Health Benefits Of Curd In Weight Loss Tips: વેટ લોસ કરવું મુશ્કેલ છે. શરીરનું વજન ઘટાડવા માટે તમારે પૈસાની જરૂર નથી પડતી, પરંતુ તમારે સખત મહેનત, ધીરજ અને યોગ્ય ડાયટ પ્લાન અને તબીબી રીતે તંદુરસ્ત રહેવાની જરૂર છે. વજન ઘટાડવું મુશ્કેલ કામ છે, પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે અને ધીરજ રાખવામાં આવે તો તમે થોડા દિવસોમાં તમારા વેટ કન્ટ્રોલ કરી શકો છો. વજન ઘટાડવા માટે ફેટને કંટ્રોલ કરવું, ડાયેટમાં કાર્બ્સનું સેવન ઓછું કરવું અને પ્રોટીનનું સેવન વધારવું જરૂરી છે. દહીં એક એવો ખોરાક છે જે વજન વધારવા અને ઘટાડવા બંને માટે સેવન કરવામાં આવે છે.
દહીં આપણા આહારનો એક મહત્વનો ભાગ છે, જેનું સેવન આપણે દિવસમાં એક થી બે વખત કરીએ છીએ. દહીં પ્રોટીન, કેલ્શિયમ અને પ્રોબાયોટિક્સથી સમૃદ્ધ ખોરાક છે જે શરીરને પોષણ આપે છે અને ખોરાકનો સ્વાદ વધારે છે. દહીંનું સેવન વેટ કન્ટ્રોલ કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. તમે જાણો છો કે દહીંનું સેવન માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ વજન વધારવામાં પણ કરવામાં આવે છે.
વજન ઘટાડવા માટે દહીંનું સેવન કરવું કે વજન વધારવા માટે, તેનો આધાર દહીંની કેલરી અને ફેટની માત્રા પર રહેલો છે. ચરબીયુક્ત દહીંનું સેવન કરવાથી તમારું વજન ઓછું નથી થઈ શકતું પરંતુ તેને વધારી શકાય છે. ફુલ ક્રીમ દહીંનું સેવન કરવાથી તમે વધુ કેલરી ગ્રહણ કરો છો, જેનાથી તમારું વજન ઝડપથી વધે છે.
હેલ્થલાઈન મુજબ વજન ઘટાડવા માટે જો તમે દહીંનું સેવન કરવા માંગો છો તો તમે કેટલીક ખાસ પદ્ધતિઓ અપનાવી શકો છો. દહીંનું વિશેષ રીતે સેવન કરવાથી વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આવો જાણીએ દહીંનું સેવન કેવી રીતે કરવું જેથી તમે સરળતાથી વજન કંટ્રોલ કરી શકો.
વેટ લોસ માટે સાદું અને લોટ ફેટ વાળું દહીં ખાવો
જો તમારે વજન ઘટાડવું હોય તો ડાયટમાં સાદું, લો ફેટ દહીં ખાવું જોઈએ. સાદા અને ખાંડ વગરના દહીંનું સેવન વજન ઘટાડવા માટે અસરકારક છે. વજન ઓછું કરવા માટે તમે ગ્રીક દહીંનું સેવન પણ કરી શકો છો. ગ્રીક દહીંમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને તેમાં સુગરનું પ્રમાણ ઓછું હોય છે. આ દહીંનું સેવન કરવાથી તમારું શરીર હાઇડ્રેટેડ રહેશે, ભૂખ નિયંત્રિત થશે અને વજન ઓછું થશે.
વજન ઓછું કરવા માટે સવારના નાસ્તામાં દહીં ખાઓ
સવારનો નાસ્તો એ પહેલો ખોરાક છે જેનો ઉપયોગ આખા દિવસ દરમિયાન શરીરને ઉર્જાવાન રાખવા માટે કરી શકાય છે. વજન ઘટાડવું હોય તો સવારે નાસ્તો કરવાનું ભૂલશો નહીં, પણ નાસ્તામાં દહીં ખાઓ. તમે ફળો, બદામ અને સીડ્સ સાથે દહીંનું સેવન કરી શકો છો. વજન ઘટાડવા માટે, તમારે નાસ્તામાં દહીં સાથે તેનાં રસ વાળા ફળો, ચિયા સીડ અને બદામ ખાવી જોઈએ. તેમાં ફાઈબર, હેલ્ધી ફેટ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે દહીંને પૌષ્ટિક અને હેલ્ધી બનાવે છે.
વજન ઘટાડવા માટે દહીંનું સેવન મર્યાદિત કરો
જો તમે વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો દહીંનું સેવન મર્યાદિત કરો. વધુ પડતી કેલરી લેવાથી બચવા માટે એક દિવસમાં 150-200 ગ્રામ દહીંનું સેવન કરો. વધુ પડતા હેલ્ધી ફૂડનું સેવન કરવાથી વજન ઝડપથી વધી શકે છે.
આ પણ વાંચો | ફણગાવેલા મગ પ્રોટીનનું પાવરહાઉસ, એનિમિયા અને કેન્સર જેવા જીવલેણ રોગ સામે આપે રક્ષણ, જાણો ફાયદા
વજન ઘટાડવા માટે કસરત કર્યા પછી દહીંનું સેવન કરો
વર્કઆઉટ પછી દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વર્કઆઉટ પછી દહીંનું સેવન કરવાથી સ્નાયુઓને સુધારવામાં મદદ મળે છે. દહીંમાં થોડું મધ અને તાજાં ફળો ઉમેરો તો શરીરને પૂરતી ઊર્જા મળે છે અને શરીર સ્વસ્થ રહે છે.