/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Drinking-kombucha-can-help-lower-blood-sugar-levels-unsplash-1.jpg)
કોમ્બુચા પીવાથી બ્લડ સુગરનું સ્તર ઓછું કરવામાં મદદ મળી શકે છે (અનસ્પ્લેશ)
કોમ્બુચાએ એક આથોવાળી કાળી ચા છે, જે ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે, જે એક નવા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. આ અભ્યાસ, વોશિંગ્ટન ડીસીની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના સંશોધકોની ટીમે હાથ ધર્યો હતો.
તેઓએ શોધી કાઢ્યું કે ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો કે જેમણે ચાર અઠવાડિયા સુધી આથોવાળી કોમ્બુચા ચા પીતા હતા તેઓમાં બ્લડ સુગર લેવલ સમાન-સ્વાદવાળા પ્લાસિબો પીણાંનું સેવન કરતા ઓછું થયું હતું.
અભ્યાસ દરમિયાન, ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા 12 લોકો સામેલ હતા, જેમાં ચાર અઠવાડિયા સુધી દરરોજ અડધા ઔંસ (236ml) કોમ્બુચા ચા પીતા હતા અને અન્ય લોકોને પ્લાસિબો પીણું આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Aloe vera And Weight Loss : એલોવેરા વજન ઘટાડવામાં મદદ કરી શકે, જાણો ફાયદા-ગેર ફાયદા
સંશોધકોએ પછી ગ્રુપે શું ખાધું તે બદલી નાખ્યું, પ્લાસિબો પીતા હતા તેમને કોમ્બુચા મળી અને કોમ્બુચા પીતા હતા તેમને પ્લાસિબો આપવામાં આવી હતી. યુ.એસ.-સ્થિત વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે ''એક મહિના પછી કોમ્બુચા ડ્રિન્ક એવરેજ ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝનું સ્તર ઓછું કરે છે, જ્યારે પ્લેસબો ધરાવતા લોકોમાં કોઈ ફરક જોવા મળ્યો નથી.''
વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાંથી, લેખક પ્રોફેસર ડેન મેરેનસ્ટીનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કોમ્બુચાના કેટલાક પ્રયોગશાળા અને ઉંદરોના અભ્યાસો દ્વારા દર્શાવ્યું છે અને ડાયાબિટીસ વિનાના લોકોમાં એક નાનો અભ્યાસ દર્શાવે છે કે કોમ્બુચાએ બ્લડ સુગર ઘટાડ્યું છે, પરંતુ અમારા જ્ઞાન મુજબ ડાયાબિટીસ ધરાવતા લોકોમાં કોમ્બુચાની અસરોની તપાસ કરતી આ પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ છે. ઘણું વધારે સંશોધન કરવાની જરૂર છે પરંતુ આ ખૂબ જ આશાસ્પદ છે.''
કોમ્બુચા શું છે?
કોમ્બુચા એ મધુર કાળી અથવા લીલી ચાથી બનેલું આથોવાળું પીણું છે. આથોની પ્રક્રિયા દરમિયાન, આલ્કોહોલ પણ ઉમેરવામાં આવે છે જે 0.5 ટકાથી નીચે હોય છે. અભ્યાસો સૂચવે છે કે લોકો હજારો વર્ષોથી આથોવાળી ચાનું સેવન કરે છે.
કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કોમ્બુચા ફાયદાકારક પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે. કોમ્બુચા લગભગ 2,000 વર્ષોથી છે. અહેવાલો અનુસાર, તે પહેલા ચીનમાં બનાવામાં આવી હતી અને પછી જાપાન અને રશિયામાં શરૂઆત થઇ હતી.
આ પણ વાંચો: Soybean Oil : સોયાબીન તેલનું સેવન કરતા હોવ તો ચેતજો!! આંતરડાને નુકશાન થઇ શકે
કોમ્બુચાના ફાયદા
તેના ફાયદાના દાવાઓને સમર્થન આપવા માટે બહુ ઓછા વૈજ્ઞાનિક પુરાવા છે. જો કે, એવા કેટલાક અભ્યાસો છે જે નીચેના ફાયદાઓને પ્રકાશિત કરે છે:
- તે તમારા પાચનને સુધારવામાં મદદ કરી શકે છે, તમારા શરીરમાંથી ઝેર મુક્ત કરે છે અને શરીરને એનર્જી આપે છે.
- કોમ્બુચામાં લેક્ટિક-એસિડ બેક્ટેરિયાની ઘણી પ્રજાતિઓ હોય છે જે પ્રોબાયોટિક કાર્ય ધરાવે છે.
- ગ્રીન ટીમાંથી બનાવેલ કોમ્બુચા વજન ઘટાડવા અને બ્લડ સુગર મેનેજમેન્ટ જેવા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે.
- નિયમિતપણે કોમ્બુચા પીવાથી ઝેરી રસાયણોના કારણે લીવરની ઝેરીતા ઓછી થાય છે.
- કોમ્બુચા ચા પોલિફીનોલ્સ અને એસિટિક એસિડથી સમૃદ્ધ છે જે અનિચ્છનીય બેક્ટેરિયા અને યીસ્ટના વિકાસને રોકે છે.
- વૈજ્ઞાનિકોએ ઉંદરો પર કરેલા અભ્યાસો દર્શાવે છે કે કોમ્બુચા ખરાબ (LDL) અને સારા (HDL) કોલેસ્ટ્રોલના સ્તરને સુધારે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us