Health Tips : આ 5 આદતો તણાવ ઘટાડવામાં થશે મદદગાર

Health Tips : ટેન્શનની ફીલિંગ ઉત્પ્ન્ન કરતું હોર્મોન કોર્ટિસોલ છે. ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન, જેને ઘણીવાર સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે, જે એડ્રેનલ ગ્રંથીઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને રિલીઝ થાય છે.

Written by shivani chauhan
Updated : March 04, 2024 11:51 IST
Health Tips : આ 5 આદતો તણાવ ઘટાડવામાં થશે મદદગાર
Health Tips for stress management : સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હેલ્થ ટીપ્સ

Health Tips : આપણે દિવસ થતા જ આપણી રોજિંદી ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલમાં બીઝી રહીયે છીએ. લાંબા સમયનો તણાવ સુખાકારી પર અસર કરી શકે છે, જેનાથી તમે અસ્વસ્થ અને અશક્ત અનુભવો છો. પરંતુ જો આ રોજિંદા સંઘર્ષનો સામનો કરવાની સરળ રીતો હોય, તો તમે શાંત અને તણાવમુક્ત રહી શકો છો.

Health Tips morning habits for stress management improve mental health gujarati news
Health Tips for stress management : સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હેલ્થ ટીપ્સ

આ ટેન્શનની ફીલિંગ હોર્મોન કોર્ટિસોલ છે. ગ્લુકોકોર્ટિકોઇડ હોર્મોન, જેને ઘણીવાર સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે, જે એડ્રેનલ ગ્રંથીઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને રિલીઝ થાય છે, કોર્ટિસોલ લેવલ વહેલી સવારે સૌથી વધુ હોય છે, જે સવારે 6 થી 8 વાગ્યાની આસપાસ ટોચ પર હોય છે, અને સમગ્ર દિવસ દરમિયાન ઘટીને મધ્યરાત્રિની આસપાસ તેમના સૌથી નીચા સ્તરે પહોંચે છે, આ ડૉ. સાક્ષે જૈન, કન્સલ્ટન્ટ મનોચિકિત્સક, રૂબી હોલ ક્લિનિક, પુણેએ સમજાવ્યું હતું.

આ પણ વાંચો: Constipation Home Remedies : સવારે ઉઠતાની સાથે જ કરો આ પાંચ આસન કરો, કબજિયાતની સમસ્યામાંથી આપશે રાહત

હાઈ કોર્ટિસોલ લેવલ હાઈપરકોર્ટિસોલિઝમ અથવા કુશિંગ સિન્ડ્રોમ જેવી પરિસ્થિતિઓમાં જોવા મળે છે, જેમાં વજનમાં વધારો, સ્નાયુઓની નબળાઈ, હાઈ બ્લડ સુગર, હાયપરટેન્શન અને ઑસ્ટિયોપોરોસિસ જેવા લક્ષણો થઈ શકે છે.કોર્ટીસોલ લેવલ અથવા હાઈપોકોર્ટિસોલિઝમ, એડ્રેનલ અપૂર્ણતા (એડિસન રોગ) જેવી સ્થિતિઓથી પરિણમી શકે છે, જેના કારણે થાક, વજનમાં ઘટાડો, ભૂખ ઓછી લાગવી અને હાયપોટેન્શન જેવા લક્ષણો થાય છે.

સવારે કોર્ટિસોલનું લેવલનું નિયમન કરવું ખરેખર સારા દિવસ માટે ટોન સેટ કરવામાં મદદ કરી શકે છે. ડૉ જૈને સમજાવ્યું કે, “કોર્ટિસોલનું સ્તર સવારે કુદરતી રીતે સૌથી વધુ હોવાથી, આ સમય દરમિયાન તણાવને નિયંત્રિત કરવામાં અને કોર્ટિસોલના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી સમગ્ર દિવસ દરમિયાન મૂડ, ઉર્જા સ્તરો અને એકંદર સુખાકારી પર હકારાત્મક અસર થઈ શકે છે. તેથી અહીં કેટલીક રીત તમે અજમાવી શકો છો.”

કોર્ટિસોલના લેવલ કંટ્રોલ કરવાની 5 આદતો

પૂરતી ઊંઘ લેવી : રાત્રે પૂરતી ઊંઘની કરવાથી કોર્ટિસોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે, કારણ કે ઊંઘની સમસ્યાઓ કોર્ટિસોલના ઉચ્ચ સ્તર સાથે સંકળાયેલી છે.

નિયમિત વ્યાયામ કરો: સવારે શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે અને તણાવ ઓછો થઈ શકે છે, આમ સમય જતાં કોર્ટિસોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: ડાયાબિટીસ દર્દી તળેલા કે શેકેલા નાસ્તાનું સેવન કરી શકે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી હેલ્ધી સ્નેક્સના વિકલ્પો જાણો

ઊંડા શ્વાસ લેવાની કસરતો: નિયંત્રિત શ્વાસ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જે કોર્ટિસોલનું સ્તર ઘટાડી શકે છે અને આરામને પ્રોત્સાહન આપે છે.

હાસ્ય અને મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણો: હસવું એ એન્ડોર્ફિન્સને પ્રોત્સાહન આપે છે અને કોર્ટિસોલને દબાવી દે છે, જે સુખાકારીની ભાવનામાં ફાળો આપે છે અને તણાવના સ્તરને ઘટાડે છે.

સ્વસ્થ સંબંધો જાળવવા: પ્રિયજનો અથવા સહકાર્યકરો સાથે સકારાત્મક સંબંધ રાખવા. સારી દિવસની શરૂઆત કરવાથી તણાવ ઓછો થઈ શકે છે અને કોર્ટિસોલના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ