Health Tips : લીંબુ એક એવું ફળ છે જે સ્વાસ્થ્યની સાથે સ્વાદ માટે પણ શાનદાર છે. તેનો ખાટો અને રિફ્રેશિંગ સ્વાદ દરેકને પસંદ પડે છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં. ઉનાળાની ગરમીમાં લોકો શરીરને ફ્રેશ રાખવા માટે લીંબુ પાણી મોટી માત્રામાં પીવે છે. આ ઉપરાંત કેટલાક લોકો દાળ કે શાકભાજીમાં થોડું લીંબુ નિચોવીને ખાવાનું પણ પસંદ કરે છે. આ વાનગીનો સ્વાદ સંપૂર્ણપણે બદલી નાખે છે અને એકદમ સ્વાદિષ્ટ બની જાય છે.
જોકે તે માત્ર સ્વાદમાં વધારો જ નથી કરતું પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. લીંબુમાં વિટામિન સી, એન્ટીઓકિસડન્ટ અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. તો ચાલો જાણીએ કે દાળ અને શાકભાજીમાં લીબુનો રસ ભેળવીને ખાવાથી આપણને શું ફાયદા થાય છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
લીંબુને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. દાળ અને શાકભાજીમાં નિયમિતપણે લીંબુ ઉમેરીને ખાવાથી, શરીરને વિટામિન સી ની દૈનિક જરૂરિયાત સરળતાથી મળી જાય છે, જે શરીરને શરદી, ઉધરસ અને અન્ય ચેપ સામે લડવામાં મદદ કરે છે.
ખોરાકનો સ્વાદ વધારે છે
લીંબુનો ખાટો સ્વાદ ખોરાકના સ્વાદને વધારે શાનદાર બનાવે છે. આ ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેમનો ખોરાક ઓછો મસાલેદાર હોય છે. લીંબુ ઉમેરવાથી દાળ અને શાકભાજીમાં તાજગી આવે છે જે ખોરાકનો સ્વાદ અને સુગંધ બમણો કરી દે છે.
પાચનતંત્ર મજબૂત બને છે
દાળ કે શાકભાજીમાં લીંબુનો રસ નિચોવીને ખાવાથી પાચનક્રિયામાં ખૂબ જ સુધારો થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે, જે પેટની પાચન પ્રક્રિયામાં સુધારો કરે છે. જ્યારે આપણે દાળ કે શાકભાજીમાં લીંબુ ઉમેરીએ છીએ, ત્યારે તે ખોરાકને હળવો બનાવે છે, જેનાથી તે પચવામાં સરળ બને છે. આ સાથે, તે ગેસ, અપચો અથવા પેટમાં ભારેપણાની સમસ્યાથી પણ રાહત આપે છે. લીંબુ આપણા શરીરમાં પાચન ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે.
આ પણ વાંચો – રોજ પપૈયું ખાવાથી શરીર પર કેવી થાય છે અસર, આયુર્વેદિક એક્સપર્ટ પાસેથી જાણો
બોડીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે
લીંબુ શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે. જ્યારે લીંબુનું નિયમિત રીતે દાળ અને શાકભાજી સાથે સેવન કરવામાં આવે છે, ત્યારે તે શરીરમાં રહેલા ટોક્સિક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા રહે છે અને થાક લાગતો નથી. આ ઉપરાંત, તેને ખાવાથી ત્વચા પણ સુધરે છે.
આયર્નના એબ્જોરપશનને વધારે છે
દાળ અને લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. પરંતુ જ્યારે આપણે તેમને સામાન્ય રીતે ખાઈએ છીએ, ત્યારે આપણું શરીર તેમને સંપૂર્ણપણે શોષી શકતું નથી. આવી સ્થિતિમાં જ્યારે લીંબુનો રસ દાળ અને શાકભાજીમાં નિચોવવામાં આવે છે ત્યારે લીંબુનો રસ ખોરાકમાં હાજર આયર્નને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે. તેથી જ્યારે તમે દાળ કે પાલક જેવા લીલા શાકભાજી ખાઓ છો તો તેમાં લીંબુ ઉમેરવાથી ખૂબ જ ફાયદો થાય છે.