/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Morning-Breakfast-Option.jpg)
Top 5 Best Morning Breakfast Option: સવારના નાસ્તામાં પોષ્ટિક આહારનું સેવન કરવું જોઇએ. (Photo: Freepik)
Top 5 Best Morning Breakfast Option: દરેક દિવસની શરૂઆત વધુ સારા નાસ્તાથી કરવી જોઈએ. સવારના નાસ્તામાં હંમેશાં પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહારનો સમાવેશ કરવો જોઈએ. સવારના નાસ્તામાં પૌષ્ટિક આહારનું સેવન કરવાથી આખો દિવસ એનર્જી રહે છે. આવા નાસ્તામાં સંપૂર્ણ પોષણ મળે છે, જે સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક છે.
હવે તમારા મનમાં એવો સવાલ થતો હશે તે હેલ્ધી નાસ્તો કોને કહેવાય છે. અમે તમને આ લેખમાં હેલ્ધી બ્રેકફાસ્ટ વિશે જણાવીશું, જેની મદદથી તમે સવારે સરળતાથી નાસ્તો કરી શકશો. આખો દિવસ ઉર્જાવાન રહેવા માટે સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલ્ધી બ્રેકફાસ્ટથી સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થાય છે.
પૌવા હેલ્થ અને ટેસ્ટમાં બેસ્ટ
તમે તમારા દિવસની શરૂઆત પૌવા ખાઇને કરી શકો છો. તે ખાવામાં ખૂબ જ આરોગ્યપ્રદ છે તેમજ કેલરી અને ફાઇબરથી ભરપૂર છે. આ હળવો નાસ્તો સરળતાથી પચી જાય છે. તમે પૌવામાં તમારા મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકો છો, જે તેના પોષણમાં અનેકગણો વધારો પણ કરી શકે છે. તમે પૌવાની ઉપર સિંગદાણા અને બીટ નાંખીને પણ ખાઈ શકો છો.
ઉપમા
ઉપમા સોજી માંથી બનતો સ્વાદિષ્ટ નાસ્તો છે. તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને જરૂરી મિનરલ્સ હોય છે. ઉપમા સવારના નાસ્તામાં સામેલ કરી તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો.
ઓમેલેટ અને ટોસ્ટ
ઇંડા ઓમેલેટ અને ટોસ્ટનો નાસ્તો એ નાસ્તાનો એક સરસ વિકલ્પ હોઈ શકે છે. આ સાથે, તમે તમારા દિવસની શરૂઆત વધુ સારી રીતે કરી શકો છો. તે ખૂબ જ લોકપ્રિય નાસ્તો પણ છે. આમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ સારી માત્રામાં મળી આવે છે.
ઈડલી સાંભાર
નાસ્તામાં તમે ઈડલી-સંભારનો સમાવેશ કરી શકો છો. તેમાં ઘણા બધા ફાઇબર અને ખનિજો હોય છે.
ફ્રૂટ સલાડ
ફ્રૂટ સલાડ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો છે, જે શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ્સ આપે છે. સવારે ફળો ખાવાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે. તમે તેમાં મોસમી ફળોનો સમાવેશ કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us