Amla Benefits In Uric Acid Control: યુરિક એસિડ એ પ્યુરિન મેટાબોઝિમનું પરિણામ છે. તે એક કુદરતી ગંદકી છે જે વધુ પ્યુરિન આહાર લેવાથી રચાય છે. રેડ મીટ, ઓર્ગન માંસ, બીયર જેવા ભોજનમાં પ્યુરિન વધુ જોવા મળે છે. આપણા શરીરમાં કુદરતી રીતે પણ પ્યુરિન બને છે અને તૂટી જાય છે. આપણું શરીર પેશાબ દ્વારા પણ શરીર માંથી આ ઝેરી તત્વોને બહાર કાઢે છે. વધુ માત્રામાં પ્યુરિન ડાયટનું સેવન કરવાથી લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. જ્યારે યુરિક એસિડ વધુ હોય ત્યારે તેના અમુક લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે, જેમ કે સાંધામાં તીવ્ર દુખાવો, ખાસ કરીને મોટા અંગૂઠામાં સોજો, સાંધામાં સોજો અને સોજાવાળી જગ્યાએ લાલાશ, ઉઠવામાં બેસવામાં તકલીફ, સાંધામાં યુરિક એસિડના ક્રિસ્ટલ બનવા, જેનાથી ડંખ જેવો દુખાવો થવો, કબજિયાત, શુષ્ક ત્વચા, વારંવાર સંધિવા હુમલા, થાક અને નબળાઇ જેવા લક્ષણો જોવા મળે છે.
હૈદરાબાદના બંજારા હિલ્સની કેર હોસ્પિટલના ક્લિનિકલ ડાયેટિશિયન અને કન્સલ્ટન્ટ ડો.જી સુષ્માએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, યુરિક એસિડના વધેલા સ્તરને કારણે હાયપર્યુરિસેમિયા નામની સ્થિતિ થઈ શકે છે, જે સાંધામાં યુરેટ ક્રિસ્ટલ્સના નિર્માણમાં ફાળો આપે છે, જે સંધિવા અને અન્ય આરોગ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. યુરિક એસિડનું સ્તર ઘણા પરિબળોને કારણે વધે છે જેમ કે પ્યુરિન યુક્ત આહાર જેવા કે ભારે રેડ મીટ અને અમુક સીફૂડ, વધુ પડતા આલ્કોહોલનું સેવન, મેદસ્વીપણું, મેટાબોલિક સિન્ડ્રોમ, હાઈ બ્લડ પ્રેશર, ડિહાઇડ્રેશન અને કેટલીક દવાઓ જે યુરિક એસિડ લેવલ વધારી શકે છે.
યુરિક એસિડ કન્ટ્રોલ નિયંત્રિત કરવા માટે અમુક ઘરગથ્થુ ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આમળા એક ઔષધિ છે જે યુરિક એસિડ કન્ટ્રોલ કરી શકે છે. જે લોકોમાં યુરિક એસિડ વધારે હોય તેમણે બદલાતી ઋતુમાં આમળાનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ કેવી રીતે આમળા યૂરિક એસિડને કંટ્રોલ કરે છે અને તેના સેવનથી શરીરમાં શું ફાયદા થાય છે.
આમળા યુરિક એસિડને કેવી રીતે કન્ટ્રોલ કરે છે?
આમળાનું સેવન આખા ફળ, જ્યુસ કે પાવડરના રૂપમાં કરવામાં આવે છે. વિટામિન સી થી ભરપૂર આમળા ઉચ્ચ યુરિક એસિડ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વિટામિન સી કિડની દ્વારા તેના ઉત્સર્જનમાં વધારો કરીને યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. આમળા એક સુપરફૂડ છે જેનો ઉપયોગ સંધિવા સહિત ઘણા રોગો સામે લડવામાં થાય છે. આ આયુર્વેદિક ઔષધિનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર ઓછું કરવા માટે ફાયદાકારક સાબિત થશે.
આમળા માં ક્યા પોષક તત્વો હોય છે?
આમળામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરે છે. આમળા કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જેના કારણે યુરિક એસિડનો યોગ્ય નિકાલ થાય છે. તે કિડનીની કામગીરીમાં સુધારો કરીને યુરિક એસિડ જમા થતું રોકવામાં મદદરૂપ થઈ શકે છે.
Health Benefits Of Amla : આમળા ખાવાના ફાયદા
- બદલાતી ઋતુમાં આમળાનું સેવન કરવામાં આવે તો તે ઋતુજન્ય રોગો સામે રક્ષણ આપે છે. વિટામિન સીથી ભરપૂર આંબળા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ચેપ સામે રક્ષણ આપે છે.
- આમળાનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે. તે કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત આપે છે. ઘણીવાર યુરિક એસિડના દર્દીઓ કબજિયાતથી પરેશાન રહે છે, આ તેમના માટે રામબાણ ઇલાજ છે.
- આમળા શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે અને યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરે છે. તે સાંધામાં સોજો અને પીડા ઘટાડે છે અને સંધિવાના જોખમને ટાળે છે.
- આમળાનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
- આમળાનું સેવન ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં કારગર સાબિત થાય છે. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે.
- આમળાનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.
આ પણ વાંચો | આંગળીના ટચાકા ફોડવાની આદાત હોય તો સાવધાન, આ ગંભીર બીમારી થવાનું જોખમ, ધડપણમાં પડશે મુશ્કેલી
- આમળાના સેવનથી કિડનીના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં જાદુઈ અસર પડે છે. તે કિડનીને સાફ કરે છે અને તેની કામગીરીમાં પણ સરળતાથી મદદ કરે છે.
- આમળા શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે અને યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરે છે. તે સાંધામાં સોજો અને પીડા ઘટાડે છે અને સંધિવાના જોખમને ટાળે છે.
- આમળાનું સેવન ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં કારગર સાબિત થાય છે. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે.
- આમળાના સેવનથી કિડનીના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં જાદુઈ અસર પડે છે. તે કિડનીને સાફ કરે છે અને તેની કામગીરીમાં પણ સરળતાથી મદદ કરે છે.