકાર ચિકિત્સક, યશોદા હોસ્પિટલ, હૈદરાબાદએ જણાવ્યું હતું કે HDL લેવલ પુરુષોમાં 40 mg/dl અથવા વધુ અને સ્ત્રીઓમાં 50 કે તેથી વધુ હોવું જરૂરી છે. "ઉચ્ચ એચડીએલ ( HDL) કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી રક્ષણ માટે જાણીતું છે, જોકે મોટા પાયે રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ અભ્યાસોમાં મજબૂત મૃત્યુદર હજુ સુધી બતાવવામાં આવ્યો નથી. 80 થી વધુ એચડીએલ ખરેખર હૃદય રોગના બોજને પણ વધારી શકે છે.
અહીં, ભારતીય ડાયટમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારતા આ પાંચ સુપરફૂડ્સ વિષે અહીં જાણો,
એવોકાડો :આ ક્રીમી ફળ મોનોઅનસેચ્યુરેટેડ ચરબીનો એક સારો સ્ત્રોત છે, જે HDL કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. ગ્વાકામોલ, સેન્ડવીચ અને સલાડમાં એવોકાડોસનું સેવન કરી શકાય છે.
ફેટી માછલી :સારડીન, મેકરેલ અને અન્ય ફેટી ફિશ, તે ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. એચડીએલનું સ્તર વધારવા અને બળતરા ઘટાડવા ઉપરાંત ,આ હૃદય-તંદુરસ્ત ચરબી સામાન્ય હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે. આ માછલીઓ શેકેલા ખોરાક અથવા ભારતીય કરીમાં સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર વધારો કરે છે.
બદામ અને બીજ : બદામ, અખરોટ, ફ્લેક્સસીડ્સ અને ચિયા સીડ્સ જેવા બદામ અને બીજ તંદુરસ્ત ચરબી અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે. નાસ્તા તરીકે અથવા ભારતીય ખોરાક માટે ટોપિંગ તરીકે ઉપયોગમાં લેવાતી વખતે આ બદામ અને બીજ એચડીએલ કોલેસ્ટ્રોલ વધારતી વખતે ક્રંચ અને સ્વાદ આપે છે.
આ પણ વાંચો: Health Tips :ઘઉંનું સેવન ન કરવાથી શરીરમાં થાય આટલા ફેરફાર, જાણો ફાયદા-ગેરફાયદા
કઠોળ : કઠોળ, જેમ કે ચણા, મસૂર અને મગ , એ દ્રાવ્ય ફાઇબર અને પ્લાન્ટ બેઝડ પ્રોટીનનો અદભૂત સ્ત્રોત છે.તે તંદુરસ્ત કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે.
આહારમાં આ સુપરફૂડ્સ ઉમેરવાથી સ્વાસ્થ્ય પર ઘણી હકારાત્મક અસરો થઈ શકે છે, તેમ છતાં એકંદરે સંતુલિત આહાર લેવો મહત્વપૂર્ણ છે. નિયમિત વ્યાયામ અને ટ્રાન્સ ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સવાળા પ્રોસેસ્ડ ફૂડને ટાળવું એ બંને હૃદયના સ્વાસ્થ્ય માટે નિર્ણાયક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us